Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુફોબિક અને કામાંધ કૉમેડિયન તન્મય ભટના સમર્થનમાં આવ્યો કુણાલ કામરા: તન્મયને પીડિત...

    હિંદુફોબિક અને કામાંધ કૉમેડિયન તન્મય ભટના સમર્થનમાં આવ્યો કુણાલ કામરા: તન્મયને પીડિત ગણાવ્યો, સવાલ થતાં ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ કર્યા

    કુણાલ કામરાએ મંગળવારે કોટક મહિન્દ્રા બેન્કનું ટ્વિટ ક્વોટ કરીને ટિપ્પણી કરી કે શા માટે કોઈ ‘વિક્ટિમ’ તન્મય ભટના સમર્થનમાં આવી રહ્યું નથી. તેણે કોમેડી વર્લ્ડ માટે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. 

    - Advertisement -

    દેશમાં સ્ટેન્ડ અપ કૉમેડિયનોનો એક વર્ગ એવો છે જેમના માટે કોઈ ધર્મ, સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરવી કે ઘણી વખત દેશવિરોધી પણ બોલી નાંખવું એ ‘હાસ્ય’ છે. સોશિયલ મીડિયાના કારણે જ્યારે તેઓ ઉઘાડા પડી જાય છે અને લોકો જવાબ માંગે છે ત્યારે વિક્ટિમ કાર્ડ રમવાનું શરૂ કરી દે છે. આ ટોળકીની એક ખાસિયત એ પણ છે કે તેમાંથી એક વ્યક્તિ ઉપર તવાઈ આવે તો તરત બધા બોલવા માંડે છે. તાજેતરમાં તન્મય ભટ નામના ‘કૉમેડિયને’ પોતાનાં જૂનાં ટ્વિટ્સના કારણે કોટક મહિન્દ્રા બેન્ક સાથેનો કરાર ગુમાવવો પડ્યો અને વિરોધ વેઠવો પડ્યો તો અન્ય કૉમેડિયનો તરફથી તો ખાસ પ્રતિક્રિયા જોવા ન મળી પણ અન્ય એક પ્રોપેગેન્ડિસ્ટ ‘કૉમેડિયન’ કુણાલ કામરા તેના સમર્થનમાં આવી ગયો હતો.

    કુણાલ કામરાએ 14 ફેબ્રુઆરીએ અમુક ટ્વિટ્સ કર્યાં હતાં અને જેમાં તેણે તન્મય ભટનો પક્ષ લીધો અને તેને ‘વિક્ટિમ’ ગણાવ્યો હતો. ઉપરાંત, એક ટ્વિટમાં તેણે તન્મય ભટ સાથે ‘બહાદૂરીપૂર્વક’ કામ કરવા બદલ એક કંપનીને અભિનંદન પણ પાઠવ્યા હતા. એ વાત અલગ છે કે તે ટ્વિટ પછીથી તેણે ડિલીટ કરી દીધું હતું. 

    કુણાલ કામરાએ મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023) કોટક મહિન્દ્રા બેન્કનું ટ્વિટ ક્વોટ કરીને ટિપ્પણી કરી કે શા માટે કોઈ ‘વિક્ટિમ’ તન્મય ભટના સમર્થનમાં આવી રહ્યું નથી. તેણે કોમેડી વર્લ્ડ માટે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. 

    - Advertisement -

    કુણાલ કામરાના આ ટ્વિટ્સ પર અનેક પ્રતિક્રિયાઓ આવી અને લોકોએ તેને પૂછ્યું કે અહીં તન્મય ભટ ‘પીડિત’ કઈ રીતે છે? લોકોએ ચાઈલ્ડ રેપ જોક્સ બનાવનાર તન્મય ભટને પ્રોત્સાહન આપવા બદલ કુણાલ કામરાને ઉધડો પણ લીધો. જોકે, ડેમેજ કંટ્રોલ માટે પછીથી કામરાએ આને ‘કટાક્ષ’ ગણાવ્યું હતું. પરંતુ તેના ઇતિહાસને જોતાં આ ખરેખર ‘કટાક્ષ’ હશે કે કેમ તે કળવું મુશ્કેલ છે.

    મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023) કરેલા અન્ય એક ટ્વિટમાં કુણાલ કામરાએ તન્મય ભટને ફરી ‘પીડિત’ ગણાવ્યો હતો અને ફિનટેક કંપની CREDને તેનાં કેમ્પેઈન ચાલુ રાખવા બદલ અભિનંદન આપ્યા હતા. જોકે, પછીથી કામરાએ આ ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તે નેટિઝન્સની નજરે ચડી ગયું હતું. 

    કુણાલ કામરાએ તેના ટ્વિટમાં લખ્યું, ‘આપણે CRED જેવી હિંમતથી કામ કરતી બ્રાન્ડ્સને અભિનંદન આપવા જોઈએ જે હજુ પણ પીડિત તન્મય ભટના કેમ્પેઈન ચલાવી રહી છે. લોકોના કહ્યામાં ન આવીને મેઘાવી કોમેડિયન તન્મય ભટ સાથે કામ કરવા બદલ તેમની બહાદૂરીને સલામ.’

    કુણાલ કામરાએ ટ્વિટ ડિલીટ કરી નાંખ્યા બાદ લેખિકા શેફાલી વૈદ્યએ આ બાબત તરફ ધ્યાન દોર્યું અને એક ટ્વિટમાં કામરાના ટ્વિટનો સ્ક્રીનશોટ અને તન્મયનાં જૂનાં ટ્વિટ્સનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને ટિપ્પણી કરી હતી. તેમણે તન્મય ભટ સાથે કામ કરવા બદલ CREDને પણ પ્રશ્ન કર્યા હતા.

    ત્યારબાદ અન્ય પણ કેટલાક યુઝરોએ આ વિશે ટિપ્પણી કરી હતી તો ઘણા યુઝરોએ એપ્લિકેશન ડિલીટ કરવાનું શરૂ કરી દીધું હતું. 

    બસંત નામના એક યુઝરે CREDને ટેગ કરીને કહ્યું કે, તેમણે તન્મય ભટના કુકર્મોમાં સહકાર આપવો જોઈએ નહીં અને તેને બહારનો રસ્તો દેખાડી દેવો જોઈએ. 

    એક યુઝરે કહ્યું કે, તન્મય ભટ આ પ્રકારના વિચારો ધરાવે છે તે જાણ્યા બાદ હવે તેઓ CRED એપ્લિકેશન અન-ઇન્સ્ટોલ કરી રહ્યા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં તન્મય ભટ નામના ‘કૉમેડિયન’ સાથે કોટક મહિન્દ્રા બેંકે એડ કેમ્પેઈન રદ કરી દીધું હતું. કારણ એ હતું કે સોશિયલ મીડિયા પર તન્મયનાં અમુક ટ્વિટ્સ વાયરલ થયાં હતાં, જેમાં તેણે બાળકોથી લઈને દેવતાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં