Sunday, July 21, 2024
More
  હોમપેજદેશકેરળ : PFIની રેલીમાં લાગ્યા હિંદુ વિરોધી નારા, હત્યાની ધમકી અપાઈ; સંગઠને...

  કેરળ : PFIની રેલીમાં લાગ્યા હિંદુ વિરોધી નારા, હત્યાની ધમકી અપાઈ; સંગઠને કહ્યું- નારા હિંદુઓ નહીં ‘હિંદુત્વ આતંકવાદીઓ’ વિરુદ્ધ હતા

  ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર PFI પ્રવક્તા રઉફ પિતામ્બીએ નારાને યોગ્ય ઠેરાવ્યા.

  - Advertisement -

  સોશિયલ મીડિયા ઉપર કેરળ રાજ્યના એક શહેરનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક તરૂણ હિંદુઓ વિરુદ્ધ નારાબાજી કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના કેરળના એક શહેરમાં ગત 21 મેના રોજ બની હતી. 

  દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી ગતિવિધિઓને લઈને સતત રડારમાં રહેતા સંગઠન PFI દ્વારા 21 મેના રોજ ‘જનમહાસંમેલન’ આયોજિત કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આ નારા લાગ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતાં પોલીસે સંજ્ઞાન લઇને તપાસ શરૂ કરી હતી. એક નિવેદનમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, “ગઈકાલે જ આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો છે. આ ઘટના ક્યાં બની છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.”

  રિપોર્ટ્સ અનુસાર, લગભગ 1000 જેટલા PFI સમર્થકો અને સંગઠનના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંદુઓ અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાની ધમકી આપતા અને ગાળો દેતા નારા લાગ્યા હતા. ભીડે હિંદુઓ અને ખ્રિસ્તીઓને દેશમાં શાંતિથી ન રહેવા પર ગંભીર પરિણામો ભોગવવાની પણ ધમકી આપી હતી. ટોળાએ ધમકી આપતા કહ્યું કે, તેઓ 2002 ના ગુજરાતના તોફાનો ભૂલ્યા નથી અને સંઘ પરિવારને ધમકી આપતા કહ્યું કે તેઓ કેરળને ગુજરાત સમજવાની ભૂલ ન કરે.

  - Advertisement -

  મલયાલમમાં રેલી કરતા PFI સભ્યોએ હિંદુઓ વિરુદ્ધ નારાબાજી કરતા કહ્યું હતું કે, “જો અમારા ઇલાકામાં ચુપચાપ નહીં રહ્યા તો મોત માટે તૈયાર રહેજો. ચુપચાપ નહીં રહ્યા તો મોઢામાં ચોખા ભરવા માટે (હિંદુઓ માટે) અને ઘર સળગતા જોવા માટે તૈયાર રહેજો (ખ્રિસ્તીઓ માટે) કારણ કે અમે આવી રહ્યા છીએ, અમે મોત બનીને આવી રહ્યા છીએ. અમે પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં જઈએ, તમારે અહીં અમે કહીએ એમ જ રહેવું પડશે. નહીંતર તમને કઈ રીતે ચૂપ કરવા એ અમે જાણીએ છીએ. અમારી ઉપર હુમલો થાય તોપણ અમે તમને મારી નાંખીશું. અમે શહીદ થવામાં ગર્વ લઈએ છીએ અને તેમને સલામ કરીએ છીએ. જો ચૂપચાપ નહીં રહો તો અમે જાણીએ છીએ કે આઝાદી કઈ રીતે માંગી શકાય છે. મોત માટે તૈયાર રહો.”

  આ ઉપરાંત, તેમણે અયોધ્યામાં બાબતી મસ્જિદની વિવાદિત ઇમારતમાં ફરીથી ‘સુજુદ’ (એક પ્રકારની નમાઝ) કરવાના સોગંદ ખાધા હતા અને સાથે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પણ સુજુદ ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં જાય અને જો જશે તોપણ સંઘ પરિવારને સાથે લઈને જશે.

  PFI ના પ્રદર્શનમાં સામેલ પ્રદર્શનકારીઓએ કહ્યું, “અમે બાબરી મસ્જિદમાં ફરી સુજુદ કરીશું. જ્ઞાનવાપીમાં પણ કરીશું. ઇન્શાલ્લાહ..ઇન્શાલ્લાહ. સંઘીઓ તમને યાદ કરાવી રહ્યા છીએ કે અમે પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં જઈએ. અમે છ ફુટ નીચે જઈશું અને સાંભળો સંઘીઓ, જો જઈશું તોપણ તમને સાથે લઈને જઈશું.”

  વીડિયોમાં એક છોકરો કહેતો સંભળાય છે કે, હિંદુઓ તેમના અંતિમ સંસ્કાર માટે ચોખા અને ખ્રિસ્તીઓ તેમના અંતિમ સઁસ્કાર માટે ધૂપ તૈયાર રાખો. જો શાંતિથી રહેશો તો અમારા વિસ્તારમાં રહી શકશો નહીં તો અમે એ પણ જાણીએ છીએ કે આઝાદી કેમ આપવી.”

  આ મામલે કેરળ ભાજપ સચિવ જયરાજ કૈમલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘પોપ્યુલર ફ્રન્ટ પ્રત્યે વામ અને દક્ષિણપંથી રાજનીતિક પાર્ટીઓનું નરમ વલણ ખરેખર ભયજનક છે. હિંદુઓ અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ નારાબાજી થયાના 48 કલાક વીતી ચૂક્યા છે. કેરળ ભયાનક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે.’ “90 ના દાયકામાં કાશ્મીરમાં લાગેલા આ જ પ્રકારના નારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘90ના દાયકામાં કાશ્મીરમાં આ જ પ્રકારના નારા સાંભળવા મળતા હતા. શાસકોએ અંતિમવાદ તરફ નરમ વલણ રાખ્યું છે. આજનું કેરળ તે સમયના કાશ્મીર સાથે ઘણી સામ્યતા ધરાવે છે.’ (ટ્વિટ ગૂગલ ટ્રાન્સલેટની મદથી ભાષાંતરિત કરવામાં આવ્યા છે.)

  આ ધમકીભર્યા નારઓના અંતે હાલમાં જ કેરળમાં રાજનીતિક હત્યાઓમાં માર્યા ગયેલા લોકોને પ્રસિદ્ધ ઇસ્લામિક સલામ ‘ઇન્તિફાદા અસ્સલામ’ આપવામાં આવી હતી. નોંધનીય છે કે 1952માં ઇરાકમાં સામુહિક હત્યાઓ, તોફાનો અને નરસંહાર પહેલાં આ પ્રકારની સલામીનો પ્રયોગ કરવામાં આવતો હતો. આ જ પેટર્ન 2015 માં સિરિયન અને લિબિયન ગૃહ યુદ્ધો વખતે પણ અપનાવવામાં આવી હતી. કેરળમાં PFIની રેલીઓમાં ઇન્તિફાદાનનુ આહવાન હવે સામાન્ય બાબત બની ચૂકી છે. 

  PFIનું નિવેદન

  સમગ્ર બનાવ અંગે PFI કાર્યકરોનું કહેવું છે કે તેમણે આ પ્રકારની નારાબાજી સંભળાતા રોકવાના પ્રયાસો કર્યા હતા. ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર PFI પ્રવક્તા રઉફ પિતામ્બીએ નારાને યોગ્ય ઠેરવતા હિંદુ ધર્મ અને હિંદુત્વને જોડીને કહ્યું કે, “કેટલાક લોકોએ હિંદુત્વ આતંકવાદ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એક છોકરાએ પણ નારા લગાવ્યા. નારાની કેટલીક પંક્તિઓને લઈને અમને ખેદ છે અને અમે તે મામલે તપાસ પણ કરીશું. તેમના નારા હિંદુઓ અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ ન હતા પરંતુ નરસંહારની યોજના બનાવી રહેલા હિંદુત્વ આતંકવાદીઓ વિરુદ્ધ હતા.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં