ભારતીય રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના સાથી અને દિલ્લી સરકારમાં ઉપમુખ્યમંત્રી તેમજ સૌથી વધુ મંત્રાલયનો પદભાર સંભાળનાર મનીષ સિસોદિયાએ અને ભ્રષ્ટાચારના આરોપમાં છેલ્લા આઠ મહિનાથી જેલમાં સત્યેન્દ્ર જૈન એમ બન્નેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બન્નેના રાજીનામ અરવિંદ કેજરીવાલે સ્વીકારી પણ લીધા છે. તમને જણાવીદઈએ કે મનીષ સિસોદિયા પર હાલમાં જ દારૂના ઠેકાઓ વિતરણ બાબતે આરોપ લાગ્યો છે, બે દિવસ પૂર્વે જ તેમને સીબીઆઈએ ધરપકડ કર્યા છે, જયારે સત્યેન્દ્ર જૈન છેલ્લા આઠ મહિનાથી હવાલા કૌભાંડમાં જેલમાં છે. જો બે વર્ષ કે તેથી વધુ જેલની સજા થાય તો સિસોદિયા અને જૈન તેમની બેઠકો ગુમાવી શકે છે અને છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
Delhi ministers Manish Sisodia and Satyendar Jain resign from their posts in the state cabinet; CM Arvind Kejriwal accepts their resignation. pic.twitter.com/rODxWkSoc9
— ANI (@ANI) February 28, 2023
મળતી માહિતી મુજબ, દિલ્લી સરકારના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ અને સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનએ રાજીનામું આપી દીધું છે, જે રાજીનામું દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે સ્વીકારી પણ લીધુ છે, તમને જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈન છેલ્લા આઠ મહિનાથી હવાલ કૌભાંડમાં જેલમાં છે. તેનો જેલમાંથી માલીસ કરાવતો વિડીઓ પણ વાયરલ થયો હતો. ત્યારે પણ અરવિંદ કેજરીવાલે રાજીનામું ન હોતું લીધું, પરંતુ હાલમાં રાજીનામું લીધું એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
મનીષ સિસોદિયા પર નવી એક્સાઈઝ નીતિ બાબતે દારૂના ઠેકાઓ આપવા બાબતે ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લાગ્યો હતો. તેમણે વારંવાર સીબીઆઈની ઓફીસ પર જઈને જવાબ તલબ કરવા પડ્યા હતા. પરંતુ બે દિવસ અગાઉ આઠ કલાકની પૂછપરછ બાદ તેમનીધરપકડ કરવામાં આવી હતી. આને લઈને આમ આદમી પાર્ટીએ ખુબ જ પ્રદર્શનો પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલે મનીષને ભગતસિંગ સાથે સરખાવ્યા હતા. આ પહેલી વાર નથી કે કેજરીવાલે ભ્રષ્ટ લોકો માટે મન ઉપજ્યું હોય. આ પહેલા સત્યેન્દ્ર જૈન માટે પણ અલગ અલગ પુરસ્કારોની માંગ કરી ચુક્યા છે.
આમ આદમી પાર્ટીની સ્થાપના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી થઇ હતી, ત્યારે કોઈએ પણ વિચાર્યું નહીં હોય કે તેમની સરકારો બનતા જ તેમના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગશે. આમ આદમી પાર્ટી હમેશા વિવાદમાં જ રહેતી આવી છે.