Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબમાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ: જાહેરમાં તલવાર વડે યુવકની આંગળીઓ કાપી, વિડીયો વાયરલ

    પંજાબમાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ: જાહેરમાં તલવાર વડે યુવકની આંગળીઓ કાપી, વિડીયો વાયરલ

    યુવક વારંવાર કરગરતો અને તેમ ન કરવાનું કહેતો જોવા મળે છે પરંતુ તેમ છતાં એક શખ્સ તલવાર વડે તેની આંગળીઓ કાપી નાંખે છે.

    - Advertisement -

    પંજાબમાં સતત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુરુવારે (23 ફેબ્રુઆરી, 2023) અમૃતસરના અજનાલા પોલીસ મથકે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘના સમર્થકોનું ટોળું ધસી ગયું હતું અને જેના કારણે પોલીસે પણ ઝૂકી જવું પડ્યું હતું. હવે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવકની આંગળીઓ કાપવામાં આવી રહી છે. 

    ભાજપના નેતા મનજિન્દર સિંઘ સિરસાએ આ વિડીયો શૅર કર્યો છે. જે ઘટના પંજાબમાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં કેટલાક લોકો તલવાર વડે એક યુવકની આંગળીઓ કાપતા જોવા મળે છે. (વિડીયોમાં હિંસા અને અપશબ્દો છે.)

    મનજિન્દર સિંઘ સિરસાએ વિડીયો ટ્વિટ કરીને લખ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પંજાબમાં સતત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કેજરીવાલ પોતાની રાજનીતિક ઈચ્છાઓ પાર પાડવા માટે પંજાબને તાલિબાની શાસન તરફ ધકેલતા હોવાનો આરોપ લગાવીને તેમણે પંજાબ પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

    - Advertisement -

    વિડીયોમાં કેટલાક ઈસમો એક વ્યક્તિને પકડીને તેની આંગળીઓ કાપતા જોવા મળે છે. યુવક વારંવાર કરગરતો અને તેમ ન કરવાનું કહેતો જોવા મળે છે પરંતુ તેમ છતાં એક શખ્સ તલવાર વડે તેની આંગળીઓ કાપી નાંખે છે અને ત્યારબાદ એક કપડાં વડે લોહી નીતરતી આંગળીઓ છૂટી પાડી દે છે. 

    આ ઘટના 9 ફેબ્રુઆરીની હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે FIR દાખલ કરી છે. આંતરિક ઝઘડામાં આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે કહ્યું કે, પીડિત યુવક અને આરોપીઓ વચ્ચે જૂની દુશમનાવટ હતી. બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને જલ્દીથી તેમની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ, યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું ઉમેર્યું હતું. 

    પંજાબમાં બગડતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ 

    ગુરુવારે પંજાબના અમૃતસરના એક પોલીસ મથકે ખાલિસ્તાન સમર્થકોનું ટોળું ઘૂસી ગયું હતું. પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘના સાથી તૂફાન સિંઘની એક અપહરણના કેસમાં ધરપકડ કરી લીધી હતી. તેની ઉપર એક યુવકને પકડી લઈને મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. 

    તૂફાન સિંઘની ધરપકડ બાદ ગઈકાલે અમૃતપાલ સિંઘના સમર્થકો તલવારો અને બંદૂક લઈને પોલીસ મથકમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ અમૃતપાલ સિંઘ પણ પહોંચ્યો હતો. તેણે તેના સાથીને છોડવા માટે પોલીસને 24 કલાકનો સમય આપ્યો હતો. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝૂકી જવું પડ્યું હતું અને તેને છોડવાનું એલાન કર્યું હતું. 

    પંજાબ પોલીસે કહ્યું કે, તેમની સમક્ષ તૂફાન સિંઘ નિર્દોષ હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને જેને જોતાં તેઓ તેને છોડી દેશે તેમજ આ મામલે તપાસ માટે એક SITની રચના કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં