Wednesday, December 4, 2024
More
    હોમપેજગુજરાતભગવા વસ્ત્રો, શરીર પર ભસ્મ... સુરતમાં સાધુના વેશે ભીખ માંગતી હતી સલમાન...

    ભગવા વસ્ત્રો, શરીર પર ભસ્મ… સુરતમાં સાધુના વેશે ભીખ માંગતી હતી સલમાન સહિતના મુસ્લિમોની ટોળકી: આઈડી કાર્ડ ચેક કરતાં ફૂટ્યો ભાંડો, વિડીયો વાયરલ

    વિડીયોમાં તે પણ જોઈ શકાય છે કે, સુરતના કેટલાક જાગૃત નાગરિકો ભીખ માંગતી તે ટોળકીને અટકાવે છે અને સંસ્કૃત શ્લોક બોલવા માટે કહે છે. જેના જવાબમાં તમામ મુસ્લિમ શખ્સો ચૂપ રહે છે અને નવા ગતકડા કરીને પોતાના બચાવમાં દલીલો કરતાં નજરે પડે છે.

    - Advertisement -

    દેશભરમાં દિવાળીના તહેવારો દરમિયાન હિંદુઓ દાન કરતાં હોય છે. દરમિયાન મોટી સંખ્યામાં ભગવા વસ્ત્રો ધારણ કરીને સન્યાસીઓ ભિક્ષા માંગવા માટે પણ આવતા હોય છે. પણ ઘણી વખત એવા કિસ્સા સામે આવતા હોય છે કે, મુસ્લિમ વ્યક્તિઓ હિંદુ સાધુના વેશે ભીખ માંગી ખાતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં સુરતનો (Surat) તેવો જ એક વિડીયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, સુરતમાં સાધુના (Sadhus) વેશે કેટલાક મુસ્લિમ (Muslims) શખ્સો હિંદુઓ પાસેથી ભગવાનના નામ પર ભીખ માંગી રહ્યા છે.

    Zee 24 કલાકે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો પોસ્ટ કર્યો છે. સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “સાધુના વેશે સલમાનનાથ પકડાયો! સુરતમાં ભિક્ષા માંગી રહેલા સાધુનું આઈડી કાર્ડ ચેક કરતાં ફૂટ્યો ભાંડો.” વાયરલ થઈ રહેલા તે વિડીયોમાં કેટલાક સાધુઓ નજરે પડી રહ્યા છે. જે વાસ્તવમાં સાધુ નહીં, પરંતુ વેશપલટો કરીને ભીખ માંગતા મુસ્લિમ શખ્સો છે. સુરતમાં બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

    વિડીયોમાં તે પણ જોઈ શકાય છે કે, સુરતના કેટલાક જાગૃત નાગરિકો ભીખ માંગતી તે ટોળકીને અટકાવે છે અને સંસ્કૃત શ્લોક બોલવા માટે કહે છે. જેના જવાબમાં તમામ મુસ્લિમ શખ્સો ચૂપ રહે છે અને નવા ગતકડા કરીને પોતાના બચાવમાં દલીલો કરતાં નજરે પડે છે. આ ઉપરાંત ત્યાં હાજર એક વ્યક્તિ આ ટોળકીના એક સભ્યનું આઈડી કાર્ડ ચેક કરે છે. જેમાં તે કથિત ભગવાધારી સાધુનું નામ ‘સલમાન’ તરીકે લખવામાં આવ્યું છે.

    - Advertisement -

    આ ઘટના બાદ ફરી મુસ્લિમ ટોળકીને ભગવાનના નામો વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં ટોળકીમાં સામેલ એક વ્યક્તિએ માત્ર એક જ ભગવાનનું નામ આવડતું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ અન્ય ટોળકીમાં રહેલો અન્ય એક વ્યક્તિ બચાવમાં ઉતરી આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તેઓ સાધુ નહીં, પરંતુ ખેલ કરતાં મદારીઓ છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં