ગુજરાતમાં કચ્છના નખત્રાણામાં (Nakhatrana) ગણેશજીના પંડાલ પર પથ્થરમારો (Stone Pelting) કરવાની ઘટના સામે આવી હતી. બીજી તરફ મંડપથી થોડાં જ ડગલાં દૂર સ્થિત એક હિંદુ મંદિર પર મઝહબી લીલો ઝંડો લગાવવાનો મામલો પણ સામે આવ્યો હતો. આ મામલે પોલીસે કુલ 3 સગીર સહિત કુલ સાત મુસ્લિમ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક મૌલાના (Maulana) પણ હતો. હવે પોલીસે તેની મદરેસામાં તપાસ કરતાં ત્યાંથી હથિયારો મળી આવ્યાં છે. જે મામલે તેની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર હુમલા બાદ પોલીસ આ મામલે કાર્યવાહી હાથ ધરી તપાસ કરી રહી હતી. મૌલાના ગુલામ હુસૈન જાફરની અટકાયત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેના નિવાસસ્થાન અને મદરેસામાં તપાસ કરવા સૂચના આપી હતી. LCB અને નખત્રાણા પોલીસના પોલીસકર્મીઓએ મદરેસામાં તપાસ કરતાં ત્યાંથી હથિયારો મળી આવ્યાં હતાં.
મદરેસામાંથી મળ્યા ધારદાર ચાકુ
આ શોધખોળ દરમિયાન 12 સપ્ટેમ્બરના રોજ પોલીસને મદરેસાના એક રૂમમાંથી 1 છરી અને 2 ધારદાર ચાકુ મળી આવ્યાં હતાં. ત્યારબાદ મદરેસામાં રહેતા મૌલાના ગુલામ હુસૈન જાફર લુહાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી મૌલાના સામે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી હતી. તેની સામે ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
#Gujarat #Kutch
— Hiren (@hdraval93) September 12, 2024
કચ્છ ના કોટડા જડોદર મા આવેલ મદ્રેસા જ્યાં બાળકો ને શિક્ષણ નું સિંચન થતું હોય તે જગ્યા એ હથિયાર મળી આવ્યા
પોલીસએ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી.
ગઈકાલે જ આ મૌલાના ગણેશ ભગવાન ની મૂર્તિ ખંડિત કરવા અને મંદિર પર અન્ય ધર્મ ની ધજા ચડાવવાના ગુના માં પકડાયેલ છે… pic.twitter.com/8t6ql2kvIY
આરોપી મૌલાના પંડાલ પર પથ્થરમારો કરનારનો બાપ
ઉલ્લેખનીય છે કે નખત્રાણામાં પણ સુરતની જેમ જ ગણેશ પંડાલ પર હુમલો કરવાના કાવતરાને અંજામ આપવા માટે સગીર મુસ્લિમ બાળકોનો ઉપયોગ કરીને તેમના દ્વારા પથ્થરમારાને અંજામ આપવામાં આવ્યો હતો. પથ્થરો ફેંકાવાના કારણે ગણેશજીની મૂર્તિ સૂંઢના ભાગેથી ખંડિત થઈ હતી. પથ્થરમારા બાદ મંડપની નજીક જ આવેલા એક મંદિર પર ઇસ્લામી ઝંડો ફરકાવી દેવામાં આવ્યો હતો.
સુરત બાદ હવે કચ્છના નખત્રાણામાં એ જ મોડસ ઓપરેન્ડીથી હિંદુ આસ્થા પર હુમલો
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 11, 2024
કોટડા જરોદાર ગામે પથ્થરમારો કરીને ગણેશજીની પ્રતિમા ખંડિત કરાઈ. મંડપથી થોડે જ દૂર એક મંદિર પર ફરકાવી દેવાયો લીલો ઝંડો.
પથ્થરો ફેંકનારા મુસ્લિમ સગીરો, એકનો બાપ મૌલાના.
પોલીસે ગુનો નોંધીને ત્રણ સગીરો સહિત… pic.twitter.com/Yrwl4TeqU5
ઘટના સામે આવ્યા બાદ નખત્રાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને 3 મુસ્લિમ બાળકો અને 4 વયસ્કોની અટકાયત કરી હતી. જેમાંથી અમુક મંદિર પર ઝંડા લગાવવામાં પણ સામેલ હતા. આ બાદ સામે આવ્યું હતું કે, પકડાયેલાં મુસ્લિમ બાળકોમાંથી એકનો બાપ મૌલાના છે. તેની પણ અટકાયત કરવામાં આવી હતી. હવે તેની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.