Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનિષ સિસોદિયા પાંચ દિવસના રિમાન્ડ પર, કોર્ટે 4 માર્ચ સુધીની કસ્ટડીમાં મોકલ્યા:...

    મનિષ સિસોદિયા પાંચ દિવસના રિમાન્ડ પર, કોર્ટે 4 માર્ચ સુધીની કસ્ટડીમાં મોકલ્યા: દિલ્હી દારૂ કૌભાંડ મામલે થઇ છે ધરપકડ

    મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને CBIએ પૂછપરછ માટે પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, જે કોર્ટે મંજૂર કરી છે.

    - Advertisement -

    દારૂ કૌભાંડ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની ધરપકડ બાદ CBIએ આજે તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે સિસોદિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

    મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને CBIએ પૂછપરછ માટે પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, જે કોર્ટે મંજૂર કરી છે. તેઓ આગામી 4 માર્ચ સુધી CBIની કસ્ટડીમાં જ રહેશે. 

    રિમાન્ડની માંગણી કરતાં CBIએ કોર્ટને જણાવ્યું હતું કે આ સમગ્ર ષડ્યંત્ર ગુપ્ત રીતે રચવામાં આવ્યું હતું અને મામલાની તલસ્પર્શી તપાસ માટે પૂછપરછ કરવી જરૂરી છે. બીજી તરફ, સિસોદિયા તરફથી વકીલોએ આરોપોનો વિરોધ કર્યો હતો. 

    - Advertisement -

    મનિષ સિસોદિયાના વકીલોએ એવી પણ દલીલ મૂકી કે તેઓ નાણામંત્રી છે અને તેમણે બજેટ પણ રજૂ કરવાનું છે. ધરપકડનો વિરોધ કરીને તેમણે કહ્યું કે, આ કેસ એક વ્યક્તિ પરનો હુમલો છે અને રિમાન્ડ મંજૂર કરવામાં આવે તો ખોટો સંદેશ જશે. જોકે, કોર્ટે આ તમામ દલીલો ફગાવી દીધી હતી. 

    મનિષ સિસોદિયાની ધરપકડ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે કરવામાં આવી છે. દિલ્હી સરકારમાં તેઓ એક્સાઇઝ વિભાગ સંભાળે છે. સિસોદિયા સહિતના આરોપીઓ ઉપર આ પોલિસી બનાવવા અને તેના અમલમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. 

    તેમની ઉપર ઉપરાજ્યપાલની પરવાનગી વગર શરાબ ઉત્પાદકોને ફાયદો પહોંચાડવાનો, શરાબ વિતરકોની ઈએમડી પરત કરવાનો અને L1, L7 લાયસન્સ આપવાની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાનો પણ આરોપ છે. સિસોદિયાએ કોરોનાના બહાને લાયસન્સ આપવાના નિયમોમાં પણ ઘાલમેલ કરી હોવાનો અને ટેન્ડર બાદ દારૂના ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કરવાનો પણ આરોપ લાગ્યો છે. 

    આ મામલે ગત ઓગસ્ટ મહિનામાં મનિષ સિસોદિયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને કલાકો સુધી કાર્યવાહી ચાલી હતી. ત્યારબાદ તાજેતરમાં તેમને પૂછપરછ માટે CBI દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. 

    જોકે, પહેલી વખત તેઓ બજેટનું બહાનું કાઢીને હાજર થયા ન હતા ત્યારબાદ એજન્સીએ 26 ફેબ્રુઆરીની નવી તારીખ આપી હતી. આખરે રવિવારે તેઓ એજન્સી સમક્ષ હાજર થયા હતા. જ્યાં આઠ કલાક પૂછપરછ કર્યા બાદ સાંજે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ધરપકડ બાદ નિયમાનુસાર સિસોદિયાને આજે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં