Monday, June 17, 2024
More
    હોમપેજક્રાઈમસોનાની તસ્કરીના 100 કરોડ, હનીટ્રેપ અને મહિનાઓનું પ્લાનિંગ: કોલકત્તામાં બાંગ્લાદેશી સાંસદની થયેલી...

    સોનાની તસ્કરીના 100 કરોડ, હનીટ્રેપ અને મહિનાઓનું પ્લાનિંગ: કોલકત્તામાં બાંગ્લાદેશી સાંસદની થયેલી હત્યાની વિગતો સામે આવી

    સિલિસ્તી રહેમાન સાંસદની હત્યા બાદ 15 મેના રોજ હત્યા કરનાર અમાનુલ્લાહ સાથે તે ફ્લેટમાં આવી હતી જ્યાં સાંસદની હત્યા કરવામાં આવી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સિલિસ્તી થકી હની ટ્રેપમાં ફસાવીને અખ્તરૂજ્જમાન શાહીન સાંસદ અનવારુલ અઝીમને કલકત્તા લાવ્યો હતો.

    - Advertisement -

    થોડા સમય પહેલાં જ બાંગ્લાદેશથી સારવાર કરવાના નામે ભારતના કોલકત્તા આવેલા ‘આવામી લીગ પાર્ટી’ના સાંસદનો મૃતદેહ મળ્યો હતો. પછીથી સામે આવ્યું કે તેમની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમની પશ્ચિમ બંગાળમાં હત્યા થઈ ત્યારથી આ કેસ ચર્ચામાં છે. ત્યારે હવે આ સમગ્ર પ્રકરણમાં એક મહિલાની ધરપકડ થતા પોલીસ ‘હની ટ્રેપ’ની આશંકા સેવી રહી છે. સિલિસ્તી રહેમાન નામની આ મહિલાની ઢાકા મેટ્રોપોલિટન પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા હત્યાના મુખ્ય કાવતરાખોર અખ્તરૂજ્જમાન શાહીનની પ્રેમિકા છે. બીજી તરફ મૃતક સાંસદ અને હત્યાના માસ્ટરમાઇન્ડ વચ્ચે સોનાની તસ્કરીના રૂપિયાને લઈને વિવાદ હોવાનું પણ સામે આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર, સિલિસ્તી રહેમાન સાંસદની હત્યા બાદ 15 મેના રોજ હત્યા કરનાર અમાનુલ્લાહ સાથે તે ફ્લેટમાં આવી હતી જ્યાં સાંસદની હત્યા કરવામાં આવી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સિલિસ્તી થકી હની ટ્રેપમાં ફસાવીને અખ્તરૂજ્જમાન શાહીન સાંસદ અનવારુલ અઝીમને કલકત્તા લાવ્યો હતો. આ કેસમાં વધુ એક ખુલાસો તે પણ થયો છે કે અખ્તરજમા શાહીન અને મૃતક સાંસદ બાળપણના મિત્રો છે અને બંને સાથે મળીને ગલ્ફ દેશોથી સોનાની તસ્કરીનું કામ કરતા હતા. આ તસ્કરીમાં જ રૂપિયાનો વિવાદ થયો અને હત્યા કરવામાં આવી.

    શા માટે થઇ હત્યા?

    અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર શાહીન મિયા એટલે કે અખ્તરૂજ્જમાન અને સાંસદ અનવારુલ અઝીમ જૂના મિત્રો હતા અને બંને ઘણા લાંબા સમયથી સોનાની તસ્કરી કરતા હતા. દરમિયાન અઝીમે તસ્કરીમાં મળતા પૈસામાં વધારે મોટો ભાગ માંગતા બંને વચ્ચેના સંબંધોમાં ખટરાગ થયો હતો. આનાકાની બાદ કોઈ મોટા લેણદેણથી મળેલા 100 કરોડ ટકા (બાંગ્લાદેશી ચલણ) પોતાની પાસે રાખી લીધા હતા. આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. 6 મહિનામાં હિસાબ-કિતાબ પૂરો કરવાના પ્રયત્ન કરવા છતાં કશો રસ્તો ન નીકળતા અંતે વાત હત્યાના કાવતરા સુધી પહોંચી.

    - Advertisement -

    કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં રહેતા અખ્તરૂજ્જમાને સોનાની તસ્કરીના રૂપિયાને લઈને થયેલા મનદુઃખ બાદ અઝીમની હત્યાનું કાવતરું ઘડ્યું. આ માટે તેણે 5 કરોડ ટકામાં હત્યાની સોપારી આપી. ગત 12 મેના રોજ જયારે અઝીમ ભારત આવ્યો ત્યારે તેને પ્રેમિકા સિલિસ્તી રહેમાન મારફતે હનીટ્રેપમાં ફસાવીને કલકત્તાના ફ્લેટમાં બોલાવવામાં આવ્યો. અહીં જ ભાડાના હત્યારાએ તેની હત્યા કરીને લાશના ટુકડા કરી ફેંકી દીધી.

    કેવી રીતે થઇ હત્યા?

    અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય હત્યારા અમાનુલ્લાહ અને સિલિસ્તી રહેમાને સાંસદને મળવા બોલાવ્યા. ત્યાં રૂપિયાની લેતીદેતો મામલે તેમની વચ્ચે માથાકૂટ થઇ અને આ દરમિયાન અમાનુલ્લાહે ઓશિકાથી સાંસદનું મોં દાબીને હત્યા કરી નાંખી. જેવું સાંસદનું પ્રાણપંખેરું ઉડી ગયું, તેની ખબર અમેરિકામાં બેઠેલા અખ્તરૂજ્જમાનને આપી દેવામાં આવી. અખ્તરૂજ્જમાનના આદેશ મળ્યા બાદ અમાનુલ્લાહે અઝીમનીન લાશના ટુકડા કરી નાંખ્યા. લાશના ટુકડા કર્યા બાદ માંસ અને હાડકાને અલગ કરી દેવામાં આવ્યા.

    ત્યારબાદ માંસના ટુકડાઓને હળદળ અને મીઠાવાળા કરીને પેક કરી દેવામાં આવ્યા. બાંગ્લાદેશ પોલીસના જણાવ્યા અનુસાર આ શબના ટુકડા બેગમાં ભરીને બેગને અલગ અલગ વિસ્તારમાં ખાલી કરી દેવામાં આવી. ત્યારબાદ અમાનુલ્લાહ અને અખ્તરૂજ્જમાનની પ્રેમિકા પરત બાંગ્લાદેશ ચાલ્યાં ગયાં. બાંગ્લાદેશી પોલીસના જણાવ્યા અનુસાર સાંસદની લાશના તમામ ટુકડાઓ શોધવા અઘરા છે, પરંતુ બંગાળ પોલીસની મદદથી કેટલાક ટુકડાઓ રિકવર કરી શકાશે.

    ઉલ્લેખનીય છે કે મૃતક સાંસદ બાંગ્લાદેશી સાંસદ 12 મેના રોજ કલકત્તા આવ્યા હતા. 6 દિવસ બાદ, એટલે કે 18 મેના રોજ તેઓ ગાયબ થઇ ગયા. તેમની પુત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેમના પિતા મળી શક્યા નથી. તેઓ એક કાને સાંભળી શકતા નહોતા અને તેની સારવાર માટે જ તેઓ ભારત આવ્યા હતા. ત્યારબાદ તેમણે કોઈના પણ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેમની હત્યાની પુષ્ટિ થઇ હતી અને હવે હત્યાની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં