Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'કોઈ કાંઈ સારું કરે એટલે તેને રોકવા ફતવા જાહેર કરાય છે': ફતવાઓનો...

    ‘કોઈ કાંઈ સારું કરે એટલે તેને રોકવા ફતવા જાહેર કરાય છે’: ફતવાઓનો ઉપયોગ રાજકીય શસ્ત્રો તરીકે થઈ રહ્યો છે – કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન

    'હું હિન્દી બોલતો હતો, તિલક લગાવતો હતો, તેથી જ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો': કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું- આ કોઈ ધાર્મિક નહિ પણ રાજકીય હથિયાર છે.

    - Advertisement -

    રવિવારે, 15 જાન્યુઆરી, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને ઇસ્લામિક ધાર્મિક આદેશોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ‘ફતવા’નો ઉપયોગ રાજકારણીઓ દ્વારા રાજકીય હથિયાર અથવા સાધન તરીકે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કુફ્ર (ધર્મત્યાગ)ના તમામ ફતવા રાજકીય હતા અને ઇસ્લામમાં તેના માટે કોઈ સ્થાન નથી. ખાને વધુમાં જણાવ્યું હતું કે ડર વારંવાર હિંસા તરફ દોરી જાય છે, અને વ્યક્તિઓ જેને તેઓ જાણતા નથી તેમના વિરોધી બની જાય છે.

    “કુફર ફતવા ખરેખર માત્ર રાજકીય કારણોસર આપવામાં આવે છે અને તેનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઇસ્લામિક ઇતિહાસ દર્શાવે છે કે વિરોધીઓને નબળા પાડવા માટે ફતવા આપવામાં આવ્યા હતા,” તેમણે દિલ્હીમાં પંચજન્ય નામના સાપ્તાહિક પ્રકાશનના 75 વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

    કુરાન પયગંબરને પણ ફતવાનો અધિકાર નથી આપતું – ગવર્નર આરિફ મોહમ્મદ ખાન

    જ્યારે તેમને મૌલાના વર્ગ દ્વારા ‘મુસ્લિમ સર્વોપરિતા’ અને તેના પ્રચારના મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઐતિહાસિક રીતે, નિંદાનો પહેલો ફતવો કોઈ બિન-મુસ્લિમ વિરુદ્ધ નહીં, પરંતુ મુસ્લિમ વિરુદ્ધ જારી કરવામાં આવ્યો હતો. પહેલો ફતવો હઝરત અલી પર લાદવામાં આવ્યો હતો, જેમને પયગંબર દ્વારા ઉછેરવામાં આવ્યા હતાં. ફતવાના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું, “ફતવા ક્યારેય ધાર્મિક કારણોસર ન હોઈ શકે. કુરાનમાં એવી 200 આયતો છે, જે કહે છે કે દુનિયામાં તમારા મતભેદો હોઈ શકે છે, પરંતુ જ્યારે તમે મૃત્યુ પછી અમારી પાસે આવશો, ત્યારે અમે નક્કી કરીશું કે કોણ સારું છે અને કોણ ખરાબ. કુરાન પયગંબરને પણ સાચું કે ખોટું નક્કી કરવાનો અધિકાર નથી આપતું.”

    હિન્દી બોલવા પર પણ ફતવા અપાતા

    કેરળના રાજ્યપાલે કહ્યું કે 1980માં તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કહેવા પર કાનપુરથી ચૂંટણી લડ્યા હતા. ખાનના જણાવ્યા અનુસાર, ઈન્દિરા ગાંધીએ તેમને કહ્યું હતું કે તેમની હિન્દી સારી છે અને કોંગ્રેસ 1952થી આ બેઠક જીતી નથી, તેથી તેમણે ત્યાંથી ચૂંટણી લડવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તે દરમિયાન હિન્દીનો શબ્દ ઉચ્ચારવામાં આવે તો પણ નિંદાનો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.

    તેમણે કહ્યું, “મારી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે હું હિન્દી બોલું છું, તિલક લગાવું છું, આરતી કરાવું છું. તેઓને તો મારા નામમાં પણ વાંધો હતો. દારા શિકોહ વિરુદ્ધ પણ નિંદાનો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. ફતવાઓનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે થાય છે.”

    ઉલ્લેખનીય છે કે અગાઉ ‘પાંચજન્ય’ અને ‘ધ ઓર્ગેનાઈઝર’ને આપેલા ઈન્ટરવ્યુમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને કોઈ ખતરો નથી, પરંતુ તેઓએ પોતાની શ્રેષ્ઠતાની ભાવના છોડવી પડશે. તેમણે કહ્યું હતું કે, “ભારતમાં ઈસ્લામને કોઈ ખતરો નથી. પણ, ‘અમે મોટા છીએ’, પહેલા રાજા હતા, ફરી રાજા બનીશું’ – આ લાગણી છોડવી પડશે. ‘અમે સાચા છીએ, બાકી બધા ખોટા છે’ – આને છોડવું પડશે. ‘અમે એકલા રહીએ છીએ અને એકલા રહીશું’ – આ લાગણી છોડી દેવી પડશે.” આરિફ ખાને પણ આ વિચારને બળ આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં