Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં મુસ્લિમ યુવકે સગીરાને માર માર્યો, ઓયો હોટેલમાં લઇ જઈ 17 વર્ષીય...

    સુરતમાં મુસ્લિમ યુવકે સગીરાને માર માર્યો, ઓયો હોટેલમાં લઇ જઈ 17 વર્ષીય કિશોરી પર હુમલો

    પોલીસ સ્ટેશને લઈ જતા ઘટસ્ફોટ થયો કે આ કિશોરી એક મુસ્લિમ યુવક સાથે ઓયોમાં આવી હતી.

    - Advertisement -

    સુરતમાં મુસ્લિમ યુવકે સગીરાને માર માર્યો હોવાની માહિતી મળી રહી છે, અહેવાલ અનુસાર બુધવારના રોજ ડિંડોલી વિસ્તારમાં આવેલ G9 શોપિંગ સેન્ટર પાસે એક 16 થી 17 વર્ષની કિશોરી જાહેર રસ્તા પર રડતી હતી. આ કિશોરીને રડતા જોઈ ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા અને લોકોએ જ્યારે તે કિશોરીને રડવાનું કારણ પુછ્યુ તો તેણે જણાવ્યું હતું કે, મને એક મુસ્લિમ છોકરાએ oyo ખાતે લાવી મને માર મારવામાં આવ્યો છે.” જ્યારે કિશોરીએ આ વાત જણાવી ત્યારે લોકોએ તેને ડીંડોલી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સુરતમાં મુસ્લિમ યુવકે સગીરાને માર મારતા ફરિયાદ નોંધાઈ હતી.

    પોલીસ સ્ટેશને લઈ જતા ઘટસ્ફોટ થયો કે આ કિશોરી એક મુસ્લિમ યુવક સાથે ઓયોમાં આવી હતી. તે મુસ્લિમ યુવક થોડાક જ કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ આવ્યો હતો.આની વાત જ્યારે તે મુસ્લિમ યુવકને કિશોરીએ કરી તો મુસ્લિમ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને કિશોરી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ઝપાઝપી કર્યા બાદ તે મુસ્લિમ યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને કિશોરી પણ રડતા રડતા નીચે આવી હતી. કિશોરીએ જ્યારે આ તમામ વાતનો ઉલ્લેખ ડીંડોલી પોલીસ સ્ટેશને જઈ કરી તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ઓયો સંચાલક અને મુસ્લિમ યુવકને ઝડપી પાડયો હતો.

    મુસ્લિમ યુવક અને ઓયોના સંચાલકની પૂછપરછ કર્યા બાદ ઓયોના સંચાલકને છોડી દેવામાં આવ્યો હતો. ઓયોના સંચાલકને છોડવાનું કારણ હજુ police કઈ જણાવી રહી નથી. જ્યારે આ તમામ ઘટનામાં મુખ્ય ભાગ ઓયો સંચાલક ભજવતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે ઓયોમાં તમે કોઈપણ વ્યક્તિ અને તેની સાથે કોઈ આવે ત્યારે તેની વય મર્યાદા અને ઓળખપત્ર તરીકે સરકાર માન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોય છે.

    - Advertisement -

    સુરત શહેરમાં ચાલતા કોફી કાફેના દૂષણમાં સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner)દ્વારા ગંભીર પગલાઓ લઇ શહેરમાં ચાલતા તમામ ગેરકાયદેસર કોફી કાફે ઉપર અંકુશ લગાવ્યો હતો. આ અંકુશ લગાવ્યા બાદ કોફી કાફેના સંચાલકો પડી ભાંગ્યા હતા. જોકે હાલમાં આ સંચાલકો દ્વારા નવો કિમીયો અપનાવવામાં આવી રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યુ છે. જે ગેરકાયદેસર કોફી કાફે હતા તેના અમુક સંચાલકો હવે oyo ની આડમાં એ દૂષણ ધંધાઓ ફરી ધમધમતા કર્યા હોય તેવું સૂત્રો પ્રમાણે જાણકારી મળી રહી છે.

    સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં જ 15 થી વધુ કોફી કાફે હતા. જેની ઉપર સુરત પોલીસ કમિશનર દ્વારા રોક લગાવ્યા બાદ તે coffee cafe ના અમુક સંચાલકો દ્વારા કોફી કાફેની જગ્યાએ Oyo ની ફ્રેન્ચાઇઝી લઈ હોટલો શરૂ કરી દેવામાં આવી છે. આ હોટલોમાં નીતિ નિયમોને નેવે મૂકી કોઈપણ વ્યક્તિ હોટલમાં રોકાવા આવે તો તેમની પાસે જે પુરાવાની ખરાઇ કરવામાં આવતી હોય છે તેમાં ગંભીર ગેરરીતિ સામે આવી છે.

    દરેક સંચાલક દ્વારા ડોક્યુમેન્ટની ખરાઇ કરવામાં આવતી હોય છે પરંતુ આ સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર યુવકને ઑયોમા રૂમ ભાડે આપી દેવામાં આવતા હોય છે આ યુવક અને યુવતીની ઓળખ છુપાવી રૂમ ભાડે આપી દેવામાં આવતા હોય ત્યારે તેમાં સંચાલકોની મુખ્ય ભૂમિકા હોય છે અને આવા ઓયો સંચાલકો તેમના આર્થિક લાભ હેતું કિશોરીઓ અને યુવતીઓનું ભવિષ્ય ખરાબ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને એક જ વિસ્તારમાં દસ કે પંદર તેથી વધુ ઓયો સંચાલકોને પરમિશન આપવાનું કારણ શું હોય શકે તે હજુ અકબંધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં