Monday, February 3, 2025
More
    હોમપેજગુજરાતમોરબીમાં હિંદુ સગીરા સાથે રેપની ફરિયાદ, આરોપી સાહિલ ઇલિયાસની ધરપકડ: વર્ષ પહેલાં...

    મોરબીમાં હિંદુ સગીરા સાથે રેપની ફરિયાદ, આરોપી સાહિલ ઇલિયાસની ધરપકડ: વર્ષ પહેલાં પણ અન્ય એક હિંદુ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં થયો હતો જેલભેગો

    સાહિલના ત્રાસથી કંટાળીને સગીરાનો પરિવાર તેમનું ઘર છોડીને સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો. પરંતુ ત્યારબાદ પણ તે પહોંચી જતો હતો અને સગીરાને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો અને એટલું જ નહીં પરંતુ તેને અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી પણ આપતો હતો.

    - Advertisement -

    મોરબીમાં (Morbi) એક હિંદુ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં એક મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સાહિલ ઇલિયાસ કટિયા સામે અગાઉ પણ એક હિંદુ સગીરાને ફસાવીને દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે ફરી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને પકડી લઈને કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની સામે આ સિવાય પણ અન્ય અમુક ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

    અહેવાલો અનુસાર, ઘટના મોરબીના બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક હિંદુ સગીરા સાથે બની હતી. પોલીસના ચોપડે નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર, સાહિલ ઇલિયાસ કટિયા નામના આ શખ્સે સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપ છે કે ત્યારબાદ અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ પોક્સો અને BNSની કલમો હેઠળ ગુનો દાખલ કરી લઈને ધરપકડ કરી લીધી હતી.

    વિગતો એવી પણ છે કે, સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સાહિલના ત્રાસથી કંટાળીને સગીરાનો પરિવાર તેમનું ઘર છોડીને સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો. પરંતુ ત્યારબાદ પણ તે પહોંચી જતો હતો અને સગીરાને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો અને એટલું જ નહીં પરંતુ તેને અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી પણ આપતો હતો.

    - Advertisement -

    રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ

    આ મામલે સગીરાની માતાએ મોરબીના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ મથકમાંથી ઑપઇન્ડિયાને જણાવવામાં આવ્યું કે, આરોપી વિરુદ્ધ POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ધરપકડ કરી લઈને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે તેમ જણાવવામાં આવ્યું હતું.

    આ મામલે વધુ જાણકારી મેળવવા ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના મોરબી નગર અધ્યક્ષ કમલેશ બોરીચા સાથે વાત કરી હતી. તેમણે વિગતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “સાહિલ મોરબીમાં આવેલ વીશીપુરા વિસ્તારમાં રહે છે જે મુસ્લિમ બહુલ વિસ્તાર છે. સાહિલે આ કેસની પીડિતા પહેલાં પણ 5-6 હિંદુ યુવતીઓને ફસાવી હતી. ગત વર્ષે એક હિંદુ સગીરાએ જ તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ થઈ હતી અને ત્યારબાદ અન્ય યુવતીઓએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

    તેમણે જણાવ્યું હતું કે, “સાહિલ શાળામાં ભણતી હિંદુ સગીરાઓને ફસાવતો હતો. અત્યારે પણ જે સગીરાનો મામલો સામે આવ્યો છે તે સગીરા 16 વર્ષની છે તથા શાળામાં ભણે છે. સાહિલ સગીરોની શાળાની આસપાસ આંટા મારીને સગીરાઓનો પીછો કરીને તેમને પ્રેમજાળમાં ફસાવતો હતો. પીડિતાને પણ એ જ રીતે ફસાવી હતી.”

    સગીરાના પિતાને પણ ધમકાવતો

    તેમણે આગળ કહ્યું કે, “સગીરાને સાહિલની વાસ્તવિકતાની જાણ થતાં તેણે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા તથા તેનો પરિવાર બીજે રહેવા જતો રહ્યો હતો. તેમ છતાં સાહિલ સગીરાના પિતાને ફોન કરતો અને ધમકાવતો હતો તથા વાત કરવા માટે દબાણ કરતો હતો.”

    હિંદુ સંગઠનના જણાવ્યા અનુસાર, આરોપી પીડિતાના પિતાને ધમકી આપતો હતો કે તેમની પુત્રી તેની સાથે વાત નહીં કરે તો તેમની સાથે કશુંક ખરાબ બનશે અને તેની માતાને પણ તે નુકસાન પહોંચાડશે તેવી ધમકી આપી હતી. તેમણે જણાવ્યા અનુસાર, સાહિલની ધમકીઓથી કંટાળીને સગીરાના પિતાએ હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કાર્યકર્તાઓએ તેમની સાથે પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હિંદુ સંગઠનના અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. ફરીથી કોઈ દીકરી સાથે આવી ઘટના ન બને એવો દાખલો બેસે એવી કડક સજા આરોપીને થવી જોઈએ.

    ગત વર્ષે પણ સાહિલ વિરુદ્ધ નોંધાયો હતો એક ગુનો

    ઉલ્લેખનીય બાબત છે કે સાહિલ ઇલિયાસ વિરુદ્ધ અગાઉથી જ POCSO અંતર્ગત ગુનો નોંધાયેલો છે. ગત વર્ષે પણ સાહિલ એક હિંદુ સગીરા સાથે બળાત્કાર કરવાના મામલે ઝડપાયો હતો. આ ઘટના પણ મોરબીમાં જ બની હતી. જે અંતર્ગત સાહિલ ઇલિયાસ માત્ર 16 વર્ષ 4 મહિનાની ઉંમરની હિંદુ સગીરાને ફસાવીને ઉપાડી ગયો હતો.

    આ મામલે સગીરાની માતાએ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં હાલ ટ્રાયલ ચાલી રહી છે. થોડા સમય પછી તે જામીન પર બહાર આવી ગયો હતો.

    સાહિલ વિરુદ્ધ મોરબીનાં બે પોલીસ મથકોમાં પોક્સો ઉપરાંત ચોરી, લૂંટ સહિતના 5 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં