Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહોળી નિમિત્તે લગાવેલા રંગોથી ગુસ્સે થયેલા મોહમ્મદ શબ્બીરે અંજૈયાને લગાવી આગ: હોસ્પિટલમાં...

    હોળી નિમિત્તે લગાવેલા રંગોથી ગુસ્સે થયેલા મોહમ્મદ શબ્બીરે અંજૈયાને લગાવી આગ: હોસ્પિટલમાં ખસેડાયા, સ્થિતિ અતિ ગંભીર

    અંજૈયાનો ઈલાજ ગાંધી હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ચાલી રહ્યો છે. તેની સ્થિતિ અતિ ગંભીર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ મામલે મોહમ્મદ શબ્બીર પર હત્યાના પ્રયાસનો ગુનો નોધવામાં આવ્યો છે.

    - Advertisement -

    હોળીના પર્વ નિમિત્તે તેલંગણાથી દુખદ ખબર આવી રહી છે. અહિયાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને હોળીનો રંગ નાખવાના કારણે તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કરાયો છે. મોહમ્મદ અબ્દુલ શબ્બીરે અંજૈયાને આગ લગાવી છે. હાલમાં પીડિત અતિ ગંભીર સ્થિતિમાં છે. 

    મળતી માહિતી અનુસાર, આ મામલો તેલંગણા રાજ્યના મેડક જિલ્લાના રેગોડેના મારાપલ્લી ગામનો છે. અહિયાં ગામના બધા લોકો સાથે મળીને હોળીનો પર્વ માનવી રહ્યા હતા. આ દરમિયાન બધા એકમેકને રંગ લગાવી રહ્યા હતા. મોહમ્મદ શબ્બીર નામો વ્યક્તિ ત્યાંથી બાઈક પર પસાર થઇ રહ્યો હતો. ત્યારે અંજૈયા નામના વ્યક્તિએ મોહમ્મદ શબ્બીર પર રંગો નાખ્યા હતા. આ વાત મોહમ્મદ શબ્બીને ગમી હતી નહીં. પોલીસનું કહેવું છે કે મોહમ્મદ શબ્બીર સતત આ રંગો ન નાખવા પણ જણાવી રહ્યો હતો. આ વાતથી ગુસ્સે થઈને મોહમ્મદ શબ્બીરે આ પગલું ભર્યું હતું. 

    ગુસ્સે થયેલા મોહમ્મદ અબ્દુલ શબ્બીરે એક બોટલમાં પેટ્રોલ ભરીને આવ્યો, જે તેણે અંજૈયા પર નાખ્યું અને આગ લગાવી દીધી હતી અંજૈયા ઘટના સ્થળે ખુબ ખરાબ રીતે સળગી ગયો હતો. ઉભા રહેલા લોકોએ તત્કાલ તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેનો જીવ તો બચી ગયો છે, પરંતુ તે અતિ ગંભીર સ્થિતિમાં છે. 

    - Advertisement -

    રેગોડ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના મંગળવારે (7 માર્ચ, 2023)ના રોજ બની હતી, જ્યારે તે વ્યક્તિ તેના સંબંધીઓ અને ગ્રામજનો સાથે હોળી રમી રહ્યો હતો. ત્યારે મોહમ્મદ અબ્દુલ શબ્બીર બાઇક પર પસાર થઇ રહ્યો હતો. શબ્બીર પર આરોપ છે કે તેણે તેની બાઇકની ટાંકીમાંથી બોટલમાં પેટ્રોલ ભરીને અંજૈયા પર રેડ્યું હતું અને આગ ચાપી મૂકી હતી. અંજૈયાના ખભા અને હાથને ખુબ નુકસાન પહોચ્યું છે. 

    હાલમાં અંજૈયાની સારવાર ગાંધી હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ચાલી રહી છે. તેની સ્થિતિ અતિ ગંભીર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ મામલે મોહમ્મદ શબ્બીર પર હત્યાના પ્રયાસનો ગુનો નોધવામાં આવ્યો છે. તેને પોલીસને કહ્યું છે કે તે તેના પર રંગો નાખવાથી ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો, જેના કારણે આ પગલું ભર્યું હતું. જો કે આ પહેલીવાર નથી કે હિંદુ તહેવાર પર કોઈ મુસ્લિમે આ રીતની હરકત કરી હોય. આવું વારંવાર થતું આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં