Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉર્સના મેળામાંથી ગુમ થયેલી યુવતીની હત્યાના આરોપીઓ હજુ પણ ન પકડાતાં જનાક્રોશ:...

    ઉર્સના મેળામાંથી ગુમ થયેલી યુવતીની હત્યાના આરોપીઓ હજુ પણ ન પકડાતાં જનાક્રોશ: મહીસાગરનું ખાનપુર સજ્જડ બંધ રહ્યું, રેલી યોજીને કલેક્ટરને આવેદન અપાયું

    તા. 21મીના રોજ સાંજના સમયે ખાનપુર પોલીસને કારંટા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી ખાતેથી દલિત યુવતીની લાશ કોથળામાંથી મળી આવી હતી.

    - Advertisement -

    મહીસાગર જિલ્લામાંથી થોડા દિવસ પહેલાં એક દલિત યુવતીની લાશ મળી આવી હતી. જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ કારંટા ગામે ઉર્સના મેળામાં પરિવાર સાથે ગયેલી ધો.12ની વિદ્યાર્થીની ચંદ્રિકા પરમાર ગુમ થયા બાદ નદીમાંથી તેનો મૃતદેળ મળી આવ્યો હતો. યુવતીની હત્યાના આરોપીઓની હજુ સુધી ધરપકડ થઇ નથી ત્યાં બીજી તરફ દલિત સમાજ અને સ્થાનિક લોકોએ સજ્જડ બંધ પાળ્યો અને બજાર સ્વયંભૂ બંધ રાખ્યું હતું.

    દલિત યુવતીની હત્યાના આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે તેવામાં દલિત સમાજના આગેવાનો સહિત ખાનપુરના ગ્રામજનો દ્વારા રવિવારે (26 માર્ચ 2023) સ્વેચ્છિક ખાનપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ સિવાય દલિત સમાજે ખાનપુરથી મહીસાગર જિલ્લા કલેકટર કચેરી લુણાવાડા સુધી રેલીનું આયોજન કરીને જિલ્લા કલેકટરને હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી ધરણાં કાર્યક્રમ યોજવા માટે પરવાનગી મેળવવા અરજી કરી હતી. ઉપરાંત પીડિત પરિવાર અને દલિત સમાજે વહેલી તકે હત્યારાઓને ઝડપી પડવાની માંગ સાથે આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

    આ કેસને લઈને મહીસાગર જિલ્લા પોલીસ, LCB ,SOGની અલગ અલગ ટીમો દ્વારા સઘન ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હોવાની જાણકારી મળી છે. પરંતુ હજુ સુધી હત્યારાઓની ભાળ ન મળતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    શું હતી આખી ઘટના

    18 માર્ચ, 2023 ના રોજ મૃતક યુવતી તેના પરિજનો સાથે ઉર્સના મેળામાં ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે વાવાઝોડા સાથે વરસાદ આવતાં તેઓ એક ઠેકાણે ઉભા રહ્યા હતા, જ્યાંથી તે ગુમ થઇ ગઈ હતી. જેની જાણ થયા બાદ પરિવારે તેની શોધખોળ આદરી અને તેમ છતાં ક્યાંય પત્તો ન લાગતાં આખરે ખાનપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરીને સમગ્ર મહીસાગર જિલ્લા પોલીસ ઉપરાંત, ગોધરા, દાહોદ, વડોદરા, અરવલ્લી, આણંદ સહિત મધ્ય ગુજરાતના પોલીસ મથકોમાં ગુમ થયેલી યુવતીના ફોટા મોકલી આપ્યા હતા.

    દરમ્યાન તા. 21મીના રોજ સાંજના સમયે ખાનપુર પોલીસને કારંટા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી ખાતેથી દલિત યુવતીની લાશ કોથળામાંથી મળી આવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા ઈસમ સામે IPCની કલમ 302 (હત્યા), 365 (અપહરણ) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા) હેઠળ FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલી મૃતક યુવતી તેના પરિવાર સાથે કારંટા ગામમાં ભરાયેલા ઉર્સના મેળામાં ગઈ હતી અને પરત ફરતી વખતે પરિવારથી વિખૂટી પડીને ગુમ થઇ ગઈ હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં