Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્ય પ્રદેશની સહાયક ઇજનેર હેમા મીણા પાસેથી મળી આવ્યા 100થી વધુ કુતરાઓ:...

    મધ્ય પ્રદેશની સહાયક ઇજનેર હેમા મીણા પાસેથી મળી આવ્યા 100થી વધુ કુતરાઓ: તેમની મોજમસ્તીના સામાન અને અન્ય વસ્તુઓ વિષે જાણીને આપણે પણ થઇ જઈશું દંગ

    કૂતરાઓની કિંમતનો અંદાજ નથી. આમાંના મોટાભાગના શ્વાન વિદેશી જાતિના છે. આવી સ્થિતિમાં તમામનો અંદાજિત ખર્ચ લાખોમાં છે. પૂછપરછ દરમિયાન હેમા મીણાએ અધિકારીઓને કહ્યું છે કે આ પકડાયેલા કૂતરા છે. જો કે, લોકાયુક્ત આ શ્વાનને ખરીદવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં લોકાયુક્ત પોલીસના દરોડા બાદ 24 કલાકની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીણાને બરતરફ કરવામાં આવ્યા છે. મહેલ જેવા ઘરમાંથી એવી ઘણી વસ્તુઓ મળી આવી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. લોકાયુક્તના દરોડા દરમિયાન હેમા મીણાના ઘરેથી 100 જેટલા દેશી અને વિદેશી જાતિના શ્વાન મળી આવ્યા હતા. આ સાથે વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે. હેમા મીણાના મહેલ જેવા મકાનમાં કુતરા એશો-આરામનું જીવન જીવતા હતા. તેમના માટે બાથટબથી લઈને કેબિન સુધીની વ્યવસ્થા હતી. હેમા મીણાના ઘરેથી મળી આવેલી દારૂની બોટલો બાબતે પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

    નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર કાળાં નાણાંથી આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીણાએ ભોપાલમાં મહેલ જેવું મકાન મેળવ્યું હતું. તેમાં 35થી વધુ રૂમ છે. ફાર્મ હાઉસમાં કૂતરાઓ માટે આલીશાન વ્યવસ્થા કરવામાં આવી હતી. કૂતરા માટે અલગ કેબિન અને બાથ ટબ બનાવવામાં આવ્યા હતા. આ સાથે તેમના માટે મશીન દ્વારા રોટલી બનાવવામાં આવતી હતી.

    તે જ સમયે, કૂતરાઓની કિંમતનો અંદાજ નથી. આમાંના મોટાભાગના શ્વાન વિદેશી જાતિના છે. આવી સ્થિતિમાં તમામનો અંદાજિત ખર્ચ લાખોમાં છે. પૂછપરછ દરમિયાન હેમા મીણાએ અધિકારીઓને કહ્યું છે કે આ પકડાયેલા કૂતરા છે. જો કે, લોકાયુક્ત આ શ્વાનને ખરીદવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.

    - Advertisement -

    કુતરાઓને આપતો હતો મોંઘો દારૂ

    હેમા મીણાના ઘરેથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. મોટી સંખ્યામાં દારૂની બોટલો જોઈને લોકાયુક્ત અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હેમા મીણાની દારૂની બોટલો અંગે પૂછપરછ કરવામાં આવી છે. નવભારતટાઈમ્સ.કોમ સાથે ફોન પર વાત કરતા, દરોડામાં સામેલ લોકાયુક્ત અધિકારીએ જણાવ્યું કે હેમા મીણા કૂતરાઓને દારૂ આપતી હતી. શ્વાન માટે દારૂના ઔષધીય ઉપયોગનું વર્ણન કરવામાં આવ્યું છે.

    13 વર્ષથી પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનમાં હતા હેમા મીણા

    હેમા મૂળ રાયસેન જિલ્લાના ચપના ગામની રહેવાસી છે. તેના પિતા નાના ખેડૂત છે. તેમની પાસે થોડી જમીન હતી અને તેના પર જ ખેતી કરીને હેમાને ભણાવી હતી. એન્જિનિયર બન્યા બાદ હેમાએ પિતાના નામે કેટલાય એકરની જમીન ખરીદી લીધી છે. હેમા 2016થી પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનમાં પોસ્ટેડ છે. આ પહેલા તે કોચીમાં કામ કરતી હતી.

    એટલે કે હેમા 13 વર્ષથી નોકરી કરી રહી છે. એ હિસાબે તેની મહત્તમ સંપત્તિ 15થી 18 લાખ રૂપિયાની હોવી જોઈએ, પરંતુ શરૂઆતની તપાસમાં જ તેની પાસે 7 કરોડથી વધુની સંપત્તિ મળી આવી છે. તેના બેંક, દસ્તાવેજ અને અન્ય ઝવેરાતોનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે.

    અહેવાલ અનુસાર, હેમા મીણાએ તેના પતિથી ડિવોર્સ લીધા છે. પતિ તેના મોંઘા શોખ પૂરા કરવા સક્ષમ ન હતા. છૂટાછેડા બાદ હેમા પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનમાં જોડાઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં