Friday, July 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ30 હજાર રૂપિયા કમાતી સબ એન્જિનિયરના ઘરે દરોડા: 30 લાખનું LED, 100થી...

  30 હજાર રૂપિયા કમાતી સબ એન્જિનિયરના ઘરે દરોડા: 30 લાખનું LED, 100થી વધુ શ્વાન અને લક્ઝરી ગાડીઓનો કાફલો મળી આવ્યો, સ્ટાફ સાથે વૉકી-ટૉકી પર વાત કરતી હતી યુવતી

  13 વર્ષની નોકરી દરમિયાન હેમાએ આવકથી 332% વધુ સંપત્તિ બનાવી લીધી છે.

  - Advertisement -

  મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનમાં અસિસ્ટન્ટ એન્જિનિયર ઈન્ચાર્જ (કોન્ટ્રાક્ટ) હેમા મીણા કરોડોની બેનામી સંપત્તિ ધરાવતી હોવાનું સામે આવ્યું છે. લોકાયુક્તે ગુરુવારે (11 મે 2023) ભોપાલથી 19 કિમી દૂર બિલખિરિયા ગામમાં હેમા મીણાના ઘર, ફાર્મ હાઉસ અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા. 13 વર્ષની નોકરી દરમિયાન હેમાએ આવકથી 332% વધુ સંપત્તિ બનાવી લીધી છે. 30 હજાર રૂપિયાની આવક ધરાવતી અસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરે 30 લાખ રૂપિયાનું LED જોઈને લોકાયુક્તની ટીમ પણ ચોંકી ગઈ હતી.

  30 લાખનું LED, 100થી વધુ ડૉગ્સ અને તેમના માટે 2.5 લાખ રૂપિયાનું રોટલીનું મશીન

  લોકાયુક્ત ટીમની કાર્યવાહીમાં હેમા મીણા કરોડોની બેનામી સંપત્તિની માલિક હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં ટીમને સાત કરોડ રૂપિયાની બેનામી પ્રોપર્ટી મળી આવી છે. ટીમનું કહેવું છે કે આ સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં બે-ત્રણ દિવસનો સમય લાગી શકે છે. કોન્ટ્રાક્ટ એન્જિનિયરની સંપત્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ઘરમાં 30 લાખ રૂપિયાનું LED ટીવી લગાવ્યું હતું. તો હેમાના ફાર્મ હાઉસમાં જુદી-જુદી બ્રીડના 100થી વધુ કૂતરા મળી આવ્યા છે. તેમના માટે રોટલી બનાવવા માટે 2.5 લાખ રૂપિયાનું મશીન પણ રાખવામાં આવ્યું છે.

  બંગલાના સ્ટાફ સાથે વાત કરવા માટે વૉકી-ટૉકીનો ઉપયોગ

  રિપોર્ટ અનુસાર, લોકાયુક્તની ટીમને હેમા મીણાના બંગલામાં બનેલા મોટા ગૅરેજમાં થાર સહિતની લક્ઝરી ગાડીઓ પાર્ક કરેલી મળી આવી હતી. વૈભવી જીવનની શોખીન હેમાએ 20 હજાર સ્ક્વેર ફૂટ જમીન પર 1 કરોડ રૂપિયાની કિંમતનો બંગલો તેના પિતાના નામે બનાવ્યો છે. બંગલાના સ્ટાફ સાથે વાત કરવા માટે હેમા વૉકી-ટૉકીનો ઉપયોગ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

  - Advertisement -

  એટલું જ નહીં, ભોપાલ, રાયસેન અને વિદિશાના ઘણાં ગામોમાં જમીનના દસ્તાવેજ ઉપરાંત, હાર્વેસ્ટર, ટ્રેક્ટર અને ખેતીમાં વપરાતા મોંઘા સાધનોની ખરીદીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. અધિકારીઓને બંગલામાંથી પોલીસ હાઉસિંગ બોર્ડનો સરકારી સામાન પણ મળી આવ્યો છે. ટીમ તેનું ક્રોસ ચેકિંગ કરી રહી છે.

  લોકાયુક્ત SP મનુ વ્યાસે જણાવ્યું હતું કે, 2020માં હેમા મીણા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. તેમણે જણાવ્યું કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ભોપાલની વિશેષ અદાલતમાંથી સર્ચ વોરંટ મેળવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  સોલાર પેનલ ચેક કરવાના બહાને બંગલામાં પ્રવેશી હતી લોકાયુક્તની ટીમ

  ગુરુવારે (11 મે 2023) સવારે 6 વાગ્યે લોકાયુક્તની ટીમ બિલખિરિયા સ્થિત હેમાના બંગલા પર પહોંચી હતી. જ્યારે હેમાના સ્ટાફ દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે ટીમે જણાવ્યું કે તેઓ પશુપાલન વિભાગથી છે અને સોલર પેનલ ચેક કરવા આવ્યા છે. અંદર હેમા મળતાં જ તેમણે તપાસનું કહીને હેમાનો મોબાઈલ પોતાની પાસે રાખી લીધો હતો. લોકાયુક્તની ટીમ ઉપરાંત મહેસૂલ અને પશુપાલન વિભાગના 50 લોકોની ટીમ હેમાના ઘરે તપાસ કરી રહી છે.

  ખેડૂતની દીકરી હેમા 13 વર્ષથી નોકરી કરે છે, પતિ સાથે છૂટાછેડા થયા છે

  હેમા મૂળ રાયસેન જિલ્લાના ચપના ગામની રહેવાસી છે. તેના પિતા નાના ખેડૂત છે. તેમની પાસે થોડી જમીન હતી અને તેના પર જ ખેતી કરીને હેમાને ભણાવી હતી. એન્જિનિયર બન્યા બાદ હેમાએ પિતાના નામે કેટલાય એકરની જમીન ખરીદી લીધી છે. હેમા 2016થી પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનમાં પોસ્ટેડ છે. આ પહેલા તે કોચીમાં કામ કરતી હતી. એટલે કે હેમા 13 વર્ષથી નોકરી કરી રહી છે. એ હિસાબે તેની મહત્તમ સંપત્તિ 15થી 18 લાખ રૂપિયાની હોવી જોઈએ, પરંતુ શરૂઆતની તપાસમાં જ તેની પાસે 7 કરોડથી વધુની સંપત્તિ મળી આવી છે. તેના બેંક, દસ્તાવેજ અને અન્ય ઝવેરાતોનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

  અહેવાલ અનુસાર, હેમા મીણાએ તેના પતિથી ડિવોર્સ લીધા છે. પતિ તેના મોંઘા શોખ પૂરા કરવા સક્ષમ ન હતા. છૂટાછેડા બાદ હેમા પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનમાં જોડાઈ હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં