કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાજપ પક્ષ એટલો નીચો ગયો છે કે તે કોંગ્રેસ અધ્યક્ષને મારવા માંગે છે.
સુરજેવાલાએ મીડિયામાં કહ્યું કે, કર્ણાટકની જનતા કોંગ્રેસ પર પોતાનો પ્રેમ વરસાવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ફગાવી દીધી છે. પાર્ટી આ વાત પચાવી શકી નથી. એટલા માટે તે કોંગ્રેસ અધ્યક્ષ અને તેમના પરિવારની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
Intimidated by the all-round blessing of Kannadigas being showered on the Congress Party and facing a complete rout in the ensuing assembly elections, the BJP and its leadership are now resorting to hatching a “murder plot” to kill AICC President Shri Mallikarjun Kharge, his wife… pic.twitter.com/adiSeWEx9h
— Congress (@INCIndia) May 6, 2023
પોતાની પ્રેસ કોન્ફરન્સમાં રેકોર્ડિંગ વગાડ્યું અને દાવો કર્યો કે તે ચિત્તપુરના ભાજપના ઉમેદવારનો અવાજ હતો. સુરજેવાલાએ કહ્યું કે આ વ્યક્તિ પીએમ મોદી અને સીએમ બસવરાજ બોમાઈ બંનેની નજીક છે. તેમણે કહ્યું કે “કર્ણાટકના પુત્ર મલ્લિકાર્જુન ખડગે માટે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારમાં એક પ્રકારની નફરત છે. દલિત પરિવારમાં જન્મેલા ગરીબ કારખાનાના કામદાર મલ્લિકાર્જુન ખડગે આખરે કોંગ્રેસ અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા તે ભાજપ સહન કરી શકતું નથી.”
તેમણે કહ્યું કે “27 ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકે જોયું કે કેવી રીતે પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કર્યું. ત્યારબાદ 2 મેના રોજ બીજેપી ધારાસભ્ય મદન દિલાવરે મલ્લિકાર્જુનના મૃત્યુની શુભેચ્છા પાઠવતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ 80 વર્ષના છે, ભગવાન તેમને ગમે ત્યારે બોલાવી શકે છે.” ત્યારે સુરજેવાલાએ ભારપૂર્વક કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસ અધ્યક્ષ અને તેમની પત્ની તેમના પરિવારની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. “ભાજપની હતાશા અને નફરત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે,” તેમણે કહ્યું.
10 મે ના રોજ કર્ણાટકમાં છે વિધાનસભા ચૂંટણી
નોંધનીય છે કે કર્ણાટક ચૂંટણી પહેલા રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. 10 મેના રોજ મતદાન થવાનું છે અને 13 મેના રોજ પરિણામ આવશે. અગાઉ ઓપિનિયન પોલ્સે પોતાના અંદાજો આપ્યા છે. કેટલાક પોલમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બતાવવામાં આવી છે, તો કેટલાકમાં કોંગ્રેસ જીતી શકે છે તેવું કહેવામાં આવ્યું છે.
તાજેતરમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા બાદ રાજ્યમાં હોબાળો થયો હતો. તેમાં તેમણે બજરંગ દળ પર પ્રતિબંધની વાત કરી હતી. જો કે, બાદમાં કોંગ્રેસના નેતાઓએ કહેવાનું શરૂ કર્યું કે રાજ્ય સરકાર આ કરી શકે નહીં.