Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહાથ બાંધીને બળાત્કાર, શરીર પર છરીના ઘા ઝીંક્યા: શાહબાઝે 'રાહુલ ગુર્જર' બનીને...

  હાથ બાંધીને બળાત્કાર, શરીર પર છરીના ઘા ઝીંક્યા: શાહબાઝે ‘રાહુલ ગુર્જર’ બનીને હિંદુ યુવતીને ફસાવી, પછી કહ્યું- ઇસ્લામ કબુલ કર, જન્નત મળશે

  પીડિતાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ બળાત્કાર અને મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  - Advertisement -

  લવ જેહાદનો (Love Jihad) એક ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શાહબાઝ શરીફ નામના મુસ્લિમ યુવકે રાહુલ ગુર્જર તરીકે ઓળખ આપીને એક હિન્દુ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. બાદમાં આરોપીએ પીડિતા પર હાથ બાંધીને બળાત્કાર કર્યો અને તેને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવ્યો. આરોપીએ પીડિતાને કહ્યું કે જો તે ઈસ્લામ સ્વીકારશે તો તેને જન્નત મળશે.

  રિપોર્ટ અનુસાર પીડિત દુર્ગેશ નંદિની ચૌહાણ (24) હરદા (Hardaa) જિલ્લાના તિમર્ની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની વિદ્યા વિહાર કોલોનીનો રહેવાસી છે. અનુસૂચિત સમુદાયમાંથી આવતી નંદિની B.Sc.ની વિદ્યાર્થીની છે. પીડિતાનું કહેવું છે કે શાહબાઝ સેઠ (રાહુલ ગુર્જર) કટ્ટર ઈસ્લામવાદી છે. તેણે કહ્યું હતું કે ટૂંક સમયમાં હુમલાખોરો ભારતને કબજે કરી લેશે. પીડિતાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ બળાત્કાર અને મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  આ કેસમાં પીડિતાની ફરિયાદ પર પ્રથમ એફઆઈઆર (નં. 00/2022) 27 મે 2022ના રોજ હરદા જિલ્લાના તિમરની પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. બાદમાં બીજા દિવસે કેસ સિરાલી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને ત્યાં એક નવી FIR (નં. 164/2022) નોંધવામાં આવી.

  - Advertisement -

  નંદિનીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ દોઢ વર્ષ પહેલા તે હરદા ડિગ્રી કોલેજમાં આરોપીને મળી હતી. શરૂઆતમાં, તેણે નંદિનીને ફસાવવા માટે તેના અભ્યાસથી લઈને દરેક વસ્તુનું ખૂબ ધ્યાન રાખ્યું. જેના કારણે બંને નજીક આવ્યા હતા. સમય જતાં પ્રેમ થયો અને શારીરિક સંબંધો પણ બંધાયા. એક દિવસ, જ્યારે તે સરસૌદ સ્થિત એક નાની પથ્થરની ખાણની ઓફિસમાં હતી, ત્યારે તેણીને પ્રથમ વખત તેના પર શંકા ગઈ. બાદમાં રાહુલ તેને જણાવે છે કે તેનું અસલી નામ શાહબાઝ સેઠ છે અને તેણે આ બધું નંદિનીને ફસાવવા માટે કર્યું હતું.

  14 નવેમ્બર 2021ના રોજ નોકરીના બહાને તે નંદિનીને મલ્હારગંજના કન્નોદ (Malhargunj kannod) લઈ ગયો. ત્યાં બંને સાથે રહેવા લાગ્યા. આ દરમિયાન તેણે નંદિની પર ચાંપતી નજર રાખી. દરેક વસ્તુ, જેમ કે ફોન પર વાત કરતી વખતે, સ્પીકર ચાલુ કરવાનું કહેવું. તેણે તેના ફોન પર નંદિનીની અંગત પળો રેકોર્ડ કરી અને જ્યારે તેણીએ તેની સાથે સેક્સ કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેને વાયરલ કરવાની ધમકી આપી. એક દિવસ એક પ્રસંગમાં હાજરી આપવાના બહાને, તેણે તેણીને તેના માતાપિતાને મળવા દેવા માટે રાજી કરી લીધો. બાદમાં જ્યારે તે ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને પોતાની તકલીફ જણાવી તો તેઓએ કેસ દાખલ કર્યો.

  ‘મારા જીવનની એક એક ક્ષણને કંટ્રોલ કરી’

  સ્વરાજ્ય સાથે વાત કરતી વખતે નંદિનીએ જણાવ્યું કે શાહબાઝ દ્વારા કન્નોદમાં લઈ જવામાં આવ્યા બાદ શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ બાદમાં તેણે પોતાનો અસલી રંગ બતાવ્યો. તે તેને ઘરમાં બંધ કરી દેતો, તેનો ફોન લઈ લેતો. બાદમાં તેણે નંદિનીને માર મારવાનું શરૂ કર્યું. નર્સિંગમાં ડિપ્લોમા ધરાવતી નંદિની કહે છે, “તેણે મારા જીવનના દરેક ઈંચ પર નિયંત્રણ રાખ્યું હતું. હું મારા માતા-પિતાના કોલનો જવાબ પણ તેની પરવાનગી વગર આપી શકતી નહોતી.”

  પીડિતાએ આરોપીની નિર્દયતાનો પર્દાફાશ કર્યો અને કહ્યું કે તે સેક્સ કરતી વખતે તેના હાથ બાંધતો હતો અને તેના શરીરના વિવિધ ભાગોને છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓથી કાપા મારતો હતો. નંદિનીએ કહ્યું, “તે એવું વર્તન કરતો હતો જાણે તે માલિક હોય અને મારે તેની દરેક વાતનું પાલન કરવું જોઈએ.”

  નંદિનીના કહેવા પ્રમાણે, આરોપીએ કહ્યું હતું કે જો તે ઈસ્લામ સ્વીકારશે તો તેને (શાહબાઝને) જન્નત મળશે. શાહબાઝે એમ પણ કહ્યું હતું કે તે નિકાહ કરશે. એક જે તેના ધર્મની હશે અને બીજી નંદિની. આ સિવાય તેણે નંદિનીને ધમકી આપી હતી કે સેનામાં અડધાથી વધુ મુસ્લિમો છે અને જો તેઓ તેમનું કામ કરવાનું બંધ કરશે તો આક્રમણકારો ભારત પર કબજો કરી લેશે. મુસ્લિમો સાથે લગ્ન કરનાર બોલીવુડ અભિનેત્રીઓના ઉદાહરણ આપતા તે કહેતો કે ઇસ્લામ એકમાત્ર આદર્શ ધર્મ છે. તેણે એમ પણ કહ્યું હતું કે લગ્ન પછી તેણે ‘હિજાબ’ પહેરવો પડશે.

  પીડિતાનો આરોપ છે કે શાહબાઝનો પરિવાર હવે તેના પર કેસ પાછો લેવા માટે દબાણ કરી રહ્યો છે. તે લોકોએ તેના ભાઈનું અપહરણ કરવાની પણ ધમકી આપી છે. જો કે, કેસમાં કલમ 376 (બળાત્કાર), 376(2)(n) (બળાત્કારીને સખત કેદ), 506 (ગુનાહિત ધાકધમકી) અને ધર્મ સ્વતંત્રતા નિવારણ અધિનિયમની કલમ 3(2) (VA) 2021ની કલમ 3 અને 5 સાથે એટ્રોસિટી એક્ટ, 2015 હેઠળ નોંધાયેલ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં