Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રશાસન દ્વારા મનાઈ હોવા છતાં રેલી કરવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી...

    પ્રશાસન દ્વારા મનાઈ હોવા છતાં રેલી કરવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલને જેલની સજા

    કોંગ્રેસના સમર્થન ધરાવતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને NCPના નેતા રેશમા પટેલને મહેસાણાની અદાલતે 2017ના કેસમાં ત્રણ મહિનાની જેલની સજા તેમજ દંડ ફટકાર્યો છે.

    - Advertisement -

    વગર પરવાનગીએ રેલી કરવા બદલ મહેસાણાની કોર્ટે કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલને જેલની સજા ફટકારી છે. આજે મેવાણી અને પટેલ સહીત કુલ 9 વ્યક્તિઓને આ સજા આપવામાં આવી છે અને તે ઉપરાંત દરેક ગુનેગાર પર રૂ.1000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જુલાઈ 2017માં મહેસાણાથી રેલી કરવા માટે ગેરકાયદેસર ભેગા થવા બદલ આ તમામ પર આપરાધિક મામલો નોંધવામાં આવ્યો હતો અને આ જ મામલે આજે કોર્ટે સજાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોગ્રેસી નેતા કનૈયા કુમાર પર આ જ મામલે અલગથી કાર્યવાહી ચાલી રહી છે.

    જીગ્નેશ મેવાણી જેઓ કોંગ્રેસના સમર્થિત MLA છે તેમની ઉપરાંત રેશમા પટેલ અને સુબોધ પરમાર જેઓ NCPના સભ્યો છે તેમને આ સજા ફરમાવવામાં આવી છે. જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલને જેલની સજા ફટકારતા સમયે અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જેએ પરમારે નોંધ્યું હતું કે, “રેલી કરવી અપરાધ નથી, પરંતુ વગર અનુમતીએ રેલી કરવી એ અપરાધ છે અને અવમાનનાને પણ ક્યારેય સહન નહીં કરવામાં આવે.”

    ઉના ઘટનાના પ્રથમ વર્ષે જીગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી ‘આઝાદી કુચ’ રેલીનું આયોજન કર્યું હતું અને તેનું નેતૃત્ત્વ પણ કર્યું હતું. આ રેલી માટે પ્રશાસને અનુમતી આપી ન હતી. આથી મહેસાણા પોલીસે આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 143 હેઠળ ગેરકાયદે સભા ભરવાનો મામલો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે કુલ 12 વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ ફાઈલ કરી હતી.

    - Advertisement -

    આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના નેતા અને જવાહરલાલ નહેરુ  યુનિવર્સીટીના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પણ સામેલ હતા. તેઓ પણ આ આરોપીઓમાંથી એક છે, પરંતુ તેમના પર અલગથી કેસ ચાલી રહ્યો છે કારણકે અદાલત દ્વારા જ્યારે આરોપીઓ પર આરોપ નક્કી કરવામાં આવી રહ્યા હતા ત્યારે કનૈયા કુમાર ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ અદાલતે મેવાણી સહીત 10 આરોપીઓ પર સુનાવણી શરુ કરી દીધી હતી.

    હમણાંજ આસામમાં જેલમાંથી છૂટીને ગુજરાત આવ્યા છે જીગ્નેશ મેવાણી

    હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટના મામલે આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને હજી થોડા દિવસ અગાઉજ જામીન મળ્યા હતા. તેમ છતાં જીગ્નેશ મેવાણી પર આસામ પોલીસની મહિલા પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કરવામાં મામલે ફરીથી ધરપકડ થતાં તેમને ફરીથી જેલમાં નાખવામાં આવ્યા હતા. આ મામલામાં પણ મેવાણીને જામીન મળી ગયા છે, પરંતુ આ બંને મામલાઓ વિરુદ્ધ આસામ સરકારે ગુવાહાટી હાઈકોર્ટમાં અપીલ કરી છે જેની સુનાવણી 27 મે ના રોજ થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં