Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહ': 'મન કી બાત'માં PM મોદીએ હેશટેગ શ્રીરામ...

    ‘રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહ’: ‘મન કી બાત’માં PM મોદીએ હેશટેગ શ્રીરામ ભજન સાથે રચનાઓ શેર કરવા કર્યું આહ્વાન, ગુજરાતી હાસ્ય કલાકારનો પણ ઉલ્લેખ કર્યો

    31 ડિસેમ્બર, 2023 ને રવિવારે PM મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 108મો એપિસોડ પ્રસારિત થયો છે. જેવુ જીવંત પ્રસારણ આકાશવાણી સહિત અનેક પ્લેટફોર્મ પર થયું છે. આ એપિસોડમાં PM મોદીએ ભારતની ઉપલબ્ધીઓ વિશે ખૂલીને વાત કરી છે.

    - Advertisement -

    31 ડિસેમ્બર કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ છે. હવે થોડા જ કલાકો બાદ 2024નો શુભારંભ થશે. તેવા સમયે વર્ષ 2023નો અંતિમ ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં PM મોદીએ અનેક વિષયો અને મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે ગુજરાતના ડાયરાઓના કલ્ચર વિશે પણ ચર્ચા કરી હતી. તે સિવાય તેમણે શ્રીરામ મંદિર, અર્થવ્યવસ્થા, 108 અંકનું મહત્વ, ફિટ ઇન્ડિયા અને ઈન્ટનેશન યર ઓફ મિલેટ્સ જેવા અવનવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

    31 ડિસેમ્બર, 2023ને રવિવારે PM મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 108મો એપિસોડ પ્રસારિત થયો છે. જેવુ જીવંત પ્રસારણ આકાશવાણી સહિત અનેક પ્લેટફોર્મ પર થયું છે. આ એપિસોડમાં PM મોદીએ ભારતની ઉપલબ્ધીઓ વિશે ખૂલીને વાત કરી છે. તેમણે કહ્યું, આપણે દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા છીએ. આવનારું વર્ષ આ વર્ષ કરતાં પણ ઉત્તમ હશે. તેમણે 108મા કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, “આપણે ત્યાં 108 અંકનું મહત્વ, તેની પવિત્રતા એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટડીઓ 108નો આ આંકડો અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. એટલા માટે ‘મન કી બાત’ કાર્યક્રમનો 108મો એપિસોડ ખાસ બની ગયો છે.

    રામ મંદિરને લઈને દેશભરમાં છે ઉત્સાહ

    PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે. લોકો તેમની ભાવનાઓને અલગ-અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. વિતેલા કેટલાક દિવસોમાં શ્રીરામ અને અયોધ્યાને લઈને અનેક નવા ગીતો અને નવા ભજનો બનાવવામાં આવ્યા. ઘણા લોકો નવી કવિતાઓ પણ લખી રહ્યા છે. મારા મનમાં એક વિચાર આવી રહ્યો છે કે, આપણે સૌ એવી સારી રચનાઓને એક કૉમન હૅશટેગની સાથે શેર કરીએ. મારો આપ સૌને અનુરોધ છે કે હૅશટેગ શ્રીરામ ભજન (#ShriRamBhajan) સાથે આપણે આપણી રચનાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીએ.”

    - Advertisement -

    આ ઉપરાંત તેમણે સાવિત્રીબાઈ ફુલે અને રાણી વેલુ નાચિયારને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, “આપણાં દેશનો દરેક કાળખંડ આપણી વિલક્ષણ દીકરીઓએ ગર્વથી ભરી દીધો છે. સાવિત્રીબાઈ ફુલે અને રાણી વેલુ નાચિયાર પણ આવું જ એક વ્યક્તિત્વ છે. સાવિત્રીબાઈએ અનેક સમાજસુધારક કાર્યોમાં યોગદાન આપ્યું છે. તેમણે મહિલાઓ અને વંચિતો માટે અવાજ ઉઠાવ્યો છે.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાણી વેલુ નાચિયારનું નામ વિદેશી શાસન સામે લડનાર દેશની અનેક મહાન હસ્તીઓમાંનું એક છે. તમિલનાડુના લોકો આજે પણ તેમને વીરા મંગાઈ એટલે કે બહાદુર મહિલાના નામથી યાદ કરે છે.”

    ગુજરાતની ડાયરા પરંપરાનો કર્યો ઉલ્લેખ

    PM મોદીએ ગુજરાતની પ્રસિદ્ધ ડાયરા પરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. રાતભર લોકો આ ડાયરામાં સામેલ થઈને મનોરંજનની સાથે જ્ઞાન અર્જિત કરે છે. આ ડાયરામાં લોક સંગીત, લોક સાહિત્ય અને હાસ્યની ત્રિવેણી દરેકના મનને આનંદથી ભરી દે છે. આ ડાયરાના એક પ્રસિદ્ધ કલાકાર છે ભાઈ જગદીશ ત્રિવેદી. તેમણે વધુમાં કહ્યું, “હાસ્ય કલાકારના રૂપે ભાઈ જગદીશ ત્રિવેદીએ 30 વર્ષથી પણ વધારે સમયથી પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. 2017થી, જગદીશે વિવિધ સામાજિક કાર્યો પર લગભગ 9.25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એક હાસ્ય કલાકાર પોતાની વાતથી બધાને હસવા માટે મજબૂર કરે છે, પરંતુ તે અંદરથી કેટલી સંવેદનાઓને જીવ્યો છે તે જદગીશ ત્રિવેદીના જીવન પરથી સ્પષ્ટ થાય છે.”

    આ ઉપરાંત PM મોદીએ ફિટનેસ અભિયાન, AI ટેકનોલોજી ટૂલ્સ, ભારતમાં થતું ઇનોવેશન વગેરે જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે તેમના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે ભારતની 2023ની ઉપલબ્ધીઓ પણ ગણાવી હતી. એ ઉપરાંત તેમણે નવવર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં