Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબ AAPના મુખ્યમંત્રીને વલસાડના મતદારોએ મિજાજ બતાવ્યો, ઉમરગામ ખાતે ભગવંત માનની રેલીમાં...

    પંજાબ AAPના મુખ્યમંત્રીને વલસાડના મતદારોએ મિજાજ બતાવ્યો, ઉમરગામ ખાતે ભગવંત માનની રેલીમાં મોદી-મોદીના નારા લાગ્યા; આ પહેલા પણ આવું બન્યું છે

    આમ આદમી પાર્ટીના કોઈ મોટા નેતા સામે આ પ્રકારે મોદી મોદીના નારા લાગવા તે કોઈ નવી વાત નથી, આ પહેલા પણ આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે, અરે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ તેમાંથી બાકાત નથી.

    - Advertisement -

    પંજાબ AAPના મુખ્યમંત્રી હાલ ગુજરાતમાં અગામી ચૂંટણી માટે પ્રચાર કરવા આવ્યાં છે, પણ વલસાડમાંજ તેમને ગુજરાતના મતદારોનો મિજાજ જોવા મળ્યો હોય તેવી ઘટના ઘટી છે, વાસ્તવમાં ઉમરગામ ખાતે ભગવંત માનની રેલીમાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાના અહેવાલો સામે આવ્યાં છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પંજાબ AAPના મુખ્યમંત્રીનો એક રોડ શો યોજાયો હતો, જે દરમિયાન ઉમરગામ ખાતે ભગવંત માનની રેલીમાં મોદી-મોદીના નારા લગ્યા હતા.

    અહેવાલો અનુસાર ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલ 2017માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અને આ વખતે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમરગામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. અ દરમિયાન તેમના સમર્થનમાં યોજાયેલી ભગવંત માનની રેલીમાં મોદી-મોદીના નારા લગ્યા હતા. આ રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર અશોક પટેલ પણ જોડાયા હતા, આ દરમિયાન ભગવંત માન ના સંબોધન વખતેજ કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ મોદી મોદીના નારા લગાવતા લોકોને દૂર કર્યા હતા.

    પોતાના સંબોધન વખતે લોકોએ મોદી મોદીના નારા લગાવતા ભગવંત માન પણ ચોંકી ગયા હતા અને એ અંગે ટિપ્પણી પણ કરી હતી. આમ આદમી પાર્ટીના ઉમરગામમાં યોજાયેલા રોડ શોમાં ભગવંત માને ઉપસ્થિત લોકોને આ વખતે બદલાવ માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સમર્થન કરવા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલને વિજય અપાવવા માટે લોકોને અપીલ કરી હતી.

    - Advertisement -

    આ પહેલા પણ AAP સાથે આવું થઇ ચુક્યું છે

    આમ આદમી પાર્ટીના કોઈ મોટા નેતા સામે આ પ્રકારે મોદી મોદીના નારા લાગવા તે કોઈ નવી વાત નથી, આ પહેલા પણ આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે, અરે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ તેમાંથી બાકાત નથી, એક વાર વડોદરા એરપોર્ટ પર જ તેમના સ્વાગતમાં મોદી મોદીના નારા લગતા જોવા જેવી થઇ હતી.

    ત્યાર બાદ ચીખલી ખાતે પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચીખલીમાં સભા સંબોધવા માટે જઈ રહ્યા હતા ત્યારે સભા સ્થળે જતા તેમના કાફલાનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવીને, મોદી-મોદીના નારા લગાવીને તેમનો વિરોધ કર્યો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં