Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાત'શિવજીની યાત્રા પર પથ્થરમારો કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે': ઠાસરાની...

    ‘શિવજીની યાત્રા પર પથ્થરમારો કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે’: ઠાસરાની ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

    આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દુઃખદ બાબત એ છે કે તેમાંથી બે ગુનેગારો ચૂંટાયેલા પ્રતિનિધિ નીકળ્યા છે. આ બંને કઈ પાર્ટીના છે તે બાબતની તપાસ કરવામાં આવવી જોઈએ: હર્ષ સંઘવી

    - Advertisement -

    ખેડાના ઠાસરામાં શ્રાવણના અંતિમ સોમવારે યોજાયેલી ભગવાન શિવજીની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે પથ્થરમારો કરનારા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી નિયાઝ અલી મહેબુબ સૈયદ અને મહમ્મદ અબરાર સૈયદ ચૂંટાયેલા કાઉન્સિલરો હોવાનો ખુલાસો પણ થયો છે. બીજી તરફ ઠાસરાની આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. સંઘવીએ કહ્યું હતું કે શિવજીની યાત્રા પર પથ્થરમારો કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

    ઠાસરાની ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, શિવજીની ભવ્ય યાત્રા પર પથ્થરમારો કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગળ ઉમેર્યું કે, પથ્થર મારનારા ચોક્કસ જગ્યાએથી આવે છે. એક ઘર હોય, બાજુમાં મસ્જિદ હોય, આસપાસના વિસ્તારોમાંથી આ પ્રકારે પથ્થરો ફેંકવામાં આવ્યા.

    આગળ ઉમેર્યું કે, આ પથ્થરમારો કરનારા લોકોને પકડવા માટે આખા જિલ્લાની પોલીસ મળીને આખી રાત કોમ્બિંગ હાથ ધર્યું અને 11 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. દુઃખદ બાબત એ છે કે તેમાંથી બે ગુનેગારો ચૂંટાયેલા પ્રતિનિધિ નીકળ્યા છે. આ બંને કઈ પાર્ટીના છે તે બાબતની તપાસ કરવામાં આવવી જોઈએ.

    - Advertisement -

    જ્યારે પથ્થરમારાની ઘટનાને લઈને તેમણે કહ્યું કે, ભગવાન શિવજી જ્યારે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા હતા ત્યારે તેમની ઉપર જેમણે પણ પથ્થરમારો કર્યો હતો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ખેડાના ઠાસરામાં શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) દર વર્ષની જેમ ભગવાન શિવજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા નાગેશ્વર મહાદેવ મંદિરેથી નીકળીને બળિયાદેવ મંદિર, રામચોક, ટાવર બજાર, હુસૈની ચોક, હોળી ચકલા, તીનબત્તી અને આશાપુરી મંદિરથી પરત નાગેશ્વર મંદિરે યાત્રા પરત ફરવાની હતી. જે માટે કાયદાકીય મંજૂરી પણ મેળવવામાં આવી હતી તો સાથે પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો હતો. 

    સવારે 11 વાગ્યે નીકળેલી આ યાત્રા બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં નગરના તીનબત્તી ચોક સુધી પહોંચતાં અહીં સ્થિત મદરેસા પાસે મુસ્લિમ સમુદાયના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે યાત્રામાં વાગતાં ડીજે બંધ કરાવવા માટે આયોજકો સાથે માથાકૂટ કરી હતી. આ કેસમાં નોંધાયેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે, ત્યારબાદ મદરેસા અને આસપાસનાં ઘરોમાંથી પથ્થરો ફેંકાવા માંડ્યા હતા અને ‘હિંદુઓને મારો, જીવતા ન જવા જોઈએ’ની બૂમો સંભળાઈ હતી. હુમલામાં પોલીસ કર્મચારીઓ તેમજ અમુક શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હતી. 

    ઘટના બાદ બીજા દિવસે પોલીસે મદરેસાની તપાસ કરતાં છત પરથી મોટા પ્રમાણમાં પથ્થરો મળી આવ્યા હતા. જેના કારણે આ કાવતરું પૂર્વનિયોજિત હોવાની શંકા પણ જઈ રહી છે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં