Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ“લોગ ગયે, સબ ઘૂમે…ફિરે…”: લાલુ યાદવે મિશન ચંદ્રયાન-3માં માણસોને ચંદ્ર પર મોકલવા...

    “લોગ ગયે, સબ ઘૂમે…ફિરે…”: લાલુ યાદવે મિશન ચંદ્રયાન-3માં માણસોને ચંદ્ર પર મોકલવા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા!

    ચંદ્રયાન-3 મિશનમાં કોઈ અવકાશયાત્રી ચંદ્ર પર ગયા નથી. યાન મારફતે માત્ર મશીનોને મોકલવામાં આવ્યાં છે અને તે જ ત્યાં પરીક્ષણ અને અભ્યાસ કરશે. આ અત્યાધુનિક મશીનો પૃથ્વી પર સંપર્ક કરીને માહિતી મોકલાવે છે, કોઈ અવકાશયાત્રી ચંદ્ર પર ગયા નથી.

    - Advertisement -

    શુક્રવારે (31 ઓગસ્ટ, 2023) વિપક્ષી દળોના I.N.D.I.A ગઠબંધનની એક બેઠક મુંબઈમાં યોજાઈ, જેમાં લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પણ આ બેઠકમાં હતા. બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તો તેમાં પણ તેમણે સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે લોચો માર્યો અને ચંદ્રયાનમાં માણસો પણ ગયા હોવાનું કહી દીધું હતું. 

    લાલુ યાદવે કહ્યું, “હમણાં બહુ જયજયકાર થઇ રહ્યો છે અને થવો જ જોઈએ. વૈજ્ઞાનિકોનો (જયજયકાર) થવો જોઈએ….ચંદ્રયાન પર લોકો ગયા, બધા હર્યા-ફર્યા…લોકો…આપણા વૈજ્ઞાનિકો, દેશનું નામ ઊંચું થયું.” તેમની આ ક્લિપ સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ રહી છે અને લોકો મજા લઇ રહ્યા છે. 

    આ વિડીયોમાં 4:52 મિનિટથી લાલુ પ્રસાદનું નિવેદન સાંભળી શકાશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભારતે 14 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3નું સફળ લૉન્ચિંગ કરીને મિશન શરૂ કર્યું હતું. આ ચંદ્રયાન પહેલાં પૃથ્વી અને ત્યારબાદ ચંદ્રની ભ્રમણ કક્ષાઓમાં એક મહિનાથી વધુ સમય યાત્રા કરીને ગત 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રમાની સપાટી પર પહોંચ્યું હતું, જ્યાં તેના લેન્ડરે સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. જેની સાથે જ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત પ્રથમ દેશ બન્યો હતો. 

    જોકે, અહીં એ જાણવું જોઈએ કે ચંદ્રયાન-3 મિશનમાં કોઈ અવકાશયાત્રી ચંદ્ર પર ગયા નથી. યાન મારફતે માત્ર મશીનોને મોકલવામાં આવ્યાં છે અને તે જ ત્યાં પરીક્ષણ અને અભ્યાસ કરશે. આ અત્યાધુનિક મશીનો પૃથ્વી પર સંપર્ક કરીને માહિતી મોકલાવે છે, કોઈ અવકાશયાત્રી ચંદ્ર પર ગયા નથી. એ જ કારણ છે કે લાલુ યાદવના નિવેદન પર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. 

    જોકે, મિશન ચંદ્રયાન-3માં અવકાશયાત્રીઓએ પણ ભાગ લીધો હોવાનો દાવો કરનાર લાલુ યાદવ પહેલા નેતા નથી. લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ રાજસ્થાનના કોંગ્રેસના એક મંત્રીએ આવું જ બાફ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આપણે સુરક્ષિત લેન્ડિંગ કર્યું અને સફળ થયા. જે પણ અવકાશયાત્રી ત્યાં ગયા છે તેને હું સલામ કરું છું. આ સફળતાથી આપનો દેશ સ્પેસ સાયસન્સ અને રિસર્ચમાં એક ડગલું આગળ વધશે. હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં