Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅબ્દુલ કાસિમે હિંદુ યુવતી પર અઢી વર્ષ બળાત્કાર કર્યા, અશ્લીલ વિડીયો બનાવ્યા:...

    અબ્દુલ કાસિમે હિંદુ યુવતી પર અઢી વર્ષ બળાત્કાર કર્યા, અશ્લીલ વિડીયો બનાવ્યા: વિડીયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા

    યુવતીનો આરોપ છે કે હવે આરોપી તેને તેની બીજી પત્ની બનવાનું કહીને ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરી રહ્યો છે. એવો પણ આરોપ છે કે ફરિયાદી તેના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ ત્યાં તેની ફરિયાદ સાંભળવામાં આવી ન હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના શ્યોપુર શહેરમાં ફરી એકવાર એક હિંદુ યુવતી સાથે ક્રૂરતા, કપટ અને ધર્મ પરિવર્તન માટે દબાણનો મામલો સામે આવ્યો છે. અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મુસ્લિમ યુવક હિંદુ યુવતીનું શારીરિક શોષણ કરતો રહ્યો અને તેની પાસેથી પૈસા પણ પડાવી લીધા. પોલીસે આ બાબતે કેસ નોંધ્યો છે.

    અહેવાલો મુજબ મધ્યપ્રદેશના શ્યોપુર શહેરમાં રહેતી એક હિંદુ યુવતીએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ યુવક પર છેલ્લા અઢી વર્ષથી ધમકી આપી લાખો રૂપિયાની ઉચાપત કરવાનો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.

    પીડિતાના પરિવારજનો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ પણ કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જેઓએ આ સમગ્ર મામલાને લવ જેહાદ ગણાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદ બાદ કોતવાલી પોલીસ સ્ટેશને ફરિયાદીઓના નિવેદનના આધારે આરોપી યુવક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    શું છે આખો મામલો

    આ મામલો શ્યોપુર શહેરના જ એક વિસ્તારનો છે. 22 વર્ષીય પીડિતાનો આરોપ છે કે આરોપી સાનુ ઉર્ફે અબ્દુલ કાસિમે અઢી વર્ષ પહેલા તેની સાથે બળજબરીથી અશ્લીલ વિડીયો અને ફોટા રેકોર્ડ કર્યા હતા. તે વાયરલ કરી દેવાની અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ફરિયાદી યુવતી પાસેથી છેલ્લા અઢી વર્ષમાં અલગ-અલગ તારીખે ચાર લાખ 70 હજાર રૂપિયા પણ લીધા હતા, આરોપીએ યુવતી સાથે વારંવાર બળાત્કાર કરીને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.

    યુવતીનો આરોપ છે કે હવે આરોપી તેને તેની બીજી પત્ની બનવાનું કહીને ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરી રહ્યો છે. એવો પણ આરોપ છે કે ફરિયાદી તેના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ ત્યાં તેની ફરિયાદ સાંભળવામાં આવી ન હતી.

    મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ અને કાર્યકર્તાઓ પીડિતા સાથે કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મામલાની ફરિયાદ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત સંયોજક અનિતા સિકરવારે અબ્દુલ કાસિમ પર પીડિતા પર બળાત્કાર કરવાનો અને સમગ્ર મામલાને લવ જેહાદ તરીકે બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે.

    આ અંગે એસડીઓપી રાજુ રજકનું કહેવું છે કે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. મામલો લવ જેહાદનો છે કે નહીં તે તપાસ પછી જ ખબર પડશે. ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં