Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં મોતને ભેટેલો પરિવાર મૂળ મહેસાણાનો, બોટ પલટી ખાઈ...

    અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં મોતને ભેટેલો પરિવાર મૂળ મહેસાણાનો, બોટ પલટી ખાઈ જતાં સર્જાઈ હતી દુર્ઘટના

    આ પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના માણેકપુરા ગામનો હતો. મૃતકોમાં માતા-પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ મૃતકોમાં એક પરિવાર ગુજરાતી હોવાનું પણ સામે આવ્યું હતું. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા જતા તેમની બોટ પલટી ગઈ હતી. હવે કેનેડા પોલીસે આ પરિવારની ઓળખ જાહેર કરી છે.

    હતભાગી પરિવાર મહેસાણાનો હતો

    રિપોર્ટ મુજબ, આ પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના માણેકપુરા ગામનો હતો. મૃતકોમાં માતા-પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. પરિવાર અમેરિકામાં ઘૂસવા માટે કેનેડા-યુએસ બોર્ડર પર બોટ મારફતે સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ગુરુવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા.

    - Advertisement -

    કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યાં છે તે મુજબ મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નો સમાવેશ થાય છે. તો પત્ની દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી (ઉં.45) હજુ લાપતા છે. તેમના મૃત્યુના સમાચાર મળતાં જ માણેકપુરમાં શોકનો માહોલ છવાયો છે. અમેરિકાની એક્વેસ્ને મોહૉકના પોલીસ વડાએ જણાવ્યું કે એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન મૂળનો છે. આ તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

    રિપોર્ટ મુજબ, જાન્યુઆરીથી અત્યારસુધીમાં લગભગ 80 લોકો મોહૉક ક્ષેત્રના માધ્યમથી ગેરકાયદેસર રીતે કેનેડા કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના ભારતીય અથવા રોમાનિયન મૂળના છે.

    યુએસ જવાની જીદ ભારે પડી

    બુધવારે મૂળ રોમાનિયન અને ભારતીય પરિવાર બોટ મારફતે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એવામાં હવામાન પલટાયું હતું. ભારે પવન અને વાવાઝોડાંના કારણે બોટ નદીમાં પલટી ખાઈ ગઈ હતી. હાલ બોટનો માલિક પણ ગુમ છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આઠ મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમની પાસે કેનેડિયન પાસપોર્ટ મળી આવ્યા હતા.

    ડિંગુચાનો પરિવાર પણ કાળને ભેટ્યો હતો

    નોંધનીય છે કે આ પહેલા કલોલના ડિંગુચાનો પટેલ પરિવાર પણ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયત્ન કરતી વખતે કાળને ભેટ્યો હતો. કેનેડા-યુએસની સરહદે ભારે ઠંડીમાં થીજી જતાં પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા હતા જેમાં 11 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરાનો સમાવેશ થાય છે. આ મામલે ઘૂસણખોરી કરાવનારા એજન્ટો પર સકંજો કસાયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં