Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆઈઈડી બનાવતા શીખી રહ્યો હતો આતંકી નદીમ, પાકિસ્તાનના આકાએ આપ્યો હતો નૂપુરની...

    આઈઈડી બનાવતા શીખી રહ્યો હતો આતંકી નદીમ, પાકિસ્તાનના આકાએ આપ્યો હતો નૂપુરની હત્યાનો આદેશ: તપાસમાં ખુલાસો

    આતંકવાદી મોહમ્મદ નદીમની ઉત્તર પ્રદેશના સહારનપુરથી ધરપકડ કરી લેવામાં આવી હતી, જેની પૂછપરછ-તપાસમાં વધુ ખુલાસા થયા છે.

    - Advertisement -

    ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યા કરવાના ઇરાદે ફરતા આતંકવાદીની ધરપકડ બાદ આ મામલે વધુ ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આતંકવાદી નદીમ પાકિસ્તાની આતંકવાદી સૈફુલ્લાહ સાથે સંપર્કમાં હતો અને તેણે જ તેને નૂપુર શર્માની હત્યાનો આદેશ આપ્યો હતો. 

    આજતકના એક રિપોર્ટમાં આ મામલે જાણકારી આપવામાં આવી છે. જે અનુસાર, નદીમ સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ થકી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના સંર્પકમાં તહેતો હતો. પાકિસ્તાનના સૈફુલ્લાહે તેને આઈઈડી બનાવવા માટેનું સાહિત્ય પણ મોકલ્યું હતું અને ચાકુથી પીઠ પાછળ હુમલો કરવા માટેની તાલીમ પણ આપી હતી. 

    યુપી એટીએસે જણાવ્યું છે કે, પાકિસ્તાની નંબર પરથી નદીમને 70 પાનાંની એક બુકલેટ મોકલવામાં આવી હતી. જેની મદદથી તે આઈઈડી બનાવવાનું શીખી રહ્યો હતો. યૂપો પોલીસે નદીમના પીડીએફ ફોર્મેટમાં મોકલવામાં આવેલ ફિદાયીન બનવાનું કોર્સ મટિરિયલ જપ્ત કર્યું છે. નદીમેં બનાવેલા ટેલિગ્રામ ગ્રુપમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને સીરિયાના પણ નંબર જોડાયેલા હતા. 

    - Advertisement -

    નદીમના મોબાઈલમાંથી સૈફુલ્લાહ સાથેની તેમની લાંબી ચેટ પણ મળી આવી છે. જેમાં ઘણી જગ્યાએ તેણે કોડવર્ડનો ઉપયોગ કર્યો છે. જેને ડિકોડ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ ઉપરાંત, પાકિસ્તાની હેન્ડલરે નદીમને કેટલીક લોક્ડ પીડીએફ ફાઈલ પણ મોકલી હતી, જેને અનલૉક કરવા માટે એટીએસની ટીમ પ્રયાસ કરી રહી છે. 

    વર્ષ 2018માં નદીમનો સંપર્ક એક જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી સાથે થયો હતો. તેણે તેનો સંપર્ક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડી આપ્યો હતો. જે બાદ નદીમનો સંપર્ક સૈફુલ્લાહ સાથે થયો હતો, જેણે તેને જેહાદી સાહિત્ય આપ્યું હતું. નદીમે જેહાદ માટે અફઘાનિસ્તાન જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તે પાકિસ્તાનથી મોકલવામાં આવેલ જેહાદી સાહિત્ય વાંચીને ફિદાયીન હુમલાની તૈયારી કરી રહ્યો હતો. 

    યુપી એટીએસ અનુસાર, સૈફુલ્લા પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈના ઈશારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં નવું મોડ્યુલ બનાવી રહ્યો હતો. જેની જવાબદારી નદીમને સોંપવામાં આવી હતી. તેણે નદીમને એક ફેક ફેસબુક આઈડી પરથી મેસેન્જરમાં અનેક વિડીયો ક્લિપ પણ મોકલી હતી, જેના થકી નવયુવાનોના બ્રેનવૉશ થઇ શકે અને તેમને કટ્ટર બનાવી શકાય. 

    યુપી એટીએસે બાતમીના આધારે શુક્રવારે (12 જુલાઈ 2022) ઉત્તર પ્રદેશના સહારનપુરના એક ગામમાંથી આતંકવાદી નદીમની ધરપકડ કરી લીધી હતી. જે જૈશ-એ-મોહમ્મદ અને તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન જેવાં આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હતો. જેમણે તેને નૂપુર શર્માની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. 

    આતંકવાદીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ UAPA હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ આજે તેને NIA-ATS સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં