પોતાનો લોકસભા આઇડી પાસવર્ડ એક ઉદ્યોગપતિને આપવાના, પૈસા લઈને સવાલો પૂછવાના બદલામાં મોંઘી મોંઘી ભેટો મેળવવાના આરોપમાં આખરે TMC સાંસદ મહુઆ મોઈત્રાને સંસદમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. આ પહેલા એથિક્સ કમિટીએ પોતાનો રિપોર્ટ સબમિટ કરીને તેમને નિષ્કાશીત કરવાની પેરવી કરી હતી.
Parliament Winter Session LIVE: Lok Sabha expels Mahua Moitra by voting over Ethics panel report
— Republic (@republic) December 8, 2023
Read More: https://t.co/lMGQrBevri#MahuaMoitra | #ethicscommittee | #EthicsPanel | #WinterSession | #wintersessionofparliament | #PayOffScam pic.twitter.com/afKVzcmpzn
જે બાદ આજે શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં આ બાબતે વોટિંગ હાથ ધરાયું હતું. આ મતદાનની કાર્યવાહી એક કલાક ચાલી હતી. જેમાં બહુમતી સાથે મહુઆ મોઈત્રાને નિષ્કાશીત કરવામાં આવ્યા છે.
TMCના અન્ય એક સાંસદે મહુઆ મોઈત્રાને બોલવા દેવાની અને પોતાનો પક્ષ રાખવાની અનુમતિ આપવાની વાત કરી હતી. જેના પર લોકસભા અધ્યક્ષે કહ્યું કે જ્યારે 2005માં આ જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો અને 10 સાંસદોને નિષ્કાશીત કરાયા હતા, ત્યારે તેમને પણ બોલવાનો મોકો નહોતો મળ્યો. આખરે ધ્વનિમતથી મહુઆ મોઈત્રા વિરુદ્ધમાં મતદાન પૂરું થયું.
મતદાનના પરિણામના અંતે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
મહુઆ મોઈત્રા સામે ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં તેમનાં હિતોને અસર કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો હતો. આરોપ એવો પણ હતો કે મહુઆ મોઈત્રાએ પોતાના સંસદના લૉગિન આઇડી અને પાસવર્ડ પણ ઉદ્યોગપતિને આપ્યા હતા. જે પછીથી તેમણે પોતે પણ સ્વીકાર્યું અને કમિટી પણ પોતાના રિપોર્ટમાં આ બાબત જણાવી ચૂકી છે.