Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPFIની રેલીમાં હિંદુવિરોધી નારાબાજી કરનાર મુસ્લિમ બાળકના પિતાની ધરપકડ, કેરળમાં હિંદુઓને અપાઈ...

    PFIની રેલીમાં હિંદુવિરોધી નારાબાજી કરનાર મુસ્લિમ બાળકના પિતાની ધરપકડ, કેરળમાં હિંદુઓને અપાઈ હતી હત્યાની ધમકી

    દિલ્હીના હિંદુ વિરોધી તોફાનો અને દેશભરમાં થયેલ હિંસાની તપાસ દરમિયાન પીએફઆઈની ભૂમિકા સંદિગ્ધ રહી હતી. સંગઠનના લોકોને તોફાનોમાં સામેલ થવા બદલ ગિરફ્તાર પણ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની રેલી દરમિયાન હિંદુ વિરોધી હિંસા અને ભડકાઉ નારાબાજી કરનાર મુસ્લિમ કિશોરના પિતા અશકર અલીને પોલીસે તેના ઘરેથી પકડી લીધો હતો. પોલીસે કેરળના કોચ્ચીના પલ્લુરથી સ્થિત તેના ઘરેથી તેની ધરપકડ કરી લીધી હતી. તેને અલપ્પઝા પોલીસને હવાલે કરવામાં આવશે, કારણ કે ત્યાં જ તેની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો. બાળકના પિતાનું કહેવું છે કે તે PFIનો સભ્ય નથી પરંતુ તેમના કાર્યક્રમોમાં અવારનવાર સામેલ થતો રહે છે. 

    ‘રિપબ્લિક ટીવી’ના અહેવાલ મુજબ, પટ્ટાંજલિના એસીપી રવીન્દ્રનાથે પુષ્ટિ કરી છે કે હિંદુઓ વિરુદ્ધ નારા લગાવનાર બાળકના પિતા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો સક્રિય સભ્ય છે. આ સિવાય અશ્કર અલીનું કહેવું છે કે બાળકે જે નારા લગાવ્યા હતા તે સામાન્ય બાબત છે. તેણે દાવો કરતા કહ્યું કે એન્ટી CAA વિરોધ દરમિયાન પણ આવા જ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે, આ નારા હિંદુઓ વિરુદ્ધ લગાવ્યા હોવાનો તેણે ઇન્કાર કરી દીધો હતો.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં શુક્રવારે કેરળ પોલીસે જણાવ્યું હતું કે તેમણે ઉશ્કેરણીજનક હિંદુ વિરોધી નારાબાજીના કેસમાં અન્ય 18 લોકોની પણ ધરપકડ કરી છે. જે બાદ આ કેસમાં પકડાયેલા લોકોની સંખ્યા 20 સુધી પહોંચી છે.

    - Advertisement -

    શનિવારે (21 મે, 2022) કેરળના અલપ્પુઝામાં મુસ્લિમ જૂથ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) દ્વારા આયોજિત એક રેલીમાં એક મુસ્લિમ સગીર બાળકે હિન્દુઓ અને ખ્રિસ્તીઓને ધમકી આપી હતી. જેમાં તેણે કહ્યું, “ચોખા તૈયાર રાખો. યમ (મૃત્યુના દેવતા) તમારા ઘર સુધી પહોંચી ગયા છે. તમે સન્માનપૂર્વક રહેશો તો અહીં અમારા ઇલાકામાં રહી શકશો નહીં તો આગળ શું થશે એ અમે નહીં જાણીએ.”

    આ ઘટના પર ટિપ્પણી કરતા કેરળ હાઇકોર્ટે કહ્યું હતું કે, “આ દેશમાં શું થઇ રહ્યું છે?” ન્યાયાધીશ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું હતું કે, જો રેલીમાં કોઈ સભ્યે નારાબાજી કરી હોય તો તે માટે રેલીનું આયોજન કરનારા વ્યક્તિઓ પણ જવાબદાર છે.

    કટ્ટર ઇસ્લામિક સંગઠન PFIનો ઇતિહાસ જોવામાં આવે તો તેમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા જ દેખાય છે. દિલ્હીના હિંદુ વિરોધી તોફાનો અને દેશભરમાં થયેલ હિંસાની તપાસ દરમિયાન પીએફઆઈની ભૂમિકા સંદિગ્ધ રહી હતી. સંગઠનના લોકોને તોફાનોમાં સામેલ થવા બદલ ગિરફ્તાર પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2020 માં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાએ દેશના વિવિધ ભાગોમાં તોફાનો અને હિંસા ભડકાવવા માટે આરોપીઓ ખેડૂતોના વિરોધમાં પણ સમર્થન આપ્યું હતું અને પ્રદર્શનકારીઓને બન્ધારણના સંરક્ષણ માટે સંઘર્ષ કરવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં