ગુરૂવારે (26 ઓક્ટોબર) એક મુસ્લિમ મહિલા નવી દિલ્હી સ્થિત પેલેસ્ટાઇન દૂતાવાસ ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને વિઝાની માંગ પર અડી ગઇ. તેની ઓળખ અમીના શેખ તરીકે થઈ છે. તેણે ત્યાં હાજર મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં કહ્યું કે તે મઝહબની લડાઇ લડવા માટે અને પેલેસ્ટાઇનના ‘ભાઈ-બહેનો’ને બચાવવા માટે જવા માંગે છે અને જેથી સરકાર તેને વિઝા આપે. તેણે એમ પણ કહ્યું કે તેને મૃત્યુનો ડર નથી અને ઇસ્લામમાં જન્મ-મૃત્યુની કોઇ કિંમત નથી.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં મહિલા કહે છે કે, “હું પેલેસ્ટાઇન જવા માટે પરવાનગી લેવા માટે આવી હતી. મને વિઝા જોઈએ છે પણ અમુક કારણોસર તે શક્ય બન્યું નથી. હું ઇચ્છું છું કે તમે પણ સરકારને કહે કે પેલેસ્ટાઈનની સરહદો હિંદુસ્તાની મુસ્લિમો માટે ખોલી દેવામાં આવે.”
A muslim woman approaches Government of India with appeal to allow people of her community to go to Gaza and fight against Israel, Says we don't value death.
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 27, 2023
Why is Govt stopping them? pic.twitter.com/wNfN1DzpuF
પેલેસ્ટાઇન શા માટે જવા માંગે છે? તેના જવાબમાં તેણે કહ્યું કે, “તમે તો ન્યૂઝ ચેનલોવાળા છો, તમને ખબર જ હશે કે પેલેસ્ટાઇનમાં હાલત બહુ ખરાબ છે.” કોઇ પત્રકારે ત્યાં જીવનું જોખમ હોવાનું કહેતાં અમીના કહે છે કે, “હું જે મઝહબમાંથી આવું છું ત્યાં જીવની કોઇ કિંમત નથી. જીવની કિંમતથી એ લોકો જ ડરે છે જેઓ એક જ વારમાં ખતમ થઈ શકે છે. અમે નહીં ડરીએ. મૃત્યુ પથારી પર પણ આવી શકે, પણ આવા જંગ જેઓ લડે છે તેને ઈસ્લામ યાદ રાખે છે. હું સરકારને અપીલ કરું છું કે તેઓ સરહદો ખોલી દે.”
આગળ કહ્યું, “હું ત્યાં લોકો પાસે જઈશ અને જેટલી મદદ શક્ય બને તેટલી કરીશ. હું ભારતમાં પણ એક ઝુંબેશ શરૂ કરીને ફંડ રેઝ કરાવી રહી છું. આખા ભારતમાં લઘુમતી પેલસ્ટાઇન-ગાઝા માટે ફંડ એકઠું કરી રહી છે અને અમે તેમની મદદ જરૂરથી કરીશું.”
આ દરમિયાન મહિલાએ મૂર્તિપૂજક હિંદુઓ વિશે પણ ઝેર ઓક્યું હતું. તેણે કહ્યું, “જીવની ચિંતા કોને છે? તમે કઈ કોમની વાત કરો છો? જેટલી હિંદુઓને, આ મઝહબના લોકોને, બૂતપરસ્ત (મૂર્તિપૂજકો) લોકોને જીવન વ્હાલું છે, એટલું જ અમારા મઝહબના લોકોને મૃત્યુ વ્હાલું છે. જેથી અમને ત્યાં બૉમ્બ ફેંકવામાં આવી રહ્યા છે તેમ કહીને ધમકી ન આપો.”
આગળ તે કહે છે, “અમે પેલેસ્ટાઇનની સાથે છીએ. તે અમારા માટે અઝીઝ જગ્યા છે. પહેલા કાબા છે. આટલી સરળતાથી કેમ છોડી દઈએ? અમે અલ-અક્સા મસ્જિદ માટે લડીશું.”
આ મહિલા આટલેથી ન અટકી અને ઇઝરાયેલ PM બેન્જામિન નેતન્યાહુને પણ ધમકી આપી દીધી! તેણે કહ્યું, “એ યુદ્ધ વિશે વિચારવું ન જોઈએ જે તમે જીતી શકવાના નથી. હું આવા શેતાનોને એમ જ કહેવા માંગું છું કે તમે આ યુદ્ધ વિશે વિચારો જ નહીં જેને જીતવાના જ નથી. તેનાથી માત્ર તમારી બદનામી જ થશે.” તેણે કહ્યું, “તમારા જેવા બહુ આવ્યા, તમને નષ્ટ કરનારા અમે જ છીએ. અમારી પાસે મિસાઈલ અને એટોમ બૉમ્બ શું કામ રાખ્યા છે?” તેણે અમેરિકાને પણ ‘તળિયાચાટુ’ ગણાવી દીધું હતું.
વીડિયોમાં તે પીએમ મોદી વિશે પણ ટિપ્પણી કરતી જોવા મળે છે અને કહે છે કે તેઓ દેશની સરહદ ખોલી દે અને મુસ્લિમોને પેલેસ્ટાઇન જવાની પરવાનગી આપે.