Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ સગીરાને ફસાવીને રેપ કરનાર મોરબીનો મુસ્તફા પકડાયો: ફોટા વાયરલ કરવાની ધમકી...

    હિંદુ સગીરાને ફસાવીને રેપ કરનાર મોરબીનો મુસ્તફા પકડાયો: ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી, રમઝાનમાં રોજા રાખવા દબાણ પણ કરતો 

    તેની સામે સગીરાને ફોસલાવીને બળાત્કાર કરવાનો અને આપત્તિજનક તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ છે. 

    - Advertisement -

    મોરબી શહેરમાં તાજેતરમાં એક હિંદુ સગીરા સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો હતો, જે મામલે પોલીસે આરોપી મુસ્તફા દલવાણીની ધરપકડ કરી લીધી છે. તેની સામે સગીરાને ફોસલાવીને બળાત્કાર કરવાનો અને આપત્તિજનક તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ છે. 

    પીડિત સગીરાની માતાએ મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે IPCની કલમ 376 (2)(n), 506(2) તેમજ પોક્સો એક્ટની કલમ L 5 અને 6 હેઠળ કેસ દાખલ કરીને મુસ્તફાની શોધખોળ હાથ ધરી હતી. આખરે આજે તે પકડાઈ ગયો હતો. હવે તેને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, એક અયાન નામના યુવકે તેમની પુત્રીની ઓળખાણ મુસ્તફા સાથે કરાવી હતી. ત્યારબાદ બંને સોશિયલ મીડિયા પર વાતચીત કરતાં હતાં. દરમ્યાન એક દિવસે આરોપી પોતે જે રેડીમેડ ગારમેન્ટના શૉરૂમમાં કામ કરતો હતો ત્યાં પીડિતાને મળવા માટે બોલાવી હતી અને જ્યાં ચેન્જિંગ રૂમમાં બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તે સ્થાનિક ફૂડ કાફેમાં લઇ ગયો હતો, જ્યાં કપલ બોક્સમાં ફરી હવસ સંતોષી હતી. 

    - Advertisement -

    ઑપઇન્ડિયાને માહિતી આપતાં સ્થાનિક સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, આરોપી મુસ્તફાએ પીડિતાનું ધર્માંતરણ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ગત રમઝાન મહિનામાં તે પીડિતાને રોજા રાખવા માટે દબાણ કરતો હતો અને સ્નેપચેટમાં ઇસ્લામી મઝહબી સામગ્રી મોકલી તેને વાંચવા અને અનુકરણ કરવા પણ કહેતો હતો. જાણવા મળ્યા અનુસાર, મુસ્તફાએ રોજા કરાવવા સેહરીના (રમઝાનમાં રોજા શરૂ કરતાં પહેલાં થતા ભોજનને સેહરી કહેવામાં આવે છે) કલમા અને અન્ય સામગ્રી સગીરાને મોકલી તેને પઢવાનું કહેતો હતો.

    થોડા સમય બાદ સગીરાએ કહ્યું કરવાનું બંધ કરતાં આરોપીએ તેને ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આખરે અસહ્ય થઇ પડતાં તેણે પોતાની માતાને આ બાબતોની જાણ કરતાં માતાએ પોલીસનું શરણ લીધું હતું. આખરે આજે મોરબી પોલીસે મુસ્તફા દલવાણીની ધરપકડ કરી લીધી છે.

    મોરબીમાં હિંદુ સગીરાને ફોસલાવીને દુષ્કર્મ કરવાનો બહુ ટૂંકાગાળામાં આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. આ પહેલાં એ ડિવિઝન પોલીસ મથકે જ એક બિલાલ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તેની ઉપર હિંદુ સગીરાનો પીછો કરીને તેને પોતાના મકાને લઇ જઈને દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ ગત અઠવાડિયે બીજો પણ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં હસન નામના એક ઈસમે હિંદુ સગીરાને ફસાવીને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે રેપ કર્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં