Sunday, November 24, 2024
More
    હોમપેજદેશ‘સેના તરફથી ₹98 લાખ મળ્યા, રાજકારણ ન થવું જોઈએ’: રાહુલ ગાંધીએ શૅર...

    ‘સેના તરફથી ₹98 લાખ મળ્યા, રાજકારણ ન થવું જોઈએ’: રાહુલ ગાંધીએ શૅર કરેલા વિડીયોમાં ભ્રામક દાવા બાદ બલિદાની અગ્નિવીરના પરિવારની સ્પષ્ટતા, સેનાએ પણ ખોલી હતી જુઠ્ઠાણાંની પોલ

    વીરગતિ પામેલા અગ્નિવીરના પરિવારને કેન્દ્ર સરકારે કોઇ આર્થિક સહાય ન કરી હોવાના રાહુલ ગાંધીના ખોટા દાવાનું સ્વયં ભારતીય સેનાએ ‘ફેક્ટચેક’ કર્યા બાદ હવે જવાનના પરિવારે જ સત્ય સામે મૂક્યું.

    - Advertisement -

    વીરગતિ પામેલા અગ્નિવીરના પરિવારને કેન્દ્ર સરકારે કોઇ આર્થિક સહાય ન કરી હોવાના રાહુલ ગાંધીના ખોટા દાવાનું સ્વયં ભારતીય સેનાએ ‘ફેક્ટચેક’ કર્યા બાદ હવે જવાનના પરિવારે જ સત્ય સામે મૂક્યું છે. મૃતક અગ્નિવીરના પિતાએ કેમેરા સામે જણાવ્યું કે, તેમને અત્યાર સુધીમાં ₹98 લાખ મળી ચૂક્યા છે અને ભારતીય સેના બાકીની રકમ પણ જલ્દીથી જ મોકલશે. આ વિષય પર રાજકારણ ન કરવું જોઈએ તેમ પણ તેમણે કહ્યું હતું. 

    નોંધવું જોઈએ કે બુધવારે (3 જુલાઈ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને રક્ષા મંત્રી રાજનાથ સિંઘ પર સંસદમાં ખોટું બોલવાના આરોપ લગાવી દીધા અને દાવો કર્યો કે તેમના દાવા અનુસાર વીરગતિ પામેલા અગ્નિવીરના પરિવારને કેન્દ્ર સરકાર તરફથી કોઇ આર્થિક સહાય મળી નથી. આ વાત તેમને સ્વયં મૃતક જવાનના પિતાએ જણાવી હોવાનું કહીને સાથે એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો. 

    વિડીયો ક્લિપમાં અગ્નિવીરના પિતા કહેતા જોવા મળે છે કે, તેમના પરિવારને હજુ સુધી કોઈ આર્થિક સહાય મળી નથી. આગળ કહે છે કે, “રાજનાથ સિંઘે  નિવેદન આપ્યું હતું કે, શહીદના પરિવારને 1 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે, પરંતુ અમને કોઇ મેસેજ પણ ન આવ્યો કે ન પૈસા મળ્યા. રાહુલ ગાંધી ગૃહમાં (સંસદમાં) અમારો અવાજ ઉઠાવી રહ્યા છે. શહીદોના પરિવારને પૂરતી સહાય મળવી જોઈએ. અગ્નિવીર યોજના બંધ થવી જોઈએ અને નિયમિત ભરતી થવી જોઈએ.”

    - Advertisement -

    ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, રક્ષામંત્રીએ શહીદ અગ્નિવીરના પરિવાર, અગ્નિવીરો, સેના અને દેશના યુવાનોને જૂઠું કહ્યું છે. તેમણે આ તમામની માફી માંગવી જોઈએ. 

    જોકે, રાહુલ ગાંધીનું આ તરકટ વધુ લાંબો સમય ટકી શક્યું નહીં અને તુરંત ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી હતી કે વીરગત અગ્નિવીરના પરિવારને ₹98 લાખ રૂપિયા પહોંચી ચૂક્યા છે અને બાકીની રકમ (₹67 લાખ) પણ જલ્દીથી અપાશે. સેનાના PR વિભાગના અધિકારિક અકાઉન્ટ પરથી આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી હતી. હવે વિરગત જવાનના પરિવારે જ જુઠ્ઠાણાંની પોલ ખોલી છે. 

    આ સિવાય સેના દ્વારા જે રકમ ચૂકવવામાં આવી હતી તેની વિગતો પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટ જણાય છે કે વીરગત અગ્નિવીરના પરિજનોને આર્થિક સહાય મોકલી આપવામાં આવી હતી. આ દેખીતા સત્ય છતાં રાહુલ ગાંધીએ પોતાના રાજકીય ફાયદા માટે જુઠ્ઠાણું ચલાવ્યું હતું, જેની આખરે પોલ ખુલી ગઈ. હવે સોશિયલ મીડિયા પર લોકો સેના વિરુદ્ધ અપપ્રચાર કરવા બદલ અને દેશના યુવાનોએ ભરમાવવા બદલ રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં