Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનમાં દલિત પરિવારના વરઘોડા પર મુસ્લિમોનો હુમલો: એકની હાલત નાજુક, આંબેડકરના ફોટોને...

    રાજસ્થાનમાં દલિત પરિવારના વરઘોડા પર મુસ્લિમોનો હુમલો: એકની હાલત નાજુક, આંબેડકરના ફોટોને પણ પગ નીચે કચડયો

    - Advertisement -

    રાજસ્થાનથી દલિત સમુદાયના લોકો સાથે મારપીટની ઘટના સામે આવી રહી છે. એક દલિત પરિવારના ઘરમાં લગ્નનો પ્રસંગ હતો, ત્યારે મુસ્લિમ સમુદાયના લોકોએ ઝઘડો કરીને મારામારી કરી હતી. દલિત પરિવારના લગ્નની જાન નીકળી ત્યારે, મુસ્લિમ સરપંચ દ્વારા પત્થર મારો કરવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં ડીજે વગાડતા રોકવાના પ્રયાસથી વિવાદ શરૂ થયો હતો. આ ઝઘડામાં કુલ 3 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલો પૈકી એકની હાલત અત્યંત નાજુક છે. હુમલાખોરો પર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની તસવીરને પગ વડે કચડી નાખવાનો પણ આરોપ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના મંગળવાર (21 ફેબ્રુઆરી 2023) રાતની જણાવવામાં આવી રહી છે.

    મળતી માહિતી અનુસાર, આ આખો વિવાદ કામા પોલીસ સ્ટેશન વિસ્તારના સબલાના ગામનો છે. ઘટનાના દિવસે દલિત સમુદાયના મુકેશ જાટવની બહેન આરતીના લગ્ન હતા. જુરહારા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌનેરા ગામમાંથી વરઘોડો  નીકળ્યો હતો, ત્યારે ડીજે વગાડતા સમયે જાનૈયાઓ તેના ઘર તરફ આવી રહ્યા હતા. દરમિયાન તે જ સબલાણા ગામના નદીમ, સોહિલ, મૌસમ, જમશેદ, અફરોઝ, ધોની, મુસ્તકીમ, સલમાન, સબ્બા, ફૈઝાન, મુલ્લા અને મુનફેદે જાનૈયાઓને ડીજે બંધ કરવા કહ્યું હતું. આ મુદ્દે બંને પક્ષે બોલા ચાલી થઇ હતી. આ દરમિયાન, વરઘોડામાં ડો. ભીમરાવ આંબેડકરની તસવીર જોઈને આરોપી ગુસ્સે થઈ ગયો અને તેણે તેને નીચે ફેંકી દીધો અને તેના પગથી કચડયો હતો. 

    જેની બહેનના લગ્ન હતા, તે મુકેશે આરોપ લગાવ્યો કે સામે વાળા લોકોએ અમારી સાથે બહેશ કરી હતી. આ તમામ હુમલાખોરોના હાથમાં લાકડીઓ અને સળિયા ઉપરાંત કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારપણ હતા. આ દરમિયાન 2 હુમલાખોરોએ વરરાજાના ગળામાં પડેલી નોટોની માળા પણ છીનવી લીધી હતી. જે નોટોની માળામાં 11 હજાર રૂપિયા હતા. આ દરમિયાન કે લોકો બચાવ કરી રહ્યા હતા તેમની સાથે પણ મારપીટ કરી હતી, તેમજ તેમના પાસે જે 32,000 રૂપિયા પણ છીનવી લીધા હતા. 

    - Advertisement -

    વાત અહિયાં સુધી નહિ ઉભી રહેતા, દલિત સમુદાયના લોકોને આરોપીઓએ ધમકી પણ આપી હતી. તેમજ કાનૂની કાર્યવાહી કરવાની પણ કહી હતી. પીડિતા કન્યાનો આરોપ છે કે આરોપીઓએ સોનાના ઘરેણા પણ લુટી લીધા હતા. આ પહેલો કિસ્સો નથી કે મુસ્લિમ સમુદાય દ્વારા દલિત સમાજના લોકોને હેરાન કરવામાં આવ્યા હોય, તેમના દ્વારા સતત આ રીતે દલિત સમાજને હેરાન કરવામાં આવી રહ્યા છે. 

    આ મામલે પીડિત દલિત પરિવારે ફરિયાદ નોધાવી છે, આ ઘટનામાં ત્રણ લોકો ધાયલ થયા છે જેમાં નરેશ નામના વ્યક્તિની તબિયત ખુબ જ નાજુક છે. દલિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ IPCની કલમ 143, 341, 323, 336, 379, 506 અને 504 હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં