Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતભડકાઉ ભાષણ કેસમાં મુફ્તી અઝહરીને જૂનાગઢની કોર્ટમાંથી જામીન, પણ હજુ મુશ્કેલીઓનો અંત...

    ભડકાઉ ભાષણ કેસમાં મુફ્તી અઝહરીને જૂનાગઢની કોર્ટમાંથી જામીન, પણ હજુ મુશ્કેલીઓનો અંત નહીં: સામખિયાળીમાં દાખલ FIR મામલે ધરપકડ કરશે કચ્છ પોલીસ

    કચ્છ પોલીસ ટ્રાન્સફર વૉરન્ટ મેળવીને તેનો કબજો લેશે. જૂનાગઢના કેસમાં જામીન મંજૂર થયા બાદ તેની રાજકોટ જેલમાં એન્ટ્રી કરાવવામાં આવશે અને ત્યારબાદ કચ્છ પોલીસ તેને કસ્ટડીમાં લેશે. 

    - Advertisement -

    ભડકાઉ ભાષણ આપવા મામલે પકડાયેલા મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટે જામીન આપ્યા છે. પરંતુ તેની મુશ્કેલીઓ ઘટશે નહીં. કારણ કે કચ્છના સામખિયાળીમાં નોંધાયેલી FIR મામલે કચ્છ પોલીસ ધરપકડની તૈયારીઓ કરી રહી છે. 

    1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા. જોકે, કચ્છમાં પણ તેની સામે FIR નોંધાયેલી હોઈ હવે તેને કચ્છ પોલીસને સોંપવામાં આવશે.

    રિપોર્ટ્સ અનુસાર, કચ્છ પોલીસ ટ્રાન્સફર વૉરન્ટ મેળવીને તેનો કબજો લેશે. જૂનાગઢના કેસમાં જામીન મંજૂર થયા બાદ તેની રાજકોટ જેલમાં એન્ટ્રી કરાવવામાં આવશે અને ત્યારબાદ કચ્છ પોલીસ તેને કસ્ટડીમાં લેશે. 

    - Advertisement -

    નોંધનીય છે કે જૂનાગઢમાં જે દિવસે ભાષણ આપ્યું હતું તે જ દિવસે મુફ્તી અઝહરીએ કચ્છના સામખિયાળીમાં પણ એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જ્યાં પણ તેણે ભડકાઉ વાતો કહેતાં પોલીસે મુફ્તી અને કાર્યક્રમના આયોજક વિરુદ્ધ FIR દાખલ કરી હતી. ત્યારબાદ બુધવારે (7 ફેબ્રુઆરી, 2024) આયોજક મામદખાન મુરની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    જાણવા મળ્યા અનુસાર, કચ્છ પોલીસની એક ટીમ જૂનાગઢ આવશે અને મુફ્તી અઝહરીની કસ્ટડી મેળવશે. ત્યારબાદ સામખિયાળીમાં નોંધાયેલા ગુના મામલે ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરવામાં આવશે. જ્યાં જામીન માટે મુફ્તીએ ફરીથી નવેસરથી અરજી કરવી પડશે. 

    31 જાન્યુઆરી, 2024ના રોજ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં મુસ્લિમ સમુદાયના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો ફરતો થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી હતી અને અઝહરી અને 2 આયોજકો સામે FIR નોંધી હતી. આયોજકોએ કાર્યક્રમ વ્યસનમુક્તિનો હોવાનું કહીને પરવાનગી માગી હતી. 

    FIR નોંધાયા બાદ એક તરફ બંને આયોજકોની ધરપકડ થઈ તો બીજી તરફ અઝહરીને શોધતી ગુજરાત ATS મુંબઈ પહોંચી હતી. જ્યાંથી તેની અટકાયત કરીને અમદાવાદ અને ત્યાંથી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો.

    પોતાના ભાષણમાં અઝહરી ‘અભી તો કરબલા કા મૈદાન બાકી હૈ’ અને ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ જેવી વાતો કહેતો જોવા મળ્યો હતો. ઑપઇન્ડિયાએ સમગ્ર ભાષણ મેળવીને વિસ્તૃત રિપોર્ટમાં જણાવ્યું હતું કે કઈ રીતે તેણે અન્ય પણ ભડકાઉ વાતો કહી હતી, જે અહીંથી વાંચી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં