Monday, November 4, 2024
More
    હોમપેજદેશવોટના બદલે નોટના કિસ્સામાં ધારાસભ્ય હોય કે સાંસદ, કોઈને નહીં મળે રાહત:...

    વોટના બદલે નોટના કિસ્સામાં ધારાસભ્ય હોય કે સાંસદ, કોઈને નહીં મળે રાહત: સુપ્રીમ કોર્ટે પોતાનો 26 વર્ષ જૂનો નિર્ણય ફેરવ્યો, PM મોદીએ કહ્યું- ‘સ્વાગતમ’

    સાંસદો અને ધારાસભ્યોને લઈને સંભળાવવામાં આવેલા નિર્ણયનું વડાપ્રધાન મોદીએ સ્વાગત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, "સ્વાગતમ. સુપ્રીમ કોર્ટે એક મહાન નિર્ણય લીધો છે, જે સ્વચ્છ રાજનીતિને સુનિશ્ચિત કરશે."

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે સોમવારે (4 માર્ચ, 2024) વોટના બદલે નોટના કિસ્સામાં પોતાના જ 26 વર્ષ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કોર્ટે લાંચ કેસમાં સાંસદોને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ ભ્રષ્ટાચારના મામલામાં કોઈને પણ મુક્તિ આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના 1998ના નિર્ણયને ફેરવતા, સાત જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે, જો સાંસદો ગૃહમાં ભાષણ આપવા અથવા મત આપવા માટે પૈસા લે છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

    પોતાનો નિર્ણય આપતી વખતે કોર્ટે કલમ 105નો ઉલ્લેખ કર્યો હતો. સાતેય ન્યાયાધીશોએ સર્વસંમતિથી કહ્યું કે લાંચ અને ભ્રષ્ટાચારમાં કોઈને પણ છૂટ નથી, પછી તે સાંસદ હોય કે ધારાસભ્ય. તેમણે કહ્યું કે જો સાંસદો અને ધારાસભ્યો લાંચને પ્રોત્સાહન આપશે તો તેનાથી લોકશાહીનો નાશ થશે.

    1998ના નિર્ણયમાં મળી હતી છૂટ

    નોંધનીય છે કે, વર્ષ 1998માં પીવી નરસિમ્હા રાવ વિરુદ્ધ CBI કેસમાં એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે, સાંસદોને વોટના બદલે નોટના કેસમાં કાર્યવાહીથી રાહત આપવામાં આવશે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટમાં CJI ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું છે કે, તે પીવી નરસિમ્હા રાવ કેસના ચુકાદાથી અસહમત છે. જે બાદ સુપ્રીમ કોર્ટે જૂના ચુકાદાને ફેરવી નાખ્યો છે.

    - Advertisement -

    સાંસદો અને ધારાસભ્યોને લઈને સંભળાવવામાં આવેલા નિર્ણયનું વડાપ્રધાન મોદીએ સ્વાગત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “સ્વાગતમ. સુપ્રીમ કોર્ટે એક મહાન નિર્ણય લીધો છે, જે સ્વચ્છ રાજનીતિને સુનિશ્ચિત કરશે અને લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ વધારશે.”

    MP-MLAને કોઈ છૂટ નહીં

    સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, આજે સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. આ દરમિયાન કોર્ટે જૂના નિર્ણયને પણ પલટી નાખ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ધારાસભ્ય પૈસા માટે સવાલ પૂછે છે અથવા પૈસા માટે કોઈને કોટ કરે છે તો તેને કોઈ પણ પ્રકારની ઈમ્યુનિટી નહીં મળે. ન તો તેને કોઈ પ્રોટોકોલ મળશે પરંતુ તેની સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં વોટના બદલે નોટનો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે મહુઆ મોઈત્રાનો કેસ બધાની સામે આવ્યો હતો. મહુઆ મોઈત્રા પર પણ આરોપ લાગ્યો હતો કે, તેમણે મોંઘી-મોંઘી ભેટ લઈને સંસદમાં કેટલાક સવાલો કર્યા હતા. ભાજપના નેતા નિશિકાંત દુબે દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ, તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપો સાચા હોવાનું જણાયું હતું અને આખરે મહુઆ મોઈત્રાએ તેમનો સાંસદનો દરજ્જો ગુમાવવો પડ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં