Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'એ લોકો અમને મારી નાંખશે': માંડલનો વાલ્મિકી સમાજ પલાયન કરવા મજબુર, TDO...

    ‘એ લોકો અમને મારી નાંખશે’: માંડલનો વાલ્મિકી સમાજ પલાયન કરવા મજબુર, TDO પાસે માંગી પરવાનગી; સમીર સલીમ અને અન્ય સગીરે કર્યો હતો જીવલેણ હુમલો

    મામલે વધુ જાણકારી મેળવવા ઑપઇન્ડિયાએ વાલ્મીકી સમાજના સ્થાનિક આગેવાન ભાવિન સિરેસિયાનો સંપર્ક કર્યો હતો. તેમના જણાવ્યાં અનુસાર ભૂતકાળમાં જીવલેણ હુમલાની જે ઘટના ઘટી ત્યાર પછી થયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પીડિતોને દબાણ કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    થોડા સમય અગાઉ મુસ્લિમ યુવકો દ્વારા વાલ્મિકી સમાજના 2 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે માંડલના વાલ્મિકી સમાજે હિજરતની પરવાનગી માંગતો પત્ર તાલુકાના TDOને લખ્યો છે. આ પત્ર લખવા પાછળનું કારણ સ્થાનિક મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોની કનડગત છે. વાલ્મિકી સમાજે પાઠવેલા આ પત્રમાં તેમને જીવનું જોખમ હોવાનું પણ કહ્યું છે.

    ગત તારીખ 2 મે 2023ના રોજ વાલ્મિકી સમાજના બાળકની મશ્કરી મુદ્દે થયેલી તકરાર બાદ સમીર સલીમ અડી અને અન્ય એક સગીર વયના મિત્રએ મશ્કરી કરતા અટકાવનાર 2 યુવકોને ગંભીર રીતે માર માર્યો હતો, જેમાં એક યુવકને માથામાં જીવલેણ ઈજા પહોંચી હતી અને બીજા યુવકને ગંભીર ફ્રેકચર થયા હતા. આ મામલે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ પણ કરી હતી. જે બાદ સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોએ આરોપીઓને કઠોર સજા આપવાની માંગ સાથે અમદાવાદ જિલ્લા કલેકટર સહિત અનેક જગ્યાએ આવેદન પત્રો આપ્યા હતા.

    આ ઘટનાક્રમમાં બન્ને આરોપીઓ પૈકી સગીર વયના આરોપીના (મહેબૂબભાઈ અડીનો પુત્ર) જામીન કોર્ટે મંજુર કરી દેતા તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જયારે સમીર સલીમ અડી નામના આરોપીની જામીન મામલે કોર્ટે સુનવણી હાથ ધરી છે, તેવામાં વાલ્મીકી સમાજે આ જામીન અરજી સામે વાંધો ઉઠાવ્યો છે. આ સાથે જ સ્થાનિક માથાભારે મુસ્લિમો દ્વારા ધમકીઓ મળતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

    - Advertisement -

    માંડલના વાલ્મિકી સમાજે હિજરતની પરવાનગી માંગી

    આ બધા વચ્ચે માંડલના વાલ્મિકી સમાજે હિજરતની પરવાનગી માંગતો પત્ર તાલુકા TDOને પાઠવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “માંડલ જૂના વાલ્મિકી વાસમાં તેઓ વર્ષોથી વસવાટ કરે છે, જ્યાં વાલ્મિકી વસાહતના પ્રવેશ દ્વાર (ઝાંપા) સામે અને આજુબાજુ મુસ્લિમ સમાજની વસ્તી રહે છે, અને તેમના દ્વારા વાલ્મિકી સમાજનું વર્ષોથી ઉત્પીડન કરવામાં આવે છે.” આ પત્રમાં આગળ જણાવાયું છે કે, “વસાહતની સામે મુસ્લિમ સમુદાયના લોકોએ પંચાયતની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર પછીતે દરવાજા પાડીને દુકાનો બનાવી છે. આ દુકાનોએ આખો દિવાસ અને રાત્રે મોડા સુધી લુખ્ખાતત્વો બેસી રહે છે. અને દુકાને વાલ્મિકી સમાજના ભાઈ-બહેનો,બાળકો કોઈ વસ્તુ લેવાજાય તો અપશબ્દો, જાતિવિષયક શબ્દો કહીને કનડગત કરે છે.”

    TDOને પાઠવવામાં આવેલા આ પત્રમાં પીડિતોએ જણાવ્યા અનુસાર સ્થાનિક મુસ્લિમ સમાજના કેટલાક લોકો વાલ્મિકી સમાજને વસાહત છોડીને પલાયન કરવું પડે તેટલો ત્રાસ આપે છે અને અવાર-નવાર ઝગડા કરવાના બહાના શોધી હુમલા કરવાના પ્રયત્ન કરે છે. તેમના ત્રાસથી વાલ્મિકી સમાજના પરિવારોનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. આ લોકોના શારીરિક અને માનસિક ત્રાસથી નાછૂટકે તેમને સામૂહિક હિજરત કરવાની ફરજ પડશે.

    ગાડીની ટક્કર મારીને ઉડાવી દેવાની ધમકી આપે છે

    આ મામલે વધુ જાણકારી મેળવવા ઑપઇન્ડિયાએ વાલ્મીકી સમાજના સ્થાનિક આગેવાન ભાવિન સિરેસિયાનો સંપર્ક કર્યો હતો. તેમના જણાવ્યાં અનુસાર ભૂતકાળમાં જીવલેણ હુમલાની જે ઘટના ઘટી ત્યાર પછી થયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પીડિતોને દબાણ કરવામાં આવી રહ્યું છે.

    પીડિત યુવક પૈકીના રાહુલ સિરેસિયા દ્વારા TDOને લખવામાં આવેલા આપ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આરોપી મુસ્લિમ પક્ષ દ્વારા પીડિત પરિવારને કેસ પાછો ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ લોકોને મોકલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ સાથે જ સામા પક્ષેથી પીડિત પરિવારને રસ્તામાં આવતા જતા ગાડીની ટક્કર મારીને ઉડાવી દેવાની ધમકીઓ પણ મળી રહી છે. જેના કારણે પરિવાર ભયથી ઘરની બહાર પણ નથી નીકળી રહ્યો, અને મજબુરીમાં તેમણે પલાયન કરવાની પરવાનગી માંગી છે. ઑપઇન્ડિયા પાસે આ પત્રની નકલ ઉપલબ્ધ છે.

    શું હતી આખી ઘટના?

    ગત તારીખ 2જી મે ના રોજ મંગળવારે સાંજે 6 વાગ્યાની આસપાસ 10 વર્ષનો બાળક વાલ્મિકીવાસના ગેટ સામે આવેલી દુકાને ગયો હતો ત્યારે ત્યાં ટોળે વળીને બેઠેલા કેટલાક મુસ્લિમ યુવકોએ તેની મશ્કરી કરી હતી. જેમાં સમીર સલીમભાઈ અડી તથા મહેબૂબભાઈ અડીનો એક સગીર પુત્ર પણ સામેલ હતા. આ જ સમયે સામેની તરફ ઉભેલા ઉભેલા દલિત સમાજના બે યુવકોની નજર ત્યાં પડતાં તેમણે બાળકની મશ્કરી ન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બંને પક્ષે સામાન્ય બોલાચાલી થઈ હતી.

    આ દરમિયાન મશ્કરી કરનાર સગીર આરોપી અને સમીર ઉશ્કેરાઈ ગયા હતા અને દલિત સમાજના યુવકોને જાતિસૂચક શબ્દો કહીને માર મારવા માંડ્યા હતા. જેમાં સગીર વયના આરોપીએ મોટો પથ્થર લઈ વાલ્મીકી સમાજના યુવકને માથામાં મારી દેતાં પીડિત યુવાન રાહુલ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. જ્યારે સમીર સલીમ અડીએ લાકડાના ધોકા વડે હરેશ નામના યુવાનને માર મારતાં તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન, સ્થાનિક લોકો વચ્ચે પડતાં બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને જતાં-જતાં પણ પીડિતોને ધમકી આપતા ગયા હતા.

    વાલ્મિકી સમાજના યુવાનો પર હુમલો થવાની ઘટનાને લઈને પીડિત યુવકની ફરિયાદના આધારે માંડલ પોલીસે સગીર આરોપી અને સમીર સલીમ અડી વિરુદ્ધ સામે IPC કલમો 323, 325, 337, 504 ,506(2) અને 114 ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમો 3(1) આર, 3(1) એસ, 3(2) (5-અ) તેમજ જી.પી એક્ટની કલમ 135 અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. FIRની નકલ પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં