Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબે પત્નીઓ અને પાંચ બાળકો ધરાવતો અનવર દલિત યુવતી સાથે લિવ-ઇનમાં રહેતો...

    બે પત્નીઓ અને પાંચ બાળકો ધરાવતો અનવર દલિત યુવતી સાથે લિવ-ઇનમાં રહેતો હતોઃ ઈસ્લામ કબુલ કરવા કર્યું દબાણ, યુવતીની આત્મહત્યા

    અનુરાધાના ભાઈએ ફરિયાદ મુજબ અનવર અનુરાધાને ત્રીજી પત્ની બનાવવા માંગતો હતો. જેના માટે તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરી રહ્યો હતો. અનુરાધા ઇસ્લામ અંગીકાર તૈયાર ન હોવાથી અનવર તેને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપતો હતો. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુરાનાબાદની એક દલિત યુવતીએ આત્મહત્યા કરી છે, જેમાં આત્મહત્યા કરવાનું કારણ ઘણું ચોકાવનારું છે. તે કોઈ અનવર ખાન નામના વ્યક્તિ સાથે લીવ ઇનમાં રહેતી હતી, હવે અનવર ખાન તે દલિત યુવતી પર ધર્મ પરિવર્તન કરી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરી રહ્યો હતો અને અંતે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. 

    મળતી માહિતી અનુસાર,  અનુરાધા અનવરની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. ધીમે-ધીમે બંને એક બીજાના નજીક આવતા ગયા અને તેઓ ગાઢ મિત્રો બની ગયા. છેલ્લા બે વર્ષથી સિવિલ લાઇન્સ વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. સૌથી ચોકાવનારી વાત તો એ છે કે અનવર પરણિત છે અને તેને બે પત્નીઓ દ્વારા પાંચ બાળકો પણ છે. અનવર અનુરાધાને ત્રીજી પત્ની બનાવવા માંગતો હતો. અનુરાધાના ભાઈએ ફરિયાદ મુજબ અનવર અનુરાધાને ત્રીજી પત્ની બનાવવા માંગતો હતો. જેના માટે તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરી રહ્યો હતો. અનુરાધા ઇસ્લામ અંગીકાર તૈયાર ન હોવાથી અનવર તેને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપતો હતો. 

    પોલીસે આ ઘટના અંગે  જણાવ્યું છે  કે અનવરને તેની બે પત્નીઓ અને  પાંચ બાળકો છે, જેઓ મુરાદાબાદમાં અલગ અલગ એપાર્ટમેન્ટમાં રહે છે. અનુરાધાના મૃત્યુની જાણ પોલીસને ત્યારે થઈ જ્યારે અનવરની બીજી પત્ની ઈરમે ગુરુવારે પોલીસને જાણ કરી. તેણે જણાવ્યું કે અનવર બુધવારે રાત્રે અનુરાધાને તેના ઘરે છોડી ગયો હતો. તેણે કહ્યું કે તે બીમાર છે અને ટૂંક સમયમાં ડૉક્ટર લઈને આવે છે. જો કે, તે પાછો ન આવ્યો જ નહિ.  ઈરમે વારંવાર અનુરાધાને તપાસી રહી હતી, પરંતુ  થોડી વાર પછી તેને ખ્યાલ આવ્યો કે અનુરાધા મરી ગઈ છે, ત્યારે તેણે પોલીસને ફોન કરીને જાણ કરી.

    - Advertisement -

    આ મામલે ડેપ્યુટી એસપી ડૉ. અનૂપ સિંહે જણાવ્યું છે કે અનવર વિરુદ્ધ એસસી/એસટી એક્ટ અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 306 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમણે કહ્યું કે અનુરાધાના મૃતદેહને 16 ફેબ્રુઆરીએ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં તેનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે અનુરાધાના પરિવારજનોને પણ જાણ કરી છે. આ સાથે સિંહે જણાવ્યું કે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.

    કોઈ મુસ્લિમ દ્વારા દલિત ઉત્પીડનનો આ પહેલો મામલો નથી. આના પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ બની ચુક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં