Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુર્ણેશ મોદી બાદ હવે એક અન્ય ‘મોદી’ રાહુલ ગાંધીના બધા મોદી ચોર...

    પુર્ણેશ મોદી બાદ હવે એક અન્ય ‘મોદી’ રાહુલ ગાંધીના બધા મોદી ચોર છેની ટીપ્પણી વિરુદ્ધ છેક યુકેની કોર્ટમાં કેસ કરશે

    લલિત મોદી આગળ કહે છે કે તેમણે હવે નિર્ણય લીધો છે કે હું યુકેની કોર્ટમાં તુરંત જ રાહુલ ગાંધીને ખેંચી જઈશ. મને ખાતરી છે કે અહીં તેઓ કોઈ પાક્કા પુરાવા સાથે હાજર થશે. હું તેમને અહીં સંદતર મુર્ખ પુરવાર થાય તેની રાહ જોઇશ.

    - Advertisement -

    બધા મોદી ચોર છે એ પ્રકારની ટીપ્પણી કરીને પોતાનું લોકસભાનું સંસદ સભ્ય પદ ગુમાવનાર પૂર્વ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ તેમનો પીછો છોડવાનું નામ નથી લઇ રહી. હવે છેક યુકેની કોર્ટમાં તેમનાં મામલે ફરિયાદ થવાની છે. પૂર્વ IPL કમિશનર અને ઉદ્યોગપતિ હાલમાં યુકે સ્થિત લલિત મોદી રાહુલ ગાંધી પર આ જ મામલે ત્યાંની કોર્ટમાં માનહાનીનો દાવો કરવાના છે.

    લલિત મોદીએ આ મામલે થોડા સમય અગાઉ જ એક ટ્વીટ કરી છે જેમાં તેમણે કહ્યું છે કે, જ્યારે જુઓ ત્યારે કોઇપણ આલીયો, માલિયો અને ગાંધી (Tom, Dick and Gandhi) એમ કહી રહ્યો છે કે  હું કાયદાથી ભાગેલો વ્યક્તિ છું. કેમ? કેવી રીતે? અને હું ક્યારે પપ્પુ એટલેકે રાહુલ ગાંધીની જેમ કોઈ પણ મામલે દોષિત ઠર્યો છું? રાહુલ ગાંધી હવે એક સામાન્ય નાગરિક બની ગયા છે અને એવું લાગે છે કે તમામ વિપક્ષી નેતાઓ હવે નવરા થઇ ગયા છે અને કશું કામ ન હોવાને લીધે અથવાતો તેમની પાસે ખોટી માહિતી હોવાને કારણે તેઓ કોઈ દુષ્પ્રચારને આગળ ફેલાવી રહ્યાં છે.

    ત્યારબાદ લલિત મોદી આગળ કહે છે કે તેમણે હવે નિર્ણય લીધો છે કે હું યુકેની કોર્ટમાં તુરંત જ રાહુલ ગાંધીને ખેંચી જઈશ. મને ખાતરી છે કે અહીં તેઓ કોઈ પાક્કા પુરાવા સાથે હાજર થશે. હું તેમને અહીં સંદતર મુર્ખ પુરવાર થાય તેની રાહ જોઇશ.

    - Advertisement -

    ત્યારબાદ લલિત મોદીએ આરોપ લગાવ્યો હતો કે ગાંધી પરિવારના ખાસમખાસ એવા આરકે ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોહરા, સતીશ શર્મા અને નારાયણ દત્ત તિવારી આ તમામ પાસે કેવી રીતે વિદેશમાં સંપત્તિઓ છે? શ્રીમાન કમલનાથને પૂછો નહીં તો હું આ માહિતી આપવા તૈયાર છું.

    લલિત મોદીએ કહ્યું છે કે ભારતની પ્રજાને હવે મુર્ખ બનાવવાની જરૂર નથી કે ખરેખરા ગુનેગારો કોણ છે. ગાંધી પરિવારને એવું લાગે છે કે ભારત પર રાજ કરવા માટે ફક્ત તેમને જ હક્ક મળ્યો છે. હું ત્યારે દેશ પાછો ફરીશ જ્યારે તમે કડક અને જવાબદાર કાયદાઓ પસાર કરશો.

    ત્યારબાદ લલિત મોદી IPL અને પોતે વિશ્વની આ સહુથી મહાન સ્પોર્ટીંગ લીગના પાયામાં કેવી રીતે છે તેના ગુણગાન પણ ગઈ રહ્યાં હોવાનું તેમની ટ્વીટમાં જોવા મળ્યું છે. રાહુલ ગાંધી અગાઉથી જ મોદી સમાજના અપમાન મામલે સજાનો સામનો કરી રહ્યાં છે.

    સુરતની એક કોર્ટે ધારાસભ્ય પુર્ણેશ મોદીની અરજી પર રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો યોગ્ય હોવાનો ચુકાદો આપ્યો છે. આ મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા પણ થઇ છે જેમાં તેઓ હાલમાં જામીન પર મુક્ત છે અને એક મહિનામાં તેમણે ઉપરની કોર્ટમાં અપીલ પણ કરવાની છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં