ભાજપના આઈટી સેલના ઇન-ચાર્જ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “કોંગ્રેસ પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને આપેલો નિર્દેશ રમખાણ ફેલાવવાના મેન્યુઅલ જેવું છે. લોકોને રાજ્ય અને જિલ્લા કાર્યાલયો પર એકઠા થવાનો નિર્દેશ આપવો યોગ્ય નથી. કારણકે મત ગણના પ્રત્યેક લોકસભામાં સુરક્ષિત રીતે કરવામાં આવતી હોય છે.”
અમિત માલવિયાએ શેર કરેલા પત્રમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને કોંગ્રેસ કાર્યાલયના ફોન નંબર આપવામાં આવ્યા છે. આ પત્રમાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ તેમજ પ્રભારીઓને લીને સુચના આપવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે તમામ કાર્યકર્તાઓએ ઘરે બેસીને ચૂંટણીના પરિણામો નથી જોવાના. તમામ લોકોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયો પણ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ પ્રભારીઓને તમામ પ્રકારની તૈયારીઓ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ પત્રમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસનું મોનીટરીંગ સેલ 24 કલાક ખુલ્લું રહેશે. સાથે જ પત્રમાં 2 નંબર આપવામાં આવ્યા છે અને જનતાને કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ શંકા લાગે ત્યાની માહિતી તે નંબર દ્વારા આપવામાં આવે. મહત્વનું છે કે આ પત્રમાં તેવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કાર્યકર્તાઓને ‘જ્યાં જરૂર પડે ત્યાં’ લઈ જવા માટેની વ્યવસ્થા કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
Congress party’s instruction to its workers’ reads like a manual to riot… There is absolutely no merit in asking people to assembly in state and district offices because counting happens in a designated secure zone for each Lok Sabha, unless the idea is to unleash mobs and… pic.twitter.com/z5qfWsWFzm
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) June 3, 2024
આ સિવાય સુદર્શન ન્યુઝ ચેનલ દ્વારા પણ એક ભંગારના વેપારીનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. ચેનલે પણ પ્રશ્ન પૂછ્યો છે કે શું મોટા પાયે રમખાણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે?
વિડીયોમાં પત્રકાર એક ભંગારના વેપારીને પ્રશ્ન પૂછે છે, જેના જવાબમાં સામેવાળો વ્યક્તિ જવાબ આપી રહ્યો છે કે બે દિવસ પહેલા આખો ટેમ્પો ભરીને કાંચની ખાલી બોટલ કોઈ ખરીદીને ગયું છે. વિડીયોમાં આ વ્યક્તિ સરનામું પણ જણાવી રહ્યો છે.
यह लीजिए सबूत- कबाड़ बाज़ारों से काँच की बोतलें बड़े पैमानों पर ख़रीदी जा रही हैं ! दंगों के लिए ? #सावधान #Savdhan #Jago 8pm https://t.co/JUhphBmMYy pic.twitter.com/Svh2XYgrys
— Dr. Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) June 3, 2024
ઉલ્લેખનીય છે કે 4 તારીખે આખા દેશમાં મત ગણતરી થનાર છે. લોકસભા ચૂંટણીના પરિણામો આ પછી જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી સામે આવેલા એક્ઝિટ પોલ્સ દેશમાં ફરી એક વાર ભાજપ સરકાર બનતી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. એક્ઝિટ પોલ્સ જોઇને વિપક્ષે તેને નકારી દીધા હતા અને તેને ખોટા કહ્યા હતા. અત્યારથી જ વિપક્ષ અને આખા INDI ગઠબંધને EVMને દોષ દેવાનું ચાલુ કરી દીધું છે.