સમાજમાં ધર્માંધતા કેવું અને કેટલું પ્રભુત્વ ધરાવે છે તેનું ઉદાહરણ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં જોવા મળ્યું. અહીં નવરાત્રિ દરમિયાન દુર્ગા પૂજા દરમિયાન નવરાત્રી પૂજા પંડાલમાં મુસ્લિમ મહિલાઓએ દુર્ગા માતાની મૂર્તિ તોડી નાખી હતી. હાલ પોલીસે બંને મુસ્લિમ મહિલાઓની ધરપકડ કરી છે.
આ ઘટના હૈદરાબાદના ખૈરાતાબાદની છે, નવરાત્રીના તહેવારને લઈને અહીં મા દુર્ગાની પૂજા માટે પંડાલ બનાવવામાં આવ્યો છે. તેવામાં અચાનક કાળા બુરખા પહેરેલી બે મુસ્લિમ મહિલાઓ પંડાલમાં પ્રવેશી અને મૂર્તિની તોડફોડ કરવા લાગી. જેના કારણે પ્રતિમાના કેટલાક ભાગો ખંડિત થઈ ગયા છે. આ પછી લોકોએ મહિલાઓને પકડીને પોલીસને હવાલે કરી હતી.
Durga idol vandalised in Hyderabad, two Muslim women held. @swastikadas95 with details
— News18 (@CNNnews18) September 27, 2022
“It is extremely shocking and painful. These people should definitely be punished”: @RahulEaswar@GrihaAtul | #Hyderabad #IdolVandalised pic.twitter.com/ES2CZIfzCK
હૈદરાબાદના સેન્ટ્રલ ઝોનના ડીસીપી રાજેશ કુમારે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, “આજે સવારે બે મુસ્લિમ મહિલાઓ ખૈરતાબાદમાં એક પંડાલમાં ઘૂસી ગઈ હતી અને દેવી દુર્ગાની મૂર્તિના એક ભાગમાં તોડફોડ કરી હતી. એક મહિલા હાથમાં સ્પેનર લઈને જતી જોવા મળી હતી.”
ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પ્રતિમા પર હુમલો કરતી વખતે એક વ્યક્તિએ મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, મહિલાનું ઉગ્ર વલણ જોઈને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને પકડી લેવામાં આવી હતી. ઘટનાની લોકોએ પોલીસને જાણ કરીને મહિલાઓને સૈદાબાદ પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસ એ એંગલથી પણ તપાસ કરી રહી છે કે શું નવરાત્રિમાં મહિલાઓ દ્વારા ઉશ્કેરણીજનક કામ કરીને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે કે કેમ. આખરે આ મહિલાઓ કોણ છે અને તેઓ કઈ સંસ્થા સાથે સંબંધ ધરાવે છે? પોલીસ તેની માનસિક સ્થિતિ અંગે પણ પોલીસ તપાસ કરશે.
ગયા વર્ષે પણ કેટલાક અજાણ્યા લોકોએ હૈદરાબાદના કુકટપલ્લી સ્થિત એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો . આ હુમલામાં કટ્ટરવાદીઓએ દેવી દુર્ગાની મૂર્તિ હટાવી દીધી હતી. નોંધનીય છે કે હૈદરાબાદ શંકાસ્પદ અસામાજિક સંસ્થા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નો ગઢ પણ બની ગયું છે.
મંગળવારે (27 સપ્ટેમ્બર 2022) પણ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) PFIના સભ્યોની ધરપકડ કરવા માટે દેશના વિવિધ રાજ્યોના શહેરોમાં સતત દરોડા પાડી રહી છે. આ પહેલા હૈદરાબાદમાંથી PFIના ઘણા સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે UAPA હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.