Monday, June 17, 2024
More
    હોમપેજદેશ5000 રૂપિયામાં નેતાના કર્યા 80 ટુકડા, બાળપણના મિત્રએ જ ઘડ્યો હતો આખો...

    5000 રૂપિયામાં નેતાના કર્યા 80 ટુકડા, બાળપણના મિત્રએ જ ઘડ્યો હતો આખો પ્લાન: બાંગ્લાદેશી સાંસદની હત્યા કરનારા કસાઈએ ખોલ્યાં રહસ્યો

    માર્ચની શરૂઆતમાં કસાઈને હત્યા માટે મુંબઈથી કોલકાતા લાવવામાં આવ્યો હતો. બાદમાં તેને અઝીમના મૃતદેહના નિકાલની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. અગાઉ તે ચિનાર પાર્કના અટધારામાં એક ફ્લેટમાં રહેતો હતો. હત્યા કરતા પહેલાં તે લગભગ અઢી મહિના સુધી ત્યાં રહ્યો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશી સાંસદની ઘાતકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા કસાઈ જેહાદ હવાલદારે અનેક રહસ્યો ખોલ્યાં છે. કસાઈએ જણાવ્યું કે, અનવારુલ અઝીમ અનારની હત્યા કર્યા બાદ તેણે તેમના 80 ટુકડા કરી નાખ્યા હતા. આ કામ તેણે માત્ર 5000 રૂપિયા માટે કર્યું હતું. ત્યારબાદ 14-15 મેની રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ સાંસદના મૃતદેહને ઠેકાણે પાડવામાં આવ્યો હતો. આ મૃતદેહના ટુકડા કોલકાતામાં વિવિધ સ્થળોએ એવી રીતે ફેંકવામાં આવ્યા હતા કે હવે પોલીસને તપાસ દરમિયાન તેને શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ તે જગ્યાની સતત તપાસ કરી રહી છે જ્યાં કસાઈએ બાંગ્લાદેશી સાંસદની હત્યા બાદ મૃત શરીરના ટુકડા ફેંકવાની વાત કરી હતી. માછીમારો ગંદા પાણીમાં જાળ નાખીને માંસના ટુકડા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોને ટાંકીને માહિતી આપવામાં આવી રહી છે કે, જેહાદે ભાંગરમાં અને તેની આસપાસ અનેક વખત રેકી કર્યા પછી ન્યૂ ટાઉનથી દૂર સ્થિત ઓછી વસ્તી ધરાવતા વિસ્તારને શરીરના અંગો ફેકવા માટે પસંદ કર્યો હતો.

    હાલમાં જેહાદ કોલકાતા CID પોલીસની કસ્ટડીમાં છે. માર્ચની શરૂઆતમાં તેને હત્યા માટે જ મુંબઈથી કોલકાતા લાવવામાં આવ્યો હતો. બાદમાં તેને અઝીમના મૃતદેહના નિકાલની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. અગાઉ તે ચિનાર પાર્કના અટધારામાં એક ફ્લેટમાં રહેતો હતો. હત્યા કરતા પહેલાં તે લગભગ અઢી મહિના સુધી ત્યાં રહ્યો હતો.

    - Advertisement -

    ત્યારબાદ ન્યૂ ટાઉન સ્થિત ફ્લેટમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ફ્લેટ રાજ્ય આબકારી વિભાગના આસિસ્ટન્ટ કમિશનરનો હતો જે હત્યાના માસ્ટરમાઇન્ડ અખ્તરુજ્જમાને 1 લાખ રૂપિયા પ્રતિ માસ ભાડે લીધો હતો. એપાર્ટમેન્ટના રસોડામાં સીસીટીવી લગાવેલા હતા, પરંતુ હત્યાના છ દિવસ પહેલાં 7 મેના રોજ તેને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યા હતા. બાદમાં અઝીમને ફ્લેટમાં આવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.

    કેમેરામાં મહિલાને ખોરાક રાંધતી અને અન્ય કેટલાક પુરુષોને વાસણો ધોતાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ પછી મીડિયામાં કચરો ફેંકવાની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આ ફ્લેટમાંથી પ્લાસ્ટિકની બેગ, ટીશ્યુ પેપર, ગ્લોવ્ઝ અને આરોપી મહિલાના નામનો બોર્ડિંગ પાસ પણ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, હત્યા બાદ આરોપીઓએ પુરાવાને ભૂંસી નાખવા માટે એડિસનો ઉપયોગ કર્યો હતો પરંતુ ઘણી જગ્યાએ ડાઘ રહી ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી સાંસદ 12 મેના રોજ ભારત આવ્યા હતા. અહીં તે શિલાંતી રહેમાનની હનીટ્રેપમાં ફસાઈને કોલકાતામાં તેમના મિત્રના ફ્લેટ સુધી ગયા હતા. ચાર લોકોએ મળીને ફ્લેટમાં તેમની હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહના ટુકડા વિવિધ જગ્યાએ ફેંકી દીધા હતા. જ્યારે આ હત્યા 8 દિવસ પછી પ્રકાશમાં આવી ત્યારે તેની પાછળ અઝીમના બાળપણના મિત્રનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. બંને સાથે મળીને સોનાની તસ્કરીનું કામ કરતા હતા. બાદમાં અઝીમે વધુ ટકા પોતાની પાસે રાખવાનું કહેતાં બંને વચ્ચે અણબનાવ થયો હતો.

    એક ડીલમાં છેતરપિંડી થયા બાદ શાહીન મિયાં ઉર્ફે અખ્તરુજ્જમાને હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને મે મહિનામાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અગાઉ એવી ખબર આવી હતી કે, શાહીને આ કામ માટે આરોપીને 5 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ કસાઈએ ખુલાસો કર્યો છે કે, તેને માત્ર 5 હજાર રૂપિયા જ મળ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં