Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્યપ્રદેશમાં આદિવાસી સગીરા પર જંગલમાં બળાત્કાર કરનાર મોહસીન, રિયાઝ અને શહબાઝને આજીવન...

    મધ્યપ્રદેશમાં આદિવાસી સગીરા પર જંગલમાં બળાત્કાર કરનાર મોહસીન, રિયાઝ અને શહબાઝને આજીવન જેલની સજા, આર્થિક દંડ પણ ફટકાર્યો

    15 વર્ષીય પીડિતા જંગલમાં બળતણ માટે લાકડા વીણવા ગઈ હતી ત્યારે આ નરાધમોએ તેના પર સામુહિક બળાત્કાર આચર્યો હતો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં એક આદિવાસી સગીરા પર બળાત્કાર કરનાર મોહસીન, રિયાઝ અને શહબાઝને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 1 વર્ષથી ટ્રાયલ ચાલી રહી હતી. આ તમામ આરોપીઓ પર કોર્ટે 10-10 હજાર રૂપિયાનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. 15 વર્ષીય પીડિતા જંગલમાં બળતણ માટે લાકડા વીણવા ગઈ હતી ત્યારે આ નરાધમોએ તેના પર સામુહિક બળાત્કાર આચર્યો હતો.

    અહેવાલો અનુસાર MPમાં આદિવાસી સગીરા બળાત્કાર ગુજારવાની આ ઘટના શ્યોપુરના ગ્રામ્ય વિસ્તારની વિસ્તારની છે. ગયા વર્ષે 17 માર્ચ 2022ના રોજ કાલી તલાઈની રહેવાસી 15 વર્ષીય જનજાતિ સમુદાયની સગીરા જંગલમાં બળતણ વીણવા ગઈ હતી. આ દરમિયાન મોહસીન, શાહબાઝ અને રીયાઝ પણ તેની પાછળ ગયા હતા, અને મોકો જોઇને ત્રણેય નરાધમોએ બાળકી ઉપર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેમણે પીડિતાને ધમકી પણ આપી હતી. દરમિયાન પીડીતાનો ભાઈ ત્યાં આવી ચઢતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા, પરંતુ તેણે ભાગતા આ ત્રણેય નરાધમોના ફોટા પાડી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ પીડિતાના બાજુના ગામ બાલાપુરના રહેવાસી છે.

    ઘટના બાદ સગીરા ભાગીને ઘરે આવી ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાના પરિવારને જાણ કરતા પરિવાર ગ્રામજનો સાથે મળીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. પીડિતા પાસે ઓળખ પરેડ કરાવ્યા બાદ પોલીસે રીયાઝ, મોહસીન અને શાહબાઝ વિરુદ્ધ IPC કલમ 376D, 506 ઉપરાંત પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પ્રશાશને તે દરમિયાન આરોપીઓના ઘર પર બુલડોઝર એક્શન લઈને તોડી પડયા હતા. તે દરમિયાન ઘટનાના વિરોધમાં સાંપ્રદાયિક તણાવ પણ વધી ગયો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ આખી ઘટનામાં પોલીસની કામગીરી પણ પ્રસંશનીય રહી હતી, પોલીસે માત્ર 8 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. જેના કારણે તત્કાલીલ કેસની સુનાવણી શરૂ થઈ શકી હતી. કોર્ટમાં પીડિતાએ પોલીસને આપેલા પોતાના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું. દરમિયાન ગ્વાલિયર હાઈકોર્ટના વકીલ બી કે શર્માએ પીડિતાના પરિવારનો કેસ મફતમાં લડવાની જાહેરાત કરી હતી અને આખો કેસ પણ લડ્યો હતો. પોલીસે જરૂરી પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આખરે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને લઈ આરોપીઓને સજાને પાત્ર ગણીને કોર્ટે શાહબાઝ, મોહસીન અને રિયાઝને 17 માર્ચ 2023ના રોજ તેમના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી અને પ્રત્યેકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હાલ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં