Sunday, April 28, 2024
More
    હોમપેજદેશઅહમદનગર નહીં હવે અહિલ્યાનગર, મહારાષ્ટ્ર સરકારે બદલ્યું જિલ્લાનું નામ: મુંબઈનાં 8 રેલવે...

    અહમદનગર નહીં હવે અહિલ્યાનગર, મહારાષ્ટ્ર સરકારે બદલ્યું જિલ્લાનું નામ: મુંબઈનાં 8 રેલવે સ્ટેશનોનાં નામ બદલવાનો પણ કેબિનેટમાં નિર્ણય

    આચારસંહિતા પહેલાં મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલવાનો પણ નિર્ણય થયો છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રનું અહમદનગર હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે. મહારાષ્ટ્ર કેબિનેટે આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારે આ મામલે જાહેરાત કરી છે કે, અહમદનગર જિલ્લાનું નામ 18મી સદીના મરાઠા મહારાણી અહિલ્યાબાઈ હોલકરના નામ પરથી ‘અહિલ્યાનગર’ રાખવામાં આવશે. શહેરનું નામ બદલવાના સરકારના પ્રસ્તાવની ઘોષણા સૌથી પહેલાં ગયા વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી હતી. આ સિવાય બેઠકમાં મુંબઈના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવા અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

    આચારસંહિતા પહેલાં મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલવાનો પણ નિર્ણય થયો છે. મહારાષ્ટ્ર સરકારે અહમદનગર જિલ્લાનું બદલીને ‘અહિલ્યાનગર’ કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે આ પહેલાં ઔરંગાબાદનું નામ સંભાજીનગર કર્યું હતું અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરી દીધું હતું. જે બાદ હવે ફરી એક જિલ્લાનું નામ બદલી નાખવામાં આવ્યું છે.

    મુંબઈના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાનો નિર્ણય

    મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકમાં અંદાજિત 59 નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાંથી એક નિર્ણય મુંબઈના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાનો પણ છે. અંગ્રેજોએ મુંબઈ રેલવે સ્ટેશનોને આપેલા નામ હવે ઇતિહાસમાં નોંધાઈ જશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ ઉપનગરીય રેલવે પર આઠ રેલવે સ્ટેશનોના નામ બદલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. રેલવે સ્ટેશનોના નવા નામ કેન્દ્ર સરકારની અંતિમ મંજૂરી બાદ લાગુ કરવામાં આવશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ત્રણ દિવસમાં બે વખત મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મળી છે. સોમવાર (11 માર્ચ)ની બેઠકમાં 33 નિર્ણયો લેવામાં આવ્યા હતા. જ્યારે હવે બુધવારે (13 માર્ચ) મળેલી બેઠકમાં 26 નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્રણ દિવસમાં મળેલી બે કેબિનેટ બેઠકમાં કુલ 59 નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં અહમદનગર જિલ્લાનું નામ બદલવા, પૂણે જિલ્લાના વેલ્હે તાલુકાનું નામ બદલીને રાજગઢ રાખવા, મુંબઈના આઠ રેલવે સ્ટેશનોના નામો બદલવા અને ઉત્તરથી વિરાર સી લિંકને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.

    એ ઉપરાંત લાંબા સમયથી હડતાળ પર ચાલી રહેલી આશાવર્કરોને મહારાષ્ટ્ર સરકારે ભેટ આપી છે. તેમના માસિક પગારમાં 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ મહારાષ્ટ્ર કેબિનેટે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં મહારાષ્ટ્રભવન બનાવવા માટે 2.5 એકર જમીન ખરીદવાને મંજૂરી આપી છે. આ માટેની બજેટ દરખાસ્ત મહારાષ્ટ્ર વિધાનસભાના છેલ્લા બજેટ સત્રમાં રાજ્યના બજેટમાં પહેલેથી જ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે, ગુજરાતના અમદાવાદનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરવા માટેની માંગ પણ દાયકાઓથી ચાલી રહી છે. તે માટેના પૂરતા કારણો અને પુરાવાઓ પણ આજે મોજૂદ છે. આ શહેર મહારાજ કર્ણદેવ દ્વારા વસાવ્યું હોવાના ઐતિહાસિક પુરાવાઓ પણ મળી આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ઘણા લોકો આ મામલે વર્ષોથી માંગણી કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં