Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફોટા વાયરલ કરવાનું કહીને બ્લેકમેઈલિંગ, જાનથી મારી નાંખવાની ધમકી: મોરબીમાં વધુ એક...

    ફોટા વાયરલ કરવાનું કહીને બ્લેકમેઈલિંગ, જાનથી મારી નાંખવાની ધમકી: મોરબીમાં વધુ એક હિંદુ યુવતીએ નોંધાવી ફરિયાદ, એજાઝ સામે FIR

    પોલીસે એજાઝ અલાઉદ્દીન હિંગળોજા સામે IPCની કલમ 354(A) (D) અને 506(2) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ માટે તજવીજ હાથ ધરી

    - Advertisement -

    મોરબી શહેરમાં વધુ એક હિંદુ યુવતી મુસ્લિમ યુવકની પ્રતાડનાનો શિકાર થઇ છે. શહેરના એ ડિવિઝન પોલીસ મથકે એક યુવતીએ એજાઝ નામના યુવક સામે ફોટા પાડી લીધા બાદ બ્લેકમેઈલ કરીને અશ્લીલ માંગણીઓ કરી નિકાહ માટે દબાણ કરવા અને તેણે ના પાડતાં જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. 

    પીડિત હિંદુ યુવતી મોરબી નજીકના માળિયાની રહેવાસી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું કે, હળવદના નવા દેવળિયા ગામના એજાઝ અલાઉદ્દીન હિંગળોજાએ આઠેક મહિના પહેલાં તેની સાથે મિત્રતા કેળવીને તેનો નંબર પણ મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીએ યુવતીને તેની એક બહેનપણી મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલી હોવાનું કહીને મળવા માટે બોલાવી હતી. જ્યાં આરોપીએ યુવતી સાથે સેલ્ફી અને ફોટો પાડી લીધા હતા. પોતાની પાસે યુવતીના ફોટો આવી જતાં એજાઝે બ્લેકમેઈલ કરવાનું શરૂ કરી દીધું હતું અને અલગ-અલગ જગ્યાએ બોલાવીને અડપલાં કરી નિકાહ માટે પણ દબાણ શરૂ કરી દીધું હતું. પરંતુ સામે યુવતીએ ના પાડી દેતાં યુવક વિફર્યો હતો અને પીડિતા અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    ત્રાસ વધી જતાં આખરે યુવતીએ પરિવારને જાણ કરી હતી અને તેમની સાથે મળીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જઈને એજાઝ સામે ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે એજાઝ અલાઉદ્દીન હિંગળોજા સામે IPCની કલમ 354(A) (D) અને 506(2) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. 

    - Advertisement -

    તાજેતરમાં આવા ત્રણ કિસ્સાઓ સામે આવ્યા હતા

    મોરબીમાં તાજેતરમાં જ આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અગાઉ હસન સંધી નામના એક ઈસમે હિંદુ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીએ પીડિતાના આપત્તિજનક ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપીને હવસ સંતોષી હતી. તે પહેલાં બિલાલ નામના એક ઈસમે હિંદુ સગીરાને ફોસલાવીને, ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.  આરોપીએ પીડિતાને ઉપાડી લઇ જઈને રેપ કર્યો હતો અને ત્યારબાદ ધમકી આપી હતી. પીડિત સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    તાજેતરમાં જ એક મુસ્તફા દલવાણી નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી, જેણે પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પર રેપ કર્યો હતો. એટલું જ નહીં, તે યુવતીને રમઝાનમાં રોજા રાખવા માટે પણ દબાણ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. હવે, આવો વધુ એક કિસ્સો નોંધાયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં