Sunday, May 5, 2024
More
    હોમપેજદેશજૂનાગઢમાં ઝેર ઓકનાર મુફ્તી અઝહરીના વધુ વિડીયો થયા વાયરલ, રામ મંદિર અને...

    જૂનાગઢમાં ઝેર ઓકનાર મુફ્તી અઝહરીના વધુ વિડીયો થયા વાયરલ, રામ મંદિર અને હિંદુઓ વિરુદ્ધ મુસ્લિમ યુવાનોને ઉશ્કેરતો જોવા મળ્યો

    ભાષણમાં અઝહરી હિંદુઓને શ્વાન સાથે સરખાવીને કહે છે કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મુસ્લિમ સમુદાય માટે કોઇ મહત્વ નહીં ધરાવે અને તે મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે. એવું પણ કહે છે કે એવો પણ દિવસ આવશે જ્યારે સૌ અલ્લાહને જ અનુસરશે. 

    - Advertisement -

    ભડકાઉ ભાષણો આપવા મામલે ગુજરાતમાં કાર્યવાહીનો સામનો કરતા મુફ્તી સલમાન અઝહરીના અન્ય પણ કેટલાક વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે રામ મંદિર અને હિંદુઓ વિરુદ્ધ મુસ્લિમ યુવકોને ભડકાવતો જોવા મળે છે. તે કહેતો સંભળાય છે કે, “તે મસ્જિદ હતી અને આપણા માટે હંમેશા મસ્જિદ જ રહેશે.”

    વિડીયોમાં તે કહેતો સાંભળવા મળે છે કે, “એક દિવસ એવો પણ આવશે કે લોકો માત્ર ઈસ્લામને જ અનુસરશે અને બીજો કોઇ ધર્મ નહીં પાળે. આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. પરંતુ તાકાત એટલી વધારી દો કે કોઇ પણ આપણને હાનિ ન પહોંચાડી શકે.” ત્યારબાદ તે ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ની પંક્તિઓ બોલે છે, જેના કારણે જ તે જૂનાગઢમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી ચૂક્યો છે. આ ભાષણ તેણે અયોધ્યાના રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના જાલનામાં આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

    ભાષણમાં અઝહરી હિંદુઓને શ્વાન સાથે સરખાવીને કહે છે કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મુસ્લિમ સમુદાય માટે કોઇ મહત્વ નહીં ધરાવે અને તે મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે. એવું પણ કહે છે કે એવો પણ દિવસ આવશે જ્યારે સૌ અલ્લાહને જ અનુસરશે. 

    - Advertisement -

    હિંદુઓ વિરુદ્ધ મુસ્લિમ યુવાનોને ભડકાવવામાં અઝહરીનો જૂનો રેકોર્ડ રહ્યો છે. તેણે રાજસ્થાનના બીકાનેરમાં પણ ભાષણ આપ્યું હતું, જેમાં સુન્ની મુસ્લિમ યુવાનોને ઇસ્લામ માટે જીવ કુરબાન કરવા માટે હાકલ કરી હતી. આ ભાષણ રાજસ્થાનમાં 1 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યું હતું. આ ભાષણનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. 

    એટલું જ નહીં, જૂન 2022માં કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેની હત્યા બાદ મુફ્તી અઝહરીએ મુસ્લિમ યુવાનોને જિહાદ કરવા માટે ઉશ્કેર્યા હતા અને કહ્યું હતું કે તેઓ આત્મઘાતી હુમલા કરે. 

    નોંધવું જોઈએ કે હાલ મુફ્તી સલમાન અઝહરી ગુજરાતમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. તેની સામે ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં જૂનાગઢ, કચ્છ અને મોડાસા એમ ત્રણ પોલીસ મથકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ અને કચ્છથી તેને જામીન મળી ચૂક્યા છે, જ્યારે મોડાસામાં તેની પૂછપરછ ચાલી રહી છે. ભચાઉ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મોડાસા પોલીસે તેની ધરપકડ કરી હતી, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

    સૌથી પહેલો ગુનો જૂનાગઢ પોલીસ મથકે નોંધાયો હતો. 31 જાન્યુઆરી, 2024ના રોજ મુફ્તીએ જૂનાગઢમાં આપેલા એક ભાષણનો વિડીયો વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો અને પછીથી ગુજરાત ATS મુંબઈ જઈને તેને પકડી લાવી હતી. જૂનાગઢમાં જે દિવસે ભાષણ આપ્યું તે જ દિવસે તેણે કચ્છમાં પણ ભાષણ આપ્યું હતું. જેથી ત્યાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. પછીથી તેણે મોડાસામાં પણ ડિસેમ્બરમાં એક સભા કરી હોવાનું જાણવા મળતાં તેની તપાસ કરવામાં આવી. જેમાં ત્યાં પણ તેણે ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું જાણવા મળતાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં