Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબના LPUએ કાશ્મીર-પૂર્વોત્તરને ભારતના નકશામાંથી કાઢી નાખ્યા, AAP સાંસદ અશોક મિત્તલ યુનિવર્સિટી...

    પંજાબના LPUએ કાશ્મીર-પૂર્વોત્તરને ભારતના નકશામાંથી કાઢી નાખ્યા, AAP સાંસદ અશોક મિત્તલ યુનિવર્સિટી ચાન્સેલર છે

    નિવર્સિટી દ્વારા ભારતનો વિકૃત નકશો દર્શાવવાની આ ઘટના પહેલી નથી. આ પહેલા પણ 15 જૂન 2022ના રોજ ચંદીગઢ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વિભાગમાં ભારતનો વિવાદાસ્પદ નકશો બતાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પંજાબના LPUએ કાશ્મીર-પૂર્વોત્તરને ભારતના નકશામાંથી કાઢી નાંખતા વિવાદ થયો છે. પંજાબના ફગવાડામાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) એ તેના સ્ટડી ઈન્ડિયા કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ વીડિયો ચલાવ્યો છે. આ વીડિયોમાં કાશ્મીર અને પૂર્વોત્તર ભારતને ભારતના નકશામાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ વિડિયો પહેલીવાર 7 જૂન, 2022ના રોજ યુનિવર્સિટીના ઓફિસિયલ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોક કુમાર મિત્તલ આ યુનિવર્સિટીના ચાન્સેલર છે. પંજાબના LPUએ કાશ્મીર-પૂર્વોત્તરને ભારતના નકશામાંથી કાઢી નાંખ્યું

    આ વિડિયોમાં આફ્રિકન દેશ ઘાનાનો રહેવાસી ઓમર તૌફીક સૌથી પહેલા દેખાય છે. તે યુનિવર્સિટીમાં ઉપલબ્ધ તમામ અભ્યાસક્રમોની પ્રશંસા કરે છે. આ જ બાબતોની વચ્ચે એક વીડિયો દેખાય છે. આ વીડિયોમાં ભારતનો અધૂરો નકશો જોવા મળે છે. તે નકશામાં કાશ્મીર અને પૂર્વોત્તર ભારત દેખાતું નથી.

    થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થઈ ગયો. લોકોએ આ કૃત્ય પાછળ જવાબદાર વ્યક્તિની માહિતી પણ શેર કરી. તે વ્યક્તિ લવલી પ્રોફેશન યુનિવર્સિટીનો અધિકારી છે. આ યુનિવર્સિટી વર્ષ 2005 માં બનીને પૂર્ણ થઈ હતી અને 1 વર્ષ પછી 2006 માં તેણે કામકાજ અને શિક્ષણ શરૂ કર્યું હતું. હાલમાં શારદા યુનિવર્સિટી નોઇડાના પ્રોફેસર અને સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટ કરવા માટે જાણીતા અહરાર અહેમદ લોન પણ અગાઉ આ લવલી યુનિવર્સિટીના પ્રોફેસર હતો.

    - Advertisement -

    યુનિવર્સિટી દ્વારા ભારતનો વિકૃત નકશો દર્શાવવાની આ ઘટના પહેલી નથી. આ પહેલા પણ 15 જૂન 2022ના રોજ ચંદીગઢ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વિભાગમાં ભારતનો વિવાદાસ્પદ નકશો બતાવવામાં આવ્યો હતો. આ નકશામાં POK (પાક અધિકૃત કાશ્મીર)ને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. ઘણા નેટીઝનોએ આ નકશા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. લોકોની માંગ પર, યુનિવર્સિટીએ સંજ્ઞાન લીધું અને યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પરથી ભૂતપૂર્વ વિદ્યાર્થી વિભાગને દૂર કરવામાં આવ્યો. ચંદીગઢ યુનિવર્સિટી પણ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં