Sunday, June 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવિરમગામના માંડલમાં નજીવી તકરારમાં કાસીમ અને સમીરનો દલિત યુવાનો પર હુમલો, લોહીલુહાણ...

  વિરમગામના માંડલમાં નજીવી તકરારમાં કાસીમ અને સમીરનો દલિત યુવાનો પર હુમલો, લોહીલુહાણ કર્યા: જૂની અદાવતમાં હુમલો થયાનો સ્થાનિક હિંદુઓનો આરોપ

  FIRમાં કલમ 307 અને 326 ઉમેરવાની સ્થાનિક હિંદુઓની માંગ, કહ્યું- મુસ્લિમોનો ત્રાસ ઓછો ન થાય તો નછૂટકે સામૂહિક હિજરત કરવી પડશે.

  - Advertisement -

  અમદાવાદના વિરમગામ પાસેના માંડલ ખાતે નજીવી તકરારમાં મુસ્લિમ યુવકોએ દલિત યુવાનો પર હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ સમીર અને કાસિમે ઉશ્કેરાઈ જઈને પીડિત યુવકોને માર માર્યો હતો. જેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આ ઘટના બાદ પોલીસે બંને વિરુદ્ધ IPC તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  આ મામલે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત તારીખ 02/05/2023ના રોજ મંગળવારે સાંજે 06:00 વાગ્યાની આસપાસ 10 વર્ષનો બાળક વાલ્મિકીવાસના ગેટ સામે આવેલી દુકાને ગયો હતો ત્યારે ત્યાં ટોળે વળીને બેઠેલા કેટલાક મુસ્લિમ યુવકોએ તેની મશ્કરી કરી હતી. જેમાં સમીર સલીમભાઈ અડી અને કાસિમ મહેબૂબભાઈ અડી પણ સામેલ હતા. આ જ સમયે સામેની તરફ ઉભેલા ઉભેલા દલિત સમાજના બે યુવકોની નજર ત્યાં પડતાં તેમણે બાળકની મશ્કરી ન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બંને પક્ષે સામાન્ય બોલાચાલી થઈ હતી.

  આ દરમિયાન મશ્કરી કરનાર કાસિમ અને સમીર ઉશ્કેરાઈ ગયા હતા અને દલિત સમાજના યુવકોને જાતિસૂચક શબ્દો કહીને માર મારવા માંડ્યા હતા. જેમાં કાસિમે મોટો પથ્થર લઈ યુવકને માથામાં મારી દેતાં પીડિત યુવાન રાહુલ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. જ્યારે સમીરે લાકડાના ધોકા વડે હરેશ નામના યુવાનને માર મારતાં તેને પણ ઇજા પહોંચી હતી. દરમ્યાન, સ્થાનિક લોકો વચ્ચે પડતાં બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને જતાં-જતાં પણ પીડિતોને ધમકી આપતા ગયા હતા.

  - Advertisement -

  દલિત યુવાનો પર હુમલો થવાની ઘટનાને લઈને પીડિત યુવકની ફરિયાદના આધારે પોલીસે માંડલ પોલીસે કાસીમ અને સમીર સામે IPC કલમો 323, 325, 337, 504 ,506(2) અને 114 ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમો 3(1) આર, 3(1) એસ, 3(2) (5-અ) તેમજ જી.પી એક્ટની કલમ 135 અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

  જૂની અદાવત રાખીને હુમલો કર્યો હોવાનો સ્થાનિક દલિત આગેવાનનો આક્ષેપ

  ઑપઇન્ડિયાએ દલિત સમાજના આગેવાન તથા પીડિત યુવકોના પરિવારના સભ્ય ભાવિન સિરેસીયાનો સંપર્ક કરતાં તેમણે જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, વાલ્મિકીવાસમાં દલિત પરિવારોનાં ત્રીસેક જેટલાં ઘર છે જ્યારે બરાબર સામેની તરફ મુસ્લિમોની વસ્તી છે. તેમણે ઉમેર્યું કે, “થોડા સમય પહેલાં તેમણે પંચાયતની પૂર્વમંજૂરી વગર ગેરકાયદેસર દુકાનો બનાવીને દબાણ કરી દીધું હતું અને જ્યાં આખો દિવસ અને રાત્રે પણ મોડે સુધી અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી રહે છે અને દુકાને વાલ્મિકી સમાજનું કોઈ પણ વ્યક્તિ જાય તેમને અપશબ્દો અને જાતિવિષયક ગાળો આપીને મશ્કરી કરતા રહે છે.”

  તેમણે આગળ જણાવ્યું કે, “થોડા સમય પહેલાં મુસ્લિમોએ દલિતોના ઘરોના ઝાંપા પાસે પોતાના બસ જેવાં મોટા વાહનો પાર્ક કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે અમને આવવા-જવામાં તકલીફ પડવા લાગી હતી. જેથી અમે ત્યાં ‘નો પાર્કિંગ’નાં બોર્ડ લગાવી દીધાં હતાં. જેના લીધે તેમણે દાઝ રાખી હતી અને આ જ દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો છે.”

  મુસ્લિમો દ્વારા હેરાનગતિ બંધ નહીં થાય તો અમારે હિજરત કરવાની ફરજ પડશે: સ્થાનિકો

  દલિત યુવાનો પર હુમલો થવા મામલે સ્થાનિક હિંદુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મામલો હિંદુ સંગઠનોના ધ્યાને ચડતાં તેમણે મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને સુરક્ષાની માંગ કરી હતી. ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે જો મુસ્લિમોનો ત્રાસ ઓછો ન થાય તો તેમણે નછૂટકે સામુહિક હિજરત કરવી પડશે.

  આવેદનપત્રની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં આ કેસમાં IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 326 (હથિયારો વડે હુમલો) ઉમેરવાની અને પીડિતોને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મુસ્લિમો દ્વારા દલિતોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે અને અવારનવાર ઝઘડા કરીને હુમલા કરવાના પ્રયાસ કરતા રહે છે. જેના કારણે વાલ્મિકી સમાજના પરિવારોનું અસ્તિત્વ જોખમાયું છે. આગળ જણાવવામાં આવ્યું કે જો આ ત્રાસ ઓછો ન થાય તો તેમણે નછૂટકે સામૂહિક હિજરત કરવાની ફરજ પડશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં