Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટThe Kerala Story ને રોકવા વામપંથી-કોંગ્રેસી એક થયા, DGPએ FIR કરવાનો આદેશ...

    The Kerala Story ને રોકવા વામપંથી-કોંગ્રેસી એક થયા, DGPએ FIR કરવાનો આદેશ આપ્યો: ફિલ્મ The Kashmir Files જેવો વિરોધ

    વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મમાં કાશ્મીરમાં હિંદુઓ પર થયેલી પ્રતાડનાઓને પડદા પર કંડારી હતી, તો વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ કેરળમાં ઇસ્લામિક ધર્માંતરણ અને તસ્કરીનો ભોગ બનેલી મહિલાઓની વેદના દર્શાવે છે.

    - Advertisement -

    જે રીતે “ધ કાશ્મીર ફાઈલ્સના” વિરોધમાં સેક્યુલર-લિબરલ છાવણી એક થઈ હતી, તેવું જ કઈક ધ કેરળ સ્ટોરી સાથે થતું જોવા મળી રહ્યું છે. બંને ફિલ્મો સત્ય ઘટનાઓ પર આધારિત છે. જ્યારે વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મમાં કાશ્મીરમાં હિંદુઓ પર થયેલી પ્રતાડનાઓને પડદા પર કંડારી હતી, તો વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ કેરળમાં ઇસ્લામિક ધર્માંતરણ અને તસ્કરીનો ભોગ બનેલી મહિલાઓની વેદના દર્શાવે છે. તેવામાં હવે The Kerala Story ફિલ્મને રોકવા વામપંથી-કોંગ્રેસ એક થયા છે.

    કેરલા સ્ટોરીનું ટીઝર ગુરુવારે (3 નવેમ્બર 2022) YouTube પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં એક એવી મહિલાની વ્યથા દર્શાવવામાં આવી છે જે નર્સ બનવાનું સપનું જુએ છે. પરંતુ ઘરેથી અપહરણ કર્યા બાદ તેને ISISની આતંકી બનાવી દેવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી અદા શર્મા લીડ રોલમાં છે. ટીઝરમાં બુરખો પહેરીને તે કહે છે, “મારું નામ શાલિની ઉન્નીકૃષ્ણન હતું. હું નર્સ બનીને લોકોને મદદ કરવા માંગતી હતી. હવે હું ફાતિમા બા છું. એક ISIS આતંકવાદી, જે અફઘાનિસ્તાનની જેલમાં બંધ છે. હું એકલી નથી. મારા જેવી 32000થી વધુ યુવતીઓને સીરિયા અને યમનમાં ધર્માંતરિત કરીને દફનાવી દેવામાં આવી છે.” આ ટીઝર લોન્ચ થતાંજ The Kerala Story ફિલ્મને રોકવા વામપંથી-કોંગ્રેસ એક થઈ ગયા છે.

    આ દરમિયાન આ ફિલ્મને રોકવા માટે આખી એક ગેંગ સક્રિય થઈ ગઈ છે. કેરળમાં રાજકીય રીતે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ભલે બે છેડે ઊભા હોય એવું લાગે, પરંતુ આ બંને પક્ષ ફિલ્મના વિરોધ પર એકસાથે વાત કરી રહ્યા છે. તેઓ આ ફિલ્મને રાજ્યની છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે. કેરળ વિધાનસભામાં કોંગ્રેસના નેતા વીડી સતેષને કહ્યું કે આ ફિલ્મ ખોટી માહિતી ફેલાવે છે અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે, “મેં ટીઝર જોયું છે. આ ખોટી માહિતીનો સ્પષ્ટ કેસ છે. કેરળમાં આવું કંઈ નથી થઈ રહ્યું. આ અન્ય રાજ્યોની સામે કેરળની છબીને ખરાબ કરવા માટેનો પ્રયાસ છે. નફરત ફેલાવે છે, તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સામાન્ય રીતે, અમે ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની વિરુદ્ધ છીએ, પરંતુ આ પ્રકારની ખોટી માહિતી સાંપ્રદાયિક મુદ્દાઓ તરફ દોરી જશે. રાજ્ય પોલીસ પાસે પણ આવો કોઈ રેકોર્ડ નથી.”

    બીજી તરફ, CPI(M) રાજ્યસભાના સાંસદ જોન બ્રિટાસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને ‘ધ કેરળ સ્ટોરી’ના ટીઝર સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેણે પોતાના પત્રમાં કહ્યું છે કે ફિલ્મનું ટીઝર ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. આનાથી જાહેર શાંતિમાં ખલેલ પડી શકે છે અને આ કેરળને બદનામ કરવાનો ઈરાદો છે.

    કેરળના પોલીસ મહાનિર્દેશક અનિલ કાંતે મંગળવારે (7 ઑક્ટોબર 2022) તિરુવનંતપુરમના પોલીસ કમિશનર સ્પર્જન કુમારને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના ક્રૂ મેમ્બર વિરુદ્ધ કેસ નોંધવા નિર્દેશ આપ્યો હતો. અગાઉ સોમવારે, તમિલનાડુ સ્થિત પત્રકાર બીઆર અરવિંદકશને ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના વડા પ્રસૂન જોશી અને અન્યને પત્ર લખીને ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી નિર્માતાઓ તેમના દાવા માટે પૂરતા પુરાવા રજૂ નહીં કરે ત્યાં સુધી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં