Saturday, July 27, 2024
More
    હોમપેજદુનિયા‘ભારત તો પૈસા ખર્ચીને જઈ રહ્યું છે, આપણે તો પહેલેથી જ ચંદ્ર...

    ‘ભારત તો પૈસા ખર્ચીને જઈ રહ્યું છે, આપણે તો પહેલેથી જ ચંદ્ર પર છીએ’: કંગાળ પાકિસ્તાનની હાલતની તેના જ નાગરિકે ઉડાવી મજાક, વિડીયો થઇ ગયો વાયરલ

    પાકિસ્તાનના યુ-ટ્યુબરોના વિડીયો ભારતમાં પણ વાયરલ થતા રહેતા હોય છે. આવા જ એક યુટ્યુબર શોએબ ચૌધરીએ પાકિસ્તાનના કોઈક શહેરમાં ફરીને ચંદ્રયાનની સફળતા વિશે ત્યાંના નાગરિકોના મત લીધા હતા.

    - Advertisement -

    ઈસરોએ મોકલેલું ચંદ્રયાન સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરી ચૂક્યું છે અને હવે તો કામ પણ શરૂ કરી દીધું છે. બુધવારે (23 ઓગસ્ટ, 2023) લેન્ડરના સફળ લેન્ડિંગ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પહેલો દેશ બન્યો હતો. જેની ઉપર ભારત જ નહીં પણ વિદેશોમાંથી પણ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. પાકિસ્તાનના એક યુવકે આવી જ રીતે પ્રતિક્રિયા આપી, જે વિડીયો વાયરલ થઇ ગયો. 

    પાકિસ્તાનના યુ-ટ્યુબરોના વિડીયો ભારતમાં પણ વાયરલ થતા રહેતા હોય છે. આવા જ એક યુટ્યુબર શોએબ ચૌધરીએ પાકિસ્તાનના કોઈક શહેરમાં ફરીને ચંદ્રયાનની સફળતા વિશે ત્યાંના નાગરિકોના મત લીધા હતા. જેના સવાલનો જવાબ આપતાં એક પાકિસ્તાની યુવકે કહ્યું કે, એક દિવસ પાકિસ્તાન આખા વિશ્વ પર હકુમત કરશે જ્યારે બાકીના બધા ચંદ્ર પર ચાલ્યા ગયા હશે. હૈદર નામનો આ યુવક પોતાના જ દેશ પર કટાક્ષ કરતો જોવા મળે છે. 

    શોએબ ચૌધરી ‘રિયલ એન્ટરટેન્મેન્ટ ટીવી’ નામે એક ચેનલ ચલાવે છે, જેના 8 લાખ સબસ્ક્રાઇબર્સ છે. હૈદરે તેને કહ્યું કે, ભારત તો પૈસા ખર્ચીને ચંદ્ર પર જઈ રહ્યું છે, પણ આપણે તો પહેલેથી જ ચાંદ પર છીએ. જેની ઉપર શોએબને આશ્ચર્ય થતાં તે કહે છે કે, આપણે તો ચાંદ પર નથી! જેના જવાબમાં હૈદરે તેને સમજ પાડી હતી. જે રસપ્રદ છે. 

    - Advertisement -

    હૈદરે કહ્યું કે, “તમે મને કહો કે ચંદ્ર પર શું એવું છે જે પાકિસ્તાનમાં નથી? ચંદ્ર પર પાણી છે? નથી. અહીં પણ નથી. ત્યાં ગેસ છે? અહીં પણ નથી. ત્યાં વીજળી છે? અહીં પણ નથી.” ટૂંકમાં પાકિસ્તાની યુવક કહેવા માગતો હતો કે પાકિસ્તાન એ હદે કંગાળ થઇ ગયું છે કે જેમ ચંદ્ર પર કશું જ નથી તેમ અહીં પણ જીવવા માટે કંઈ બાકી વધ્યું નથી. 

    શોએબ ચૌધરીની યુ-ટ્યુબ ચેનલ પર ભારતને લઈને બનાવવામાં આવતા કન્ટેન્ટની ભરમાર છે. જેમાં તે સામાન્ય લોકોની પ્રતિક્રિયા લેતો હોય છે. જોકે, પાકિસ્તાનમાં આવી અનેક ચેનલો છે. ત્યાં પણ વડાપ્રધાન મોદીના પ્રશંસકો મળી રહે છે. ગયા વર્ષે આવો જ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં એક યુવક PM મોદીનાં મોંફાટ વખાણ કરતો જોવા મળ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં