ઝારખંડના ગિરિડીહમાં શાળાના મુખ્ય શિક્ષક મો.અબ્દુલે વિદ્યાર્થીને માર માર્યો કારણ કે તેણે બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઝારખંડમાં, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક સરકારી શાળાઓને બળજબરીથી ઉર્દૂ શાળાઓમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો, તો કેટલીકવાર શાળાની અંદર કરવામાં આવતી પ્રાર્થનાને પણ બદલી નાખવામાં આવી હોય, તેમજ હાથ મિલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવા સમાચાર વેગ પકડી રહ્યા છે. આ બધાં વચ્ચે ફરી એકવાર ગિરિડીહ જિલ્લાની પાલમો પંચાયતમાંથી આવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જે કહેવા માટે પૂરતા છે કે ઝારખંડમાં કટ્ટરપંથીઓનું મનોબળ સાતમા આસમાન પર છે.
#Jharkhand: In Giridih, a minor of class 4 was brutally assaulted by school’s headmaster #MohammadAbulKalam for writing #JaiShriRam on the blackboard.
— Organiser Weekly (@eOrganiser) July 14, 2022
એક મીડિયા રીપોર્ટ પ્રમાણે 9 જુલાઈએ ગિરિડીહના સદર બ્લોક હેઠળની પાલમો પંચાયતની અપગ્રેડ મિડલ સ્કૂલની અંદર એક બાળકને માર મારવામાં આવ્યો હતો, કારણ કે તેણે 8 જુલાઈએ સ્કૂલના બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. મારપીટનો આરોપ શાળાના મુખ્ય શિક્ષક મોહમ્મદ અબ્દુલ કલામ પર છે. જોકે વધુ મારના ડરથી તે વિદ્યાર્થીએ તેના પરિવારજનોને ઘટના વિષે જણાવ્યું ન હતું, પરંતુ બાળકની માનસિક સ્થિતિ જોઈને જ્યારે પરિવારજનોએ તેની પૂછપરછ કરી તો તેણે બધી વાત જણાવી હતી.
આ પછી 13મી જુલાઈના રોજ શાળામાં સ્થાનિક ગ્રામજનોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઈન્ચાર્જ હેડમાસ્ટર અબ્દુલ કલામ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સહિત તે પંચાયતના ઘણા અગ્રણી લોકો સહિત ડઝનેક લોકોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન ઘણા બાળકોના વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મુખ્ય શિક્ષક અબ્દુલ કલામ તેમના બાળકો દ્વારા શાળામાં સફાઈ કરાવે છે અને બાળકોને શૌચાલયના પાણીથી ધોઈ નાખવામાં આવે છે.
એક ન્યુઝ એજન્સીના અહેવાલમાં જણાવ્યાં અનુસાર કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મુખ્ય શિક્ષકના આ કૃત્યથી લોકો ગુસ્સે થઈ રહ્યા હતા, પરંતુ ત્યાં હાજર ઘણા પ્રબુદ્ધ લોકોએ તેમને સમજાવીને શાંત કર્યા. મામલો વધતો જોઈને સ્થાનિક મુફસ્સીલ પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી, જેથી મામલો આગળ ન વધે. આ સાથે આ બાબતની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પુષ્પા કુજુરને પણ આપવામાં આવી હતી. આ પછી જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલાની તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ બાબતે ઝારખંડ બીજેપીના પ્રદેશ પ્રવક્તા અવિનેશ કુમારે કહ્યું કે વર્તમાન રાજ્ય સરકાર જે રીતે સમગ્ર ઝારખંડમાં ઉગ્રવાદીઓનું મનોબળ વધારવાનું કામ કરી રહી છે તે જોતા કહી શકાય કે આવનારા સમયમાં ત્યાં પણ ઉગ્રવાદીઓનું મનોબળ વધારવાનું કામ કરવામાં આવશે. ઝારખંડમાં પણ તાલિબાન શાસન છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી હેમંત સોરેનના ગૃહ જિલ્લા દુમકામાં શાળાઓને ઉર્દૂ શાળાઓમાં પરિવર્તિત કરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 33થી વધુ શાળાઓ મળી આવી છે જે સરકારી હોવા છતાં રવિવાર નહીં પણ શુક્રવારે એટલે કે જુમ્માની રજાઓ આપતી જોવા મળી હતી, આ પહેલા ગઢવામાં, મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ શાળાની પ્રાર્થના, કે જે વર્ષોથી કરવામાં આવે છે, તે બદલી નાખી છે. તેઓએ કહ્યું કે આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની 75% વસ્તી છે, તેથી પ્રાર્થના ‘તેમના અનુસાર’ હોવી જોઈએ. શાળા પ્રશાસને પણ દબાણને વશ થઈને પ્રાર્થના બદલી હતી.