Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકંગાળ દેશની ફરી વૈશ્વિક ફજેતી: પૈસા ન ચુકવવા બદલ મલેશિયાએ પાકિસ્તાનનું વિમાન...

    કંગાળ દેશની ફરી વૈશ્વિક ફજેતી: પૈસા ન ચુકવવા બદલ મલેશિયાએ પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું, 2 વર્ષમાં બીજી ઘટના

    પાકિસ્તાનને બોઇંગ વિમાનના લગભગ 40 લાખ ડૉલર લીઝના પૈસા મલેશિયાને ચૂકવવાના રહેશે. મલેશિયા તરફથી અનેક વાર પાકિસ્તાનને પૈસા ચૂકવવાનું કહેવામાં પણ આવ્યું છે, પરંતુ કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી.

    - Advertisement -

    એક તરફ રાજકીય સંકટ અને બીજી તરફ આર્થિક તંગી અને તેના વચ્ચે એક ટંકના લોટ વગર ભૂખથી ઝઝૂમી રહેલા પાકિસ્તાન સાથે ‘પડ્યા પર પાટું’ જેવી પરિસ્થિતિ થઈ છે. આ કંગાળ દેશની ફરી ફજેતી થવા પાછળ પણ તેની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા જ છે. વાસ્તવમાં પૈસા ન ચુકવવા બદલ મલેશિયાએ ફરી પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું છે.

    મળતી માહિતી અનુસાર, મલેશિયાએ પાકિસ્તાનની સરકારી એયરલાઈન PIAના બોઇંગ 777 વિમાનને જપ્ત કરી લીધું છે. મીડિયા અહેવાલો અનુસાર મલેશિયાના ક્વાલાલંપુર એયરપોર્ટ પર લીઝ વિવાદમાં પૈસા ન ચુકવવા બદલ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મલેશિયાની અનેક ચેતવણીઓ બાદ પણ પાકિસ્તાને પૈસા આપ્યા ન હતા અને ફરી એક વાર પૈસા ન ચુકવવા બદલ મલેશિયાએ પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું છે.

    આ કોઈ પહેલીવાર નથી કે પાકિસ્તાનનું વિમાન જપ્ત થયું હોય, આ પહેલા વર્ષ 2011માં મલેશિયાએ પાકિસ્તાન એયરલાઈનના વિમાનને આ મુદ્દે જ જપ્ત કર્યું હતું. બાદમાં ઉધારી ચૂકવવાના રાજકીય આશ્વાસન પર વિમાનને મુક્ત કરવામાં આવ્યું હતું. તે સમયે જપ્ત કરવામાં આવેલા વિમાનને 27 જાન્યુઆરીના રોજ 173 યાત્રીઓ અને ક્રુમેમ્બર સાથે પાકિસ્તાન પરત લાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    મળતી માહિતી અનુસાર પાકિસ્તાનને બોઇંગ વિમાનના લગભગ 40 લાખ ડૉલર લીઝના પૈસા મલેશિયાને ચૂકવવાના રહેશે. મલેશિયા તરફથી અનેક વાર પાકિસ્તાનને પૈસા ચૂકવવાનું કહેવામાં પણ આવ્યું છે, પરંતુ કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી.

    પાકિસ્તાનની પાયમાલી પાછળનું કારણ

    પાકિસ્તાનની પાયમાલીનું મોટું કારણ તો અત્યાર સુધીની ભ્રષ્ટ સરકારો જ છે, જેમણે પાકિસ્તાનના વિદેશી હુંડીયામણને કોરી ખાધું છે. તેવામાં નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાનનું વિદેશી દેવું વધીને 10.886 અબજ ડોલર થઇ ગયું છે. જ્યારે આખા નાણાકીય વર્ષ 2021 માં વિદેશી દેવું 13.38 અબજ ડોલર હતું. 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં દેવું 1.653 અબજ ડોલર રહ્યું હતું. ગત મહિને ચીન પાસેથી 2.3 અબજ ડોલરની લૉન મળ્યા પછી પણ સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

    એક રિપોર્ટ અનુસાર, ડોલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયો 7.6 ટકા ઘટીને 228 રૂપિયા પર પહોંચી ગયો છે. જે 1998 બાદ પાકિસ્તાની રૂપિયામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો. જે બાદ પાકિસ્તાન પર શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ નિર્માણ થવાનો ભય તોળાઈ રહ્યો છે. એટલું જ નહીં, જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી 1.2 અબજ ડોલર મળી પણ જાય તોપણ એટલી રકમ સંકટને ટાળવા માટે પર્યાપ્ત નહીં હોય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં