Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળમાં ચાલુ ટ્રેને મુસાફરોને જીવતા સળગાવી નાખનાર શાહરુખ નોઈડાનો રહેવાસી: ટેરર એન્ગલની...

  કેરળમાં ચાલુ ટ્રેને મુસાફરોને જીવતા સળગાવી નાખનાર શાહરુખ નોઈડાનો રહેવાસી: ટેરર એન્ગલની છે શક્યતા વચ્ચે SIT કરશે આ કેસની તપાસ

  પોલોસે જણાવ્યું કે, શાહરુખ સૈફી ઉત્તર કેરળમાં સુથારીકામ સહિતના નાના-મોટા કામ કરતો હતો. તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ કે ઇન્ટરનેટ એક્ટિવિટી પરથી તે રાજકીય સક્રિય હોય કે માનસિક અસ્થિર હોય તેવું પણ નથી લાગતું.

  - Advertisement -

  કેરળના કોઝિકોડ પાસે ચાલુ ટ્રેને પેસેન્જરોને જીવતા સળગાવીને ફરાર થઈ ગયેલા ઈસમની ઓળખ નોઈડાના રહેવાસી તરીકે થઈ છે. કેરળ ટ્રેન આગ કેસમાં અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના એક કોચમાં આરોપી શાહરુખ સૈફી (ઉં. 30) સાથી પેસેન્જરો પર પેટ્રોલ છાંટી તેમને સળગાવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના પાછળ ટેરર એન્ગલ હોવાની આશંકા છે.

  એએનઆઈની રિપોર્ટ મુજબ, આ મામલે NIA ની એક ટીમે રવિવારે કોઝિકોડની મુલાકાત લીધી હતી. તેમણે ટ્રેનના D1 કોચ અંગે પૂછપરછ કરી હતી, જ્યાં આગ લગાડવામાં આવી હતી. જોકે, NIAએ હજુ કેસ હાથ પર લીધો નથી. એનઆઈએ એવી કોઈપણ ઘટના બાદ જે-તે સ્થળની મુલાકાત લે છે, જેમાં ટેરર લિંકની શક્યતા હોય.

  હુમલામાં 3 વ્યક્તિના મૃત્યુ થયા

  - Advertisement -

  કેરળ ટ્રેન આગ કેસના આરોપી શાહરુખ સૈફીએ રવિવારે રાત્રે લગભગ 9:45 વાગ્યે અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસમાં તેના સાથી મુસાફરો પર પેટ્રોલ છાંટીને તેમને સળગાવી નાખ્યા હતા. ઘટનાના કલાકો બાદ ઈલાથપુર રેલવે સ્ટેશન નજીક પાટા પાસે એક બાળકી અને એક મહિલા સહિત ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. તો દાઝી જવાના કારણે આઠથી નવ મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસે એ પછી આરોપીનો સ્કેચ જાહેર કર્યો હતો.

  શંકાસ્પદ સામાનના કારણે ટેરર લિંકની અટકળો

  તપાસ દરમિયાન એક શંકાસ્પદ થેલો મળી આવ્યો હતો, જે આરોપીનો હોવાનું માનવામાં આવે છે. બેગમાં રહેલા સામાનને કારણે ઘટનામાં ટેરર લિંક હોવાની શક્યતા છે. જોકે, પોલીસ હાલ આ વાતને નકારી રહી છે. કેરળના ડીજીપી અનિલ કાંતના જણાવ્યા મુજબ, “તપાસ કર્યા બાદ જ ખબર પડશે કે આ કેસમાં આતંકી કે ઉગ્રવાદી એન્ગલ છે કે નહીં”,

  આ ઘટનાના સાક્ષી મુસાફરોએ જણાવ્યું કે, એક ઈસમ ટ્રેનના D-1 કોચમાં પ્લાસ્ટિકની બે બોટલ લઈને આવ્યો અને મુસાફરો પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેમને સળગાવી દીધા. આગથી બચવા ચાલતી ટ્રેનમાંથી કૂદી પડતાં ત્રણ લોકોના મોત થયા હતા. તો નવ જણાં ગંભીર રીતે દાઝી ગયા હતા. હતપ્રભ મુસાફરોએ એલાર્મ ચેઈન ખેંચી લેતાં ટ્રેન કોરાપુઝા નદી પરના પુલ પર ઊભી રહી ગઈ હતી.

  કેરળ ટ્રેન આગ કેસમાં પોલીસે મૃતકોની ઓળખ 45 વર્ષીય રહેમથ મણિકોથ, તેની બે વર્ષની ભત્રીજી સહરા બથુલ અને કો-પેસેન્જર કે.પી. નૌફીક તરીકે કરી છે.

  SIT આ કેસનું ઇન્વેસ્ટીગેશન કરશે

  કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સોમવારે જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગની ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે. પોલીસ હુમલાખોરને પકડવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. સીએમએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર રેલવે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મજબૂત પગલાં લેશે.

  કેરળમાં સુથારીકામ કરતો હતો આરોપી

  પોલોસે જણાવ્યું કે, શાહરુખ સૈફી ઉત્તર કેરળમાં સુથારીકામ સહિતના નાના-મોટા કામ કરતો હતો. તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ કે ઇન્ટરનેટ એક્ટિવિટી પરથી તે રાજકીય સક્રિય હોય કે માનસિક અસ્થિર હોય તેવું પણ નથી લાગતું.

  પોલીસને ટ્રેનના પાટા પરથી એક બેગ મળી આવી છે જેમાં પેટ્રોલની બોટલ, રીડિંગ ગ્લાસ, મોબાઈલ ફોન અને લંચ બોક્સ, અંગ્રેજી અને હિન્દી લખાણવાળી નોટબુક સહિતની વસ્તુઓ હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં